CIA ALERT

ક્રાઇમ Archives - Page 23 of 38 - CIA Live

June 11, 2019
kathua-rape.jpg
1min15610

જાન્યુઆરી, 2018માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હાહાકાર મચાવનાર આઠ વર્ષીય છોકરીના બળાત્કાર અને હત્યાના બનાવ સાથે સંકળાયેલા સાતમાંથી છ આરોપીઓને સોમવારે અહીંની એક સ્થાનિક અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા અને ત્યાર બાદ સજા જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી તેમ જ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમને આ સજા છોકરીની હત્યા બદલ કરવામાં આવી છે, જ્યારે હત્યા પહેલાં કરાયેલા

બળાત્કાર બદલ ત્રણેય માટે પચીસ-પચીસ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી, એમ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

અદાલતે જે મુખ્ય ત્રણ ગુનેગારોને આજીવન કારાવાસની સજા કરી છે એમાં મંદિરના કર્તાહર્તા સાંઝી રામ, સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા તથા પરવેશ કુમાર નામના સામાન્ય નાગરિકનો સમાવેશ છે.

આ વકીલોએ મુખ્ય ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.

આ હિચકારો બનાવ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બન્યો હતો. અદાલતે સાતમો આરોપી વિશાલ કે જે મુખ્ય આરોપી સાંઝી રામનો પુત્ર છે તેને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ને આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મૃત કિશોરીના પરિવાર વતી અદાલતમાં કેસ લડનાર વકીલ ફારુકી ખાને આ જાણકારી આપી હતી.

ઘણા મહિનાઓથી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને સોમવારે ન્યાયમૂર્તિએ એની જાહેરાત કરી ત્યારે અદાલતની બહાર અસંખ્ય મીડિયામેન રાહ જોતા ઊભા રહ્યા હતા અને ફેંસલાની વિગતો આવતાં જ તેમણે એને વાયુવેગે પ્રસરાવી દીધી હતી.

કઠુઆના એક મંદિર ખાતે આ ગુનો આચરવામાં આવ્યો હતો. અદાલતે જાહેર કરેલા ગુનેગાર જાહેર થયેલી પાંચમી, છઠ્ઠી તથા સાતમી વ્યક્તિઓમાં સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઑફિસર સુરેન્દ્ર વર્માનો સમાવેશ છે. પોલીસ તંત્રના આ ત્રણ જણે પુરાવાનો નાશ કર્યો એ બદલ તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી કિશોરીના પરિવાર વતી કેસ લડનાર વકીલોની ટીમમાં જે. કે. ચોપડા, એસ. એસ. બસરા, હરમિન્દર સિંહ અને ભુપિન્દર સિંહનો સમાવેશ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના ફેંસલાનો અભ્યાસ કર્યા બાદ નિર્દોષ ગણાવીને છોડી દેવામાં આવેલા સાતમા આરોપી વિરુદ્ધ કદાચ અદાલતમાં અપીલ નોંધાવશે.

જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત કુલ આઠ જણ વિરુદ્ધ આરોપનામું નોંધાવ્યું હતું. આરોપો રણબીર પીનલ કોડ (આરપીસી) હેઠળ ઘડવામાં આવ્યા હતા.

ગયા વર્ષના એપ્રિલમાં નોંધાવાયેલા આરોપનામા મુજબ ગયા વર્ષની 10મી જાન્યુઆરીએ કઠુઆમાં આ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાંઝી રામ દ્વારા સંચાલિત મંદિરમાં તેને ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછીથી તેના પર દંડૂકાના વાર કરીને મારી નાખવામાં આવી હતી.

ગયા વર્ષે 7મી મેએ સુપ્રીમ કોર્ટે આ ઘટનાના કેસને જમ્મુ અને કાશ્મીર રાજ્યની બહાર લઈ જવાનો આદેશ બહાર પાડ્યો ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં કઠુઆથી 30 કિલોમીટર અને જમ્મુથી 100 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ શહેરની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે રોજબરોજની સુનાવણી શરૂ કરી હતી.

કઠુઆમાંના ધારાશાસ્ત્રીઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ સનસનાટી ભરેલા બનાવમાં આરોપનામું ઘડવા સામે રોક્યા એને પગલે સર્વોચ્ચ અદાલતે કેસને પઠાણકોટની અદાલતમાં લઈ જવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે સાંઝી રામની તેમ જ તેના કિશોર વયના ભત્રીજા તથા પુત્ર વિશાલની ધરપકડ કરી હતી. બે સ્પેશિયલ પોલીસ ઑફિસરો ખજુરિયા તથા વર્માને પણ પકડવામાં આવ્યા હતા. રાજ અને દત્તા જેમણે કથિતપણે સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો, તેમની પણ ધરપકડ કરાઈ હતી.

ફેબ્રુઆરી, 2018માં હિન્દુ એક્તા મંચે એક આરોપીના ટેકામાં જમ્મુમાં દેખાવો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર રાજ્યની યુતિ સરકારમાંના ભાજપના બે પ્રધાનોએ મંદિરના કર્તાહર્તા સાંઝી રામના કિશોર વયના ભત્રીજાની ધરપકડ કરાઈ એના વિરોધમાં આ મંચની રૅલીમાં હાજરી આપી હતી.

June 9, 2019
bhavnagar.jpg
1min8560

જેસરના પીપરડી ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલા પીએસઆઈ સહિતના સ્ટાફ પર તેમ જ તેમની સરકારી ગાડી પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોને ભગાડવા હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગુનો નોંધી ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લા પોલીસવડાએ જિલ્લા તાબાના તમામ પોલીસ મથકોમાં તેમની હદમાં ચાલતા આવા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા કડક સૂચનો કર્યા હતા. જેને કારણે ભાવનગરના જેસર તાબાના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હતું. બુટલેગરો હથિયારો સાથે ધસી આવી પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચાડી હતી. ઘટનાને વિકરાર રૂપ ધારણ કરતાં પોલીસે હુમલાખોરોને ભગાડવા માટે હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગુનો નોંધી બુટલેગરોની ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. હુમલાની ઘટનાને પગલે ભાવનગર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વડાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાઓની કાઈમકોનફ્રન્સ યોજી હતી. તેમાં દરેક જિલ્લામાં દારૂબંધીના કડક પાલને લઈ સૂચનો કર્યા હતા અને તેણે જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે જેને તાકીદે બંધકરવા સૂચન કરેલ જો તેમ નહીં કરવામાં આવેતો રાજ્ય સરકારના ગૃહ ખાતાને જેતે જિલ્લામાં થતી દારીની હેરાફેરીનો રિપોર્ટ કરવાની પણ જાણ કરી હતી અને દારૂબંધીનું પાલન ન કરનાર અધિકારી સામે પગલાં ભરવાની પણ જાહેરાત કરી હતી.

રાજ્ય પોલીસ વડાએ ભાવનગરમાં થઈ રહેલી ઉપરાઉપરી હત્યાના બનોવોને લઈને તેમ જ ગાંધીનગર જિલ્લામાં થયેલી ત્રણ હત્યાનો હત્યારો હજુ સુધી પકડાયો ન હોવાને લઈને તેમ જ અમદાવાદ શહેર પોલીસ વડાઓને ખાસ સૂચનો કરી કડક કાર્યવાહી કરવા આવેશો આવ્યા હતા. જેને લઈ અનેક જિલ્લા પોલીસ વડાઓ તેમના જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અઠાઓ બંધ કરવા રીત સર તવાઈ કરી ઠેર ઠેર રેડ પાડવાની શરૂઆત કરી દીધી હતી.

 

June 8, 2019
gst.jpg
1min5830
227 કરોડના ઇ-વે બિલ બાદ વધુ 35 કરોડનું કૌભાંડ ઝડપાતા આંક $ 262 કરોડે પહોંચ્યો

જુનાગઢમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લોન અપાવી દેવાની લાલચ આપી તેમના પાનકાર્ડ મેળવી પેઢી ઉભી કર્યા બાદ ઇ-વે બિલ જનરેટ કરી રૂ.227 કરોડનું કૌભાંડ આચરવાનાં પ્રકરણમાં એસજીએસટી તંત્રએ જુનાગઢના બે શખસોની ધરપકડ કરી હતી. દરમિયાન જુનાગઢની પાંચ પેઢીમાં તપાસ દરમિયાન વધુ 35 કરોડની કરચોરી થયાનું અને તે પણ જુનાગઢના જ આ બન્ને શખસોએ કરી હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

ગઇ તા.ત્રણ અને ચાર જુનના કમિશનર વી.એન. ગુર્જરના માર્ગદર્શન હેઠળ ટીમે જુનાગઢમાં સ્થિત પાંચ વેપારી પેઢીમાં તપાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ઇ-વે બિલ જનરેટ કરી ગુજરાત રાજય બહાર ખાદ્યતેલીયા મોકલીને કરચોરી કર્યાનું બહાર આવ્યું હતું. આ પેઢીમાં મે. પ્રમય એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.9.31 કરોડ, મે.યુનિક ટ્રેડર્સ દ્વારા રૂ.9.40 કરોડ, મે.ચિત્રાક્ષ ટ્રેડર્સ દ્વારા 3.75 કરોડ, મે.ભકિત એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.10.16 અને અંજની એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.2.34 કરોડ મળી કુલ રૂ.35 કરોડની કરચોરી કર્યાનું ખુલ્યું હતું.
જીએસટી તંત્ર દ્વારા પેઢીઓના માલિકની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેમના દસ્તાવેજોનો દુરઉપયોગ કરી અગાઉ રૂ.227 કરોડના ઇ-વે બિલ કૌભાંડમાં પકડાઇ ચુકેલા અને જેલ હવાલે કરાયેલા મુળ જુનાગઢના દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલ દ્વારા જીએસટી નંબર મેળવીને આ કૌભાંડ આચર્યુ હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલે જુનાગઢમાં 14 પેઢી અને ગુજરાત રાજય બહાર અલગ અલગ રાજયમાં કુલ 16 પેઢીઓ મળી 30 જેટલી પેઢીઓ ઉભી કરી રૂ.262 કરોડના ઇ-વે બિલો દ્વારા કરચોરી કરાઇ છે. હાલ આ અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
June 5, 2019
suratfire-1.jpg
1min513

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ભભૂકેલી આગમાં છાત્રો સહિત 22 વ્યકિતના થયેલા મૃત્યુના બનાવમાં સુરત મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર, એકઝીકયુટીવ ઇજનેર, વીજકંપનીના નાયબ ઇજનેર અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી.

હાલ સેન્ટ્રલ ઝોન ખાતે કાર્યપાલક ઇજનેર  તરીકે ફરજ બજાવતા અને આનંદ રો હાઉસ બંગલા નં.7માં રહેતાં પરાગ ડી. મુન્શી, અડાજણના આનંદ મહલ રોડ પર પવિત્રા રો હાઉસમાં રહેતાં અને રાંદેર ઝોનના એકઝીકયુટીવ ઇજનેર જયેશ રમણલાલ સોલંકી, વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર અને કાપોદ્રા ચાર રસ્તા પાસે જીઇબી કોલોનીમાં રહેતાં દીપક ઇશ્વરલાલ નાય અને  સરથાણાના નિર્મળનગરમાં રહેતા તક્ષશિલાના  બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામભાઇ કહારની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની માહિતી આપતા પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, બિલ્ડર રવિન્દ્ર કહારે જરૂરી ધારાધોરણ પ્રમાણે પરમીશનો મેળવી ન હતી અને તક્ષશિલા બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ કર્યુ હતું.

કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાન  સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરૂધ્ધ ઇમ્પેકટ ફી મંજુર કરીને ગુનાઇત બેદરકારી દાખવી હતી. એકઝીકયુટીવ ઇજનેર જયેશ સોલંકીએ સ્થળ સ્થિતિની ચકાસણી કર્યા વગર સર્ટીફીકેટ ઓફ રેગ્યુલાઇઝેશન ઇસ્યુ કરીને ખોટી રીતે મંજુરી આપીને બેદરકારી દાખવી હતી. જયારે વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર દીપક નાયકે  ગ્રાહક તરફથી કરવામાં આવેલ વીજ વપરાશની માગણી સામે વપરાશની ચકાસણી, ગેરકાયદેસર વીજ કનેકશનની ચકાસણી અને આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજકનેકશન બંધ ન કરીને ફરજચુક  દાખવી હતી.આ રીતે ચારેયે ફરજચુક અને ગુનાઇત બેદરકારી દાખવી હોવાથી ધરપકડ કરવામાં આવી છે.

May 29, 2019
images_1528535254908_mandul_snake-1280x719.jpg
1min6180

ભાયંદર પૂર્વમાં દુર્લભ જાતિના રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ વેચવા માટે આવેલા બે જણને નવઘર પોલીસે ઝડપી પાડ્યા હતા. નવઘર પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ભાલસિંહને માહિતી મળી હતી કે ભાયંદર પૂર્વમાં સાંઇબાબા ફાટક પાસે બે શખસ દુર્લભ જાતિના સાપ વેચવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે મંગળવારે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું અને બે જણને તાબામાં લીધા હતા.

વાજીદ હુસેન મોહંમદ યુસુફ કુરેશી (47) અને શંભુ અચ્છેલાલ પાસવાન (39) નામના બંને શખસની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ મળી આવ્યા હતા. નવઘર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને શખસની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીએ આ સાપ ક્યાંથી મેળવ્યા હતા અને તે કોને વેચવા માટે અહીં આવ્યા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે.

May 25, 2019
butani.jpg
1min5960

સુરતના તક્ષશિલા આર્કેડમાં તા.24 મી મે 2019 શુક્રવારે સાંજે બનેલી આગ હોનારતમાં ટયુશન કલાસના સંચાલકની શનિવારે તા.25મી મે 2019ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જયારે બે બિલ્ડર ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના કોઇ સાધન હતા જ નહીં અને તેનું બાંધકામ પણ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. 20 વિદ્યાર્થીના મોત બાદ પોલીસ હવે દોડતી થઇ છે.

તક્ષશિલા આર્કેડના ટેરેસ ઉપર ગેરકાયદે બાંધકામ કરીને નાટા ડ્રોઇંગ કલાસના સંચાલક 26 વર્ષના ભાર્ગવ બુટાણીની ક્રાઇમ બ્રાન્ચે ઇ.પી. કો કલમ 304, 308 અને 114 મુજબ ધરપકડ કરી છે. ભાર્ગવ 3, બાલકૃષ્ણ રો હાઉસ, મોટા વરાછા ખાતે રહે છે. જયારે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હરસુલ વેકરીયા અને જીજ્ઞેશ પાગડાળ ઘટના પછી લાપતા છે. પોલીસ બંનેને શોધી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ 20 બાળકોના મોત થયા હોવાનું કહ્યું છે અને સેફટી સર્ટીફેકેટ વગર ચાલતી સંસ્થા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે એમ જણાવ્યું છે.

 

May 25, 2019
Surat1-1.jpg
1min6690

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ ક્લાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં 21 વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, ક્લાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.

જાણવા મળ્યા મુજબ, એસી ડક્ટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો ક્લાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા ક્લાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા 9 જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. ઘટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જ્યાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.

દરમિયાનમાં આ ક્લાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

May 22, 2019
aruna.jpg
1min6510

arunachal killing માટે છબી પરિણામ

નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં હાલના વિધાનસભ્ય અને વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાંના નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ઉમેદવાર તિરોંગ અબો, તેમના દીકરા, એક સુરક્ષા અધિકારી સહિત કુલ 11 જણને ઠાર માર્યા હતા. ખોંસા પશ્ર્ચિમ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય 44 વર્ષીય તિરોંગ અબો આ બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા હતા.

પ્રારંભિક અહેવાલમાં આ હુમલામાં સાત જણ માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે 11 જણ માર્યા ગયા હોવાની જાહેરાત કરી હતી. તિરોંગ અબો આસામમાંથી પોતાના મતવિસ્તારમાં જતાં હતાં ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો. તેમની સાથે પરિવારના સભ્યો, ત્રણ પોલીસ અને એક ચૂંટણી અધિકારી હતા.

તિરાપ જિલ્લામાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અંદાજે સવારે 11.30 વાગ્યે તેઓના વાહનો પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે જણાવ્યું હતું કે આ વિધાનસભ્ય અને અન્ય દસ જણ મળીને કુલ 11 જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

હુમલામાં ઘાયલ એક સુરક્ષા અધિકારીને આસામના દિબ્રુગઢની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ આ હિંસા અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોને શોધીને તેઓની સામે કાર્યવાહી કરાશે. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સગાંના દુ:ખમાં સહભાગી છું.

મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને વડા પ્રધાનની કચેરી તેમ જ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ પ્રકરણમાં જલદી પગલાં લેવા વિનંતિ કરી હતી. સંગમાએ ટ્વીટ કર્યું હતું કે નેશનલ પીપલ્સ પાર્ટી (અરુણાચલ પ્રદેશના) પોતાના વિધાનસભ્ય તિરોંગ અબો અને તેમના પરિવારના સભ્યોના મૃત્યુના સમાચારથી ઘણી દુ:ખી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે આ ક્રૂર હુમલાને વખોડી કાઢીએ છીએ અને વડા પ્રધાનની કચેરી તેમ જ રાજનાથ સિંહને આ હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા વિનંતિ કરીએ છીએ. દરમિયાન, અરુણાચલ પ્રદેશની કૉંગ્રેસ સમિતિએ રાજ્યમાંની કાયદો અને વ્યવસ્થામાંની ખામી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને દોષ દીધો હતો.

કૉંગ્રેસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અસલામત છે અને સામાન્ય જનતા પણ અસલામતી અનુભવે છે.

વિપક્ષે આ હુમલાની ઉચ્ચ સ્તરની અદાલતી તપાસની માગણી કરી હતી અને મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ તેમ જ તેમની ભાજપ સરકાર પર બધું દોષારોપણ કર્યું હતું. અગાઉ, તિરોંગ અબો ખોંસા પશ્ર્ચિમની બેઠક પરથી 2014માં પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.

 

May 19, 2019
ahmedabad-rubber-stamp-vector-11776070.jpg
1min6850

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાના સમાચારોએ અમદાવાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. કોઇપણ પ્રકારના પ્રોટેકશન વગર મજૂરોને ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.

અમદાવાદના ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા.  ઘટનાસ્થળેથી મળતી માહિતી ગટરમાં ચોક્કસ પ્રકારના ગેસ ને કારણે તેમાં ઉતરેલા મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાએ ઘટના બાદ જણાવ્યું હતું કે પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી

May 18, 2019
farming.jpg
1min12410

ખેતિવાડી તંત્રએ રૂા.15.10 લાખનો જથ્થો સ્થગિત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વિભાગે 14 સ્થળોએ ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો અંગે ચેકીંગ હાથ ઘરી રૂ.15.10 લાખનો ભેળસેળવાળા બી.ટી.બીયારણ અને જંતુનાશક દવાઓનો જથ્થો સ્થગિત કરતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથમાં આવનારી ખરીફ સીઝનમાં ખેડુતોને ગુણવતાસભર બિયારણો, રાસાયણીક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી ગાંધીનગર ખેતીવાડી વિભાગની સુચનાથી ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ ખેતીવાડી બિયારણો, રાસાયણીક ખાતર, જંતુનાશક દવાના વિતરકોને ત્યાં આજે સવારથી જીલ્લા, ખેતીવાડી વિભાગના અધિકારી વિનય પરમાર, પરેશ ગૌસ્વામી, ભાવનાબેન બારડ,
બી.બી.મોરીએ ભેળસેળ અંગે ચેકીંગની કાર્યવાહી શરૂ કરેલ.
જે મોડીસાંજ સુધી ચાલી હતી. આ ચેકીંગની કામગીરીમાં અનેક પ્રકારની ભેળસેળ સહિતની ગેરરીતી સામે આવતા જથ્થો સીઝ કરવાની સાથે નોટીસો ફટકારવાની કાર્યવાહી કરાયેલ હતી. ગીર સોમનાથ જિલ્લામાં 14 સ્થીળોએ દરોડો પાડેલ હતો.
જેમાં ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો રૂ.15.10 લાખનો જથ્થો સ્થગીત કરાયો છે.