ગુજરાત Archives - Page 42 of 155 - CIA Live

March 21, 2021
corona-gujarat.jpg
1min480

૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.

તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

March 19, 2021
night_curfew.jpg
1min462

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ વધવા માંડતાં જ સાવચેતીનાં પગલા લેતાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને લોકલ ઓથોરિટીઓએ બન્ને મહાનગરોમાં રાત્રિ કરર્ફ્યુની અવધિ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૯ વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજરોજ તા.૧૯મી માર્ચથી રાત્રિ કરર્ફ્યુ રાત્રે ૯થી શરૂ થશે તેમજ બન્ને્ શહેરોમાં શનિવાર-રવિવારનાં રોજ તમામ મોલ-થિયેટરો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના શહેરોમાં કોરોનાને વકરતો રોકવા માટે અને અસરકારક પગલા લેવા માટે રાજય સરકારે વધુ સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને શહેરોમાં આજે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં વ્યાપી રહેલી કોરોના મહામારીને ફરી કઇ રીતે અંકુશમાં લઇ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

મ્યુનિ.નાં કમિશનર મુકેશકુમાર તથા ડે.કમિશનરો, હેલ્થ ઓફિસર, સોલીડ વેસ્ટ ખાતાનાં ડાયરેકટર વગેરે સાથે યોજાયેલી બેઠકમાં ડો.રાજીવકુમાર ગુપ્તાએ કોરોના કેસ વધે તેવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે સંપાદિત હોસ્પિટલો અને બેડ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા, ટેસ્ટીંગ માટેની સુવિધા વધારવા તેમજ દવાની ઉપલબ્ધતા અને કોરોના રસીકરણની કામગીરી વગેરે બાબતોની માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી.

બેઠકમાં ચર્ચાવિચારણાનાં અંતે જાહેરહિતમાં શહેરમાં આવતીકાલ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય ૧૦ વાગ્યાને બદલે નવ વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી રાખવાનો અને તેનો કડકાઇથી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તદઉપરાંત શહેરમાં શનિ-રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આવેલાં મોલ-મલ્ટીપ્લેકસ તેમજ થિયેટરોમાં ભીડ જામતી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવી શક્યતા વધી જવાની બાબતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓએ શનિવાર-રવિવારે તમામ મોલ અને થિયેટરો સંપૂર્ણપણે બંધ રખાવવાનો નિર્ણય લીધો હતો અને બાકીનાં દિવસોમાં મોલ-થિયેટરોમાં કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરાવવાની તાકીદ કરવામાં આવી છે.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min531

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

March 18, 2021
coronaupdate.jpg
2min377

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.

દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.

અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા. 

Gujarat on 19/3

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Reported on 18/3/21

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ

દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.

જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.

Gujarat

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.

રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.

March 17, 2021
ferry.jpg
1min937

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે. 

વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે. 

અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.

March 16, 2021
night_curfew.jpg
1min454

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે રાજ્યના સુરત સમેત ચાર મહાનગરો, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

ચારેય મહાનગરોમાં આજે રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે. DyCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.

March 15, 2021
night_curfew.jpg
1min567

એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એકાએક કોરોનાના કેસો વધી ગયા છે અને સાથોસાથ આજે તા.૧૫મી માર્ચે જ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની વર્તમાન મુદત પૂરી થઇ રહી છે. આજે સાંજ સુધીમાં એવી જાહેરાત સરકાર તરફથી શક્ય છે કે, સુરત સમેત રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવા ઉપરાંત અનેક આકરાં નિયંત્રણો લાગૂ કરવામાંં આવશે.

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 12થી સવારના 6 વાગ્યા સુધી અમલી છે જેની અવધિ આજે 15મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.

વિતેલા સપ્તાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક યોજી હતી અને તેમાં કોરોના વધતા જતા કેસો સંદર્ભેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આજે ફરી બેઠક યોજી કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ જાહેર કરાય તેવી શક્યતા છે.

સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રીના જે રેસ્ટોરાં કે પછી હોટેલોમાં વધુ લોકો એકઠા થતા હોય અને નિયમોનો ભંગ થયો હોય તો હોટેલ અને રેસ્ટોરાંને બંધ કરાવવામાં આવી છે.

March 13, 2021
corona-gujarat.jpg
1min423

તા.૧૨મીએ રાત્રે ૯ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કુલ 715 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા 495 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યનો રિકવરી રેટ પણ 96.95%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 69 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4006 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 3955 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને સુરતમાં પણ 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4420એ પહોંચ્યો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1152

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.

March 10, 2021
amc.jpg
1min551
Image

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા

Image
AMCના નવા મેયર કિરીટ પરમાર

ભાજપે અમદાવાદ મહાનગરપાલિકા AMCમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે તેમજ ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપવામાં આવી છે. 

અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

Vadodara Municipal

વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે, જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડો. હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી છે

Bhavnagar Municipal

ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરવામાં આવી છે.