CIA ALERT

ગુજરાત Archives - Page 33 of 155 - CIA Live

July 9, 2021
night_curfew.jpg
1min346

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જે મુજબ તારીખ 10મીથી 20મી જુલાઈ સુધી રાજ્યમાં માત્ર આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો રહેશે. જ્યારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્સ વગેરે રાત્રે 9 કલાક સુધી ખુલ્લા રાખી શકશે. જોકે તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા વાણિજ્ય એકમો ચાલુ રાખી શકાશે નહીં. કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલીવરી માટે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે.

જીમ 60% ક્ષમતા સાથે તેમજ જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.’

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. જ્યારે અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના’ કાચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી શકાશે.’

વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જ કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે છે. તમામ ડ્રાઇવર અને કંડક્ટરએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ’ સ્ટેડીયમ/સંકુલમાં’ રમતગમત’ ચાલુ રાખી શકાશે. રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. તમામ છૂટછાટ સામે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

July 8, 2021
rath2.jpg
1min421

અમદાવાદની 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક તેની જાહેરાત કરવામાં આવી હતી. આમ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાશે.

કેબિનેટની બેઠકમાં રથયાત્રાને કોરોના ગાઇડલાઇન અને અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રથયાત્રાને લઈને ગૃહવિભાગ અને મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનો પ્લાન બનાવશે.

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત આવેલા જગદીશ મંદિરેથી અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે. મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભ પહેલા વિધિ કરવામાં આવે છે. જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે. આ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજય રૂપાણી આ વિધિ કરશે. આ માટે તેમણે આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે રથયાત્રાની લંબાઈનો નિર્ણય શહેર પોલીસ દ્વારા કરશે.

June 29, 2021
rain_forecast.png
1min590

તા.29મી જૂને સવારે 8 કલાકે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડવાના એંધાણ છે.

દીવ-દમણ, દાદરાનગર હવેલીના કેટલાંક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

June 26, 2021
adm_guide-1280x874.jpg
2min3112

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

ગુજરાતમાંથી જેઇઇ મેઇન્સ પરીક્ષા સવાલાખથી વધુ વિદ્યાર્થીઓ આપતા હોય છે, તેમાંથી આઇઆઇટી અને એનઆઇટીમાં માંડ 500 ને પ્રવેશ મળતો હોય છે, જેઇઇમાં 98 પીઆર આવ્યા પછી પણ સારી એનઆઇટી નથી મળી શકતી, આવી સ્થિતિમાં બે વર્ષ જેઇઇ પાછળ સૌથી મૂલ્યવાન સમય બગાડ્યો, રૂપિયા ખર્ચ્યા, મગજ બગાડ્યું, પરીવારનો માહોલ બગાડ્યા પછી વિદ્યાર્થીઓએ ધો.12 અને ગુજકેટના આધારે જ્યાં પ્રવેશ મળે છે ત્યાં ગુજરાત ટેક્નોલોજીલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે.

શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ અહીં આપને એ સમજ આપી રહ્યા છે કે 2020માં ગુજરાતની કઇ કોલેજો છે જ્યાં સૌથી પહેલા પ્રવેશ બંધ થયા અને કઇ એવી બ્રાન્ચ છે જ્યાં ટોપર્સે લાઇન લગાડી દીધી હતી. બ્રાન્ચની વાત કરીએ તો ટેક્નોલોજીની બ્રાન્ચ મેળવવા માટે ગુજરાતના ટોપર્સ વિદ્યાર્થીઓએ હોટકેકની જેમ પડાપડી કરી હતી. ઇન્ફર્મેશ એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.), કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી આ બ્રાન્ચમાં સૌથી ઉંચા મેરીટે પ્રવેસ ક્લોઝ થયા હતા એટલું જ નહીં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓએ પણ કોર બ્રાન્ચની સરખામણીમાં ટેકનોલોજીની બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યા હતા.

Gujarat First 25 Cutoff 2020

www.cialive : ઉપરોક્ત ચાર્ટ ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા 2020માં ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાના અંતે જાહેર કરાયેલા કટઓફ માર્કસની છે. (સી.આઇ.એ. લાઇવ.)

2020માં ટોપર્સે નીચે દર્શાવેલી કોલેજોમાં સૌથી પહેલા એડમિશન કન્ફર્મ કરાવી દીધા હતા

  • 1. ધીરુભાઇ અંબાણી યુનિર્વસિટી, ગાંધીનગર (પ્રાઇવેટ) www.cialive
  • 2. ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ (પ્રાઇવેટ)
  • 3. નિરમા યુનિવર્સિટી, અમદાવાદ (પ્રાઇવેટ) www.cialive
  • 4. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા (ગ્રાન્ટ ઇન એઇડ)
  • 5. એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ (સરકારી)
  • 6. બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, વલ્લભ વિદ્યાનગર (ગ્રાન્ટ ઇન એઇડ)
  • 7. વિશ્વકર્મા સરકારી એન્જિનયિરંગ કોલેજ, અમદાવાદ (સરકારી) www.cialive
  • 8. સ્કુલ ઓફ એન્જિનયરિંગ, અમદાવાદ યુનિવર્સિટી (પ્રાઇવેટ)
  • 9. પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર (પ્રાઇવેટ)
  • 10. જીસીઇટી, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વલ્લભ વિદ્યાનગર (પ્રાઇવેટ)

2020માં ટોપર્સે નીચેની બ્રાન્ચમાં એડમિશન લીધા

  • 1. ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (આઇ.સી.ટી.)
  • 2. કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
  • 3. કમ્પ્યુટર એન્જિનિયરિંગ www.cialive
  • 4. ઇન્ફર્મેશન ટેક્નોલોજી
  • 5. કેમિકલ એન્જિનિયરિંગ

વધુ મૂૂઝવણ થતી હોય તો હજુ પણ કશું મોડું થયું નથી, પર્સનલ કાઉન્સેલિંગ માટે નીચે મુજબ સંપર્ક કરી શકાય

June 25, 2021
night_curfew.jpg
1min426

ગુજરાતમાં ૧૦મી જુલાઈ સુધી વેપારીઓ, વ્યવસાયીઓ અને તમામ સ્ટાફે ૧૦મી જુલાઈ સુધીમાં ફરજિયાત રીતે કોરોનાની રસી લેવી પડશે. જોકે અમદાવાદ સહિત ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી રસી લેવાની રહેશે.

રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત આઠ મહાનગરપાલિકા તેમજ વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિત કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફ્યૂ સહિતનાં નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કરફયૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યૂ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે.

તેમજ રાજ્યનાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦મી જૂન સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ મી જુલાઇ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

June 21, 2021
guj_corona.jpg
1min614

કોવિડ મહામારીને નાથવા માટે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજે તા.21મી જૂન 2021ને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની જાહેરાત અનુસાર રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્ર પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9 વાગ્યે વેક્સિન ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા વેક્સિન ઉત્સવમાં ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે, 18થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વોક-ઇન વેક્સિન લઈ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

વેક્સિનેશનમાં તા.20મી જૂન સુધીમાં 2 કરોડ 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 44થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.

June 21, 2021
gseb-1280x720.jpg
1min411

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે’ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઇ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો એવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

શિક્ષણ બોર્ડે ગત 19 જૂને કરેલા નિર્ણય અનુસાર, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

June 19, 2021
jagannath.jpg
1min447

૧૦૮ ને બદલે માત્ર પાંચ કળશમાં પાણી ભરાશે

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.

રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.

June 16, 2021
gujarat_map-1280x1023.png
1min447

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે ગુજરાત બાદ દિલ્હી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.

૨૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું મૂલ્યાંકન શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વાતાવરણ, વહીવટ અને રાજકીય સ્થિરતા એ પરિબળોના આધારે કરવામાં આવ્યું હતું.

વહીવટ અને રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચે રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વાતાવરણ વધારે સાનુકૂળ મનાયું છે. કેરળમાં કામદાર સંબંધી બાબતે સરળતા છે.

અહેવાલમાં કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડે પોતાની સ્થિતિ સુધારવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડશે.

કાઉન્સિલના સિનિયર ફેલો ઇન્દિરા ઐયરે જણાવ્યા મુજબ આ અહેવાલ વર્લ્ડ બૅન્કના અહેવાલ કરતાં અલગ છે. ગયા વર્ષે બહાર પડેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં કાર્યપદ્ધતિઓ અને વ્યવહારો પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાઉન્સિલના અહેવાલમાં નીતિવિષયક અને માળખાકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

June 14, 2021
corona-gujarat.jpg
1min395

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા રાજ્યમાં હવે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે તો બીજી બાજુ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 455 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8,20,321 થયો હતો. જેમાંથી વધુ 1063 સહિત આજસુધીમાં કુલ 8,00,075 દરદીએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે રિકવરી રેટ 97.53 ટકા થઈ ગયો છે.

આજે 13/6/21, 6 દર્દીનાં કોવિડ ડેથ જાહેર થતા કુલ મૃત્યુઆંક 9,997 નોંધાયો છે.

રાજ્યમાં હવે 10,249 એક્ટિવ કેસ છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,996 દર્દીઓ સ્ટેબલ છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર હવે એકદમ ધીમી પડી ગઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં 132 કેસ નોંધાયા હતા અને 211 દરદી ડિસ્ચાર્જ થયા હતા. સારી બાબત એ રહી કે આજ માત્ર દ્વારકામાં 1 કોવિડ ડેથ જાહેર થયું હતુ. જો કે, જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન 5 દરદીના મૃત્યુ થયા હોવાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યુ હતું. નવા નોંધાયેલા કેસમાં રાજકોટ અને જૂનગઢ સિવાયના તમામ જિલ્લામાં 20થી ઓછા અને તેમાંય 6 જિલ્લામાં સિંગલ ડીઝીટમાં કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજ્યમાં આજે નોંધાયેલ કુલ 455 કેસમાં સુરતમાં 96, અમદાવાદમાં 55, વડોદરામાં 72, રાજકોટમાં 46, જૂનાગઢમાં 34, નવસારીમાં 17, ગીરસોમનાથમાં 14, ભરૂચમાં 11, કચ્છમાં 10, અમરેલીમાં 9, જામનગરમાં 13, પંચમહાલમાં અને વલસાડમાં 8-8, મહેસાણમાં 7, બનાસકાંઠામાં અને દેવભૂમિ દ્વારકામાં 6-6, ખેડા અને પોરબંદર અને સાબરકાંઠામાં 5-5, આણંદમાં 4, ગાંધીનગરમાં 8, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, ભાવનગર, બોટાદ, નર્મદામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 2, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠમાં 1-1 કોવિડ ડેથ જાહેર થયું હતું.