5/9/22 રાષ્ટ્રે વિશેષતઃ રાષ્ટ્રના શિક્ષકોએ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તે માત્ર તેઓનાં પદ માટે નહીં પરંતુ તેઓની વિદ્વત્તા અને તત્ત્વજ્ઞાાનનાં અગાધ જ્ઞાાન મોર અર્પી હતી.
ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ તેઓને ભાવાંજલિ અર્પતા આજના દિવસે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સ્મરીને અભિનંદનો અને અભિવાદનો પાઠવ્યાં હતાં.
અમિત શાહે તેઓના ટ્વિટ ઉપર લખ્યું, ‘શિક્ષક માત્ર બાળકોને શિક્ષિત કરી, તેઓનું ભવિષ્ય સુધારતા નથી પરંતુ એક સશક્ત રાષ્ટ્રને સાકાર કરવામાં પણ અદ્વિતિય પ્રદાન અર્પે છે.’ મહાન વિદ્વાન અને તત્ત્વચિંતક પ્રખ્યાત શિક્ષણ વિદ્ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિના દિને તેઓને પ્રણામ તથા તમામ પરિશ્રમી ગુરૂજનોને શિક્ષક દિને શુભેચ્છાઓ.
ભારતમાં શિક્ષક દિન ૫ સપ્ટે. ૧૯૬૨ના દિવસથી દેશભરમાં ઉજવવામાં આવે છે. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા તે પૂર્વે પ્રોફેસર હતા. તેઓએ વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં શિક્ષણ આપ્યું હતું. તેઓ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય, દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે હતા. જ્યારે આંધ્ર પ્રદેશ વિશ્વ વિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ઓકસફર્ડમાં પણ ઘણાં વર્ષો સુધી શિક્ષણ આપ્યું હતું.
૧૯૫૨માં તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે નિર્વાચિત થયા. દસ વર્ષ સુધી તે પદ પર સેવાઓ આપી. ૧૯૬૨માં તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. તે સમયે તેઓને તેમના વરિષ્ઠ વિદ્યાર્થીઓ મળવા ગયા અને તેઓના જન્મદિન (૫મી સપ્ટેમ્બર)ને દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવા તેઓ પાસે અનુમતિ માગી ઘણી મથામણ પછી તેઓએ તે માટે અનુમતિ પણ આપી ત્યારથી દર વર્ષે ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ તરીકે દેશભરમાં ઉજવાય છે, આ દિવસે તે મહાન વિભૂતિને કોટી કોટી પ્રણામ.
-પ્રત્યેક મહિલાઓએ ૪૦ વર્ષની ઉંમર બાદ દર વર્ષે નિયમિત મેમોગ્રાફી કરાવવી જોઇએ : ડોક્ટર્સ
અમદાવાદ,શનિવાર
ગુજરાત સહિત દેશભરમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. પ્રત્યેક ૨૮ સ્ત્રીમાંથી એક સ્ત્રીને તેના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સરનું નિદાન થતું હોવાનું તારણ એક અભ્યાસમાં સામે આવ્યું છે.
અમદાવાદ ખાતે ચોથી ગુજરાત બ્રેસ્ટ મીટ (જીબીએમ) અને પાંચમી મિડ-યર જીઆઇ ઓન્કોલોજી કોન્ફરન્સ યોજાઇ રહી છે. જેમાં ૨૦૦થી વધુ નિષ્ણાંત ડોક્ટર્સ ભાગ લઇ રહ્યા છે. કોન્ફરન્સમાં ભાગ લઇ રહેલા ડોક્ટર્સના મતે સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સર તથા તેમાં જણાતી જીવલેણતાને કારણે મૃત્યુદર ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યું છે. આ ઉપરાંત બદલાતી જતી જીવનશૈલી અને વિટામીનની ઉણપને કારણે આંતરડાને લગતા કેન્સરના પ્રમાણમાં વધારો થયો છે. ભારતમાં પ્રત્યેક પાંચમાંથી એક વ્યક્તિને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે.
ભારતમાં સ્તન કેન્સરના કેસમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચિંતાજનક વધારો થયો છે. આ અંગે ડો. તનય શાહે જણાવ્યું કે, ‘અદ્યતન જીવનશૈલી, વિલંબ બાદ લગ્ન થવા, માતૃત્વ મોટી ઉંમરે ધારણ કરવું સ્તન કેન્સર માટેના કેટલાક કારણો છે. ૪૦ની વય બાદ પ્રત્યેક મહિલાઓએ દર વર્ષે નિયમિત મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જોઇએ. કેટલીક ગાંઠ પીડા આપનારી નહીં હોવાથી અનેક લોકો તેને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં સહેજપણ શંકા જણાય તો તેના માટે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ‘
– વૈશ્વિક તાપમાન વર્ષ 2022થી 2026 વચ્ચે પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1.1 ડિગ્રી સે. અને 1.7 ડિગ્રી સે. વચ્ચે રહેશે : વર્ષ 2016 થી 2020 ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી
વૈશ્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ ૨૦૨૨થી ૨૬ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડીને ૧.૫ ડિગ્રી સે.થી વધુ થવાની ૫૦ ટકા જેટલી સંભાવના છે તેમ બ્રિટનના હવામાન વિભાગના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, આ વધારો અસ્થાયી હશે, પરંતુ તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.
વર્લ્ડ મેટેઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧.૧ ડિગ્રી સે. અને ૧.૭ ડિગ્રી સે. વચ્ચે રહેશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે એક વર્ષ એવું હશે જ્યારે ગરમી બધા જ વિક્રમ તોડી નાંખશે. જે રીતે ગરમી પેદા કરનારી ગેસ છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ઝડપથી વાતાવરણમાં જમા થઈ રહી છે, તેના કારણે વૈશ્વિક તાપમાન સમય પહેલાં જ વધુ એક પગલું આગળ વધી રહ્યું છે.
વર્ષ ૨૦૧૫માં વિશ્વનું સરેરાશ તાપમાન પહેલી વખત ૧૮૦૦મી સદીના પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧ ડિગ્રી સે. વધ્યું હોવાનું જણાયું હતું. તેને સામાન્ય રીતે ૧૯મી સદીના મધ્યના તાપમાન તરીકે નોંધવામાં આવે છે. તાપમાનના આ સ્તરે ક્લાઈમેટ ચેન્જમાં ચેતવણીના સંકેત આપ્યા હતા. બ્રિટનના હવામાન વિભાગની કચેરીના અધિકારીઓની ટીમે આગામી પાંચ વર્ષના સામાન્ય આકલન અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં વિશ્વમાં સૌથી ગરમ વર્ષ નોંધાવાની સંભાવના ૯૩ ટકા છે. ટીમે ઉમેર્યું કે, ૨૦૨૨થી ૨૦૨૬ના પાંચ વર્ષ પૃથ્વી પર સૌથી ગરમ રહેવાની શક્યતા ૯૩ ટકા છે.
વર્ષ ૨૦૧૫માં જ દુનિયાના નેતાઓએ પેરિસમાં પર્યાવરણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને વૈશ્વિક તાપમાનને બે ડિગ્રીથી નીચે રાખવાના શપથ લીધા હતા. સાથે જ તેઓ વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી સુધી જ જાળવી રાખવાના પ્રયાસો કરવા પણ તૈયાર થયા હતા. ત્યાર પછી ગ્લાસગોમાં થયેલા સીઓપી૨૬ કરારમાં જ નેતાઓએ તેમના ૧.૫ ડિગ્રી સે.વાળા વચનનું પુનરાવર્તન કર્યું હતું. છેલ્લા સાત વર્ષથી વૈશ્વિક તાપમાન ૧ ડિગ્રી પર જળવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. તેનાથી માનવામાં આવે છે કે ૧ ડિગ્રી તાપમાન પણ કોઈક રીતે દુનિયાને અસરગ્રસ્ત કરી રહ્યું છે. ગયા વર્ષે ઉત્તર અમેરિકાના જંગલોમાં લાગેલી આગ અને આ વર્ષે ભારત, પાકિસ્તાનમાં ચાલતી લૂ તેની ભયાનક્તાનું ઉદાહરણ છે.
વડોદરા ખાતે આવેલા મહારાષ્ટ્રના ૬૬ વર્ષીય વૃદ્ધની તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. આજે 9/4/22 ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટરે પ્રમાણિત કર્યું છે કે એ વ્યક્તિને કોરોના પોઝિટિવ હતો. એ વેરિયન્ટ ઓમિક્રોન XE હતો. ભારત સરકારને આ સેમ્પલ ફરીથી એક વખત રીચેકિંગ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકારે કબૂલ્યું છે કે આ વેરિયન્ટ XE જ છે. આ સંજોગોમાં સમગ્ર ભારતમાં સૌથી પહેલો XE વેરિયન્ટનો સત્તાવાર કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ અગાઉ મુંબઈમાં શંકાસ્પદ XE વેરિયન્ટને કેન્દ્રની લેબોરેટરીએ નેગેટિવ લેખાવ્યો હતો.
XE Varient
તજજ્ઞાો કહે છે કે જિનોમ સિક્વન્સિંગમાં મળી આવેલો આ XE વેરિયન્ટ ઓમિક્રોન કરતાં દસગણો વધુ ચેપી છે, પરંતુ ઘાતક નથી. ટૂંકમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન આવેલાં ઓમિક્રોનની માફક અત્યારે ગુજરાતના તમામ નાગરિકોએ આ વેરિયન્ટથી ચેતવાની જરુર છે, ડરવાની જરૂર નથી. કોમ્યુનિકેબલ ડિસીઝ એક્સપર્ટ કહે છે કે કોરોનાની પહેલી લહેરમાં ડેલ્ટા અને ત્યાર બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જોવામાં આવ્યો હતો. તબીબોની ભાષામાં કહીએ તો BA1 અને BA2 આ બંને વેરિયન્ટ ભારતમાં અને દુનિયામાં સૌથી વધુ જોવા મળ્યા હતાં.
મૃત્યુદરની સંખ્યા વધુ જોવા મળી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટે દેખા દિધી હતી. જેનું સંક્રમણ પહેલી બે લહેર કરતાં અત્યંત ઓછું હતું અને માત્ર ગળામાં ખરાશ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળતાં હતાં. તજજ્ઞાો હવે ક્હે છે કે આ સંજોગોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જો ગુજરાતમાં વ્યાપક બને તો તેનો ચેપ વધુ ફેલાશે પરંતુ કોરોનાની પહેલી અને બીજી લહેર માફક આ સ્ટ્રેઇન ઘાતક નીવડે એવી શક્યતા તદ્દન ઓછી છે. પરંતુ સાથોસાથ તજજ્ઞાો કહે છે કે હોસ્પિટલાઇઝેશન ઓછું હશે પરંતુ ડાયાબીટીસ, હાયપર ટેન્શન કે હૃદય રોગની બીમારીથી પીડાતા લોકોએ આ નવા વેરિયન્ટથી ચેતવાની જરુર છે, માટે માસ્ક પહેરવાની કાળજી સહુએ લેવી જરૂરી છે.
જો કોઈ વ્યક્તિને કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમણ થાય તો એક અઠવાડિયું આઇસોલેશનમાં રહેવું જરુરી છે. એમ કહી આ તજજ્ઞાો ઉમેરે છે કે ગુજરાતમાં કુદરતી રીતે મોટા ભાગની વસ્તીએ રોગ પ્રતિકારક શક્તિ મેળવી લીધી છે જ્યારે મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધાં છે. જ્યારે ફ્રન્ટ લાઇન વર્કર્સે બૂસ્ટર ડોઝ પણ લીધો છે. એ સંજોગોમાં તાજેતરમાં થયેલો સીરો સર્વે સુચવે છે કે ગુજરાતના લોકોમાં એન્ટી બોડી અને ટી સેલ સેલ્યુલર ઇમ્યુનિટી પણ ખાસી વધારે માત્રામાં જોવા મળી છે. એ દૃષ્ટિએ ખાસ ચિંતાજનક માહોલ જણાતો નથી છતાં પણ અણી ચૂક્યો સો વર્ષ જીવે એ કહેવત યાદ રાખવાની જરુર છે. સદનસીબે કોરોનાના નવા વેરિયન્ટથી શૂળીનો ઘા સોયથી સર્યો એમ કહી શકાય.
અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.
SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.
વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.
સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.
SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.
ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે.
વધતી જતી ટેકનોલોજી અને સતત ધ્યાન ભટકાવનારા આ વિક્ષેપજનક યુગમાં, માતા-પિતા માટે બાળકોના ધ્યાનને કેન્દ્રિત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેથી ‘ધ્યાન’નો સાચો અર્થ શું છે તે સમજવું એ તેમના બાળકોમાં યાદશક્તિ, ભાષા, વાંચન, લેખન અને સામાન્ય શિક્ષણ જેવા જટિલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે નિર્ણાયક છે, જે તમામ ધ્યાન સાથે સંબંધિત છે.
ધ્યાનની પાઠ્યપુસ્તકમાં આપેલી વ્યાખ્યા એ છે કે, કામ પ્રત્યે યોગ્ય રસ ઊભો કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતા. તે સામાન્ય રીતે આપણી પ્રેરણા, પ્રેક્ટિસ, સંવેદનાત્મક એકીકરણ અને ભાષાને પકડવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, આપણે જમીન પર ઘસરકા કરીએ, તો ધ્યાન ‘ચોક્કસ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા’ની સરળ સમજણથી ઘણું આગળ નીકળી જાય છે. તેમાં સ્પર્ધાત્મક માહિતી, ઉત્તેજના અને સંવેદનાઓની વિશાળ માત્રાને અવગણવી અને ટ્યુનિંગ કરવાનો પણ સમાવેશ થાય છે, જે આ ક્ષણે સંબંધિત નથી.
તો ચાલો જોઈએ કે, ધ્યાનમાં કયા તત્વોનો સમાવેશ થાય છે અને આપણે કેવી રીતે આપણા બાળકોના ધ્યાનના સમયગાળાને વધારીને તેમની શીખવાની ક્ષમતાઓને વધારી શકીએ છીએ અને જીવનભરના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે પાયો પૂરો પાડી શકીએ છીએ.
ધ્યાનને સમજવું આ સંદર્ભમાં, ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આસપાસની ઉત્તેજનાને દિશા આપવાની, નિયંત્રણની, ધ્યાન જાળવવાની અને ઊર્જાને લક્ષ્ય બનાવવાની અદ્રશ્ય માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, બાળક પોતાનો વારો આવવાની રાહ જોતું હોય, તેમના વર્ગખંડની બહાર ભસતા શ્વાનને અવગણવું, જેથી તેઓ શિક્ષકની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, અથવા બાળક સતત સળવળાટ કરે છે અને મૂંઝવણ અનુભવે છે.
જ્ઞાનાત્મક બાજુ અને વર્તણૂકીય બાજુ વચ્ચેના ગાઢ આંતર-સંબંધનું ઉદાહરણ એ રીત છે જે રીતે બાળક વિડીયો ગેમ્સ રમવામાં કલાકો પસાર કરી શકે છે. આ રમતો સંગીત, ગ્રાફિક્સ અને સમસ્યાઓના ઉકેલનો ઉપોયગ કરીને મગજના ચોક્કસ ભાગોથી ધ્યાન કેન્દ્રિત કરવા અને જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે જ્ઞાનાત્મક ભાગ છે. પરિણામે, બાળકો ગેમ કન્ટ્રોલરને પકડીને સોફા પર એક જગ્યાએ બસી રહેશે, જ્યારે કેટલીક વખત હતાશામાં આવીને જોરથી બૂમો પાડશે, જે વર્તણૂકનો ભાગ છે.
ધ્યાન તેમના ભાવનાત્કમ સ્વાસ્થ્ય, તેમની આસપાસ બનેલી કે બનતી ઘટનાઓ, જેવિકે પરિબળો જેવા કે ભૂખ્યા હોવું, ઊંઘમાં હોવું અથવા થાકેલા હોવું, ઉંમર, વિષયમાં વ્યક્તિગત રસ, શીખવાની અક્ષમતા, મૂડ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવા અન્ય પરિબળો દ્વારા પણ સંચાલિત થાય છે. બાળકના ધ્યાનના સમયગાળાને અસર કરતા ઘણાબધા પરિબળો હોવાથી બાળકને સતત મુશ્કેલીઓ આવી રહી હોય , જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે, ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ત્યારે બાળક શીખતું હોય અને લાંબો સમય કામ કરતું હોય તે દરમિયાન માતા-પિતાનું સક્રિય અવલોકન અને બાળક સાથે તેમની સહભાગિતા મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, જાણીતી ઓસ્ટ્રેલિયન ડિજિટલ હેલ્થ કંપનીની Tali Detect એપ જેવીનવી ટેકનોલોજીનો ઉપયોગ, માતા-પિતાને એ સમજવામાં મદદ કરી શકે છે કે તેમનું બાળક ધ્યાન કૌશલ્યના વિકાસ સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે.
અલગ-અલગ બાળકોમાં ધ્યાન કઈ રીતે કામ કરે છે આપણે બધા જાણીએ છીએ કે, બાળકનું ધ્યાન પુખ્ત વયના લોકો કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ ધ્યાન પણ દરેક બાળકમાં બદલાય છે. TALiના ક્લિનિકલ લીડ, ડો. સિમોન ગિન્ડિડિસે સમજાવ્યું કે, ધ્યાન સમજવાની સરળ રીત એ છે કે, ફ્લોર પર બેઠેલા બાળકોના વર્ગખંડની કલ્પના કરવી અને રૂમની આગળના ભાગમાં તેમના શિક્ષક સૂચનો આપે છે. વર્ગખંડમાં ઝાંખો પ્રકાશ છે અને ઓરડામાં મોટાભાગના બાળકોના માથા પર સ્પોટલાઈટ હોય છે. દરેક સ્પોટલાઈટ અલગ-અલગ કદની હોય છે, પરંતુ ચોરસ રીતે રૂમની આગળની તરફ લક્ષિત હોય છે. સ્પોટલાઈટ બાળકો બાકીના રૂમને ફિલ્ટર કરવામાં સક્ષમ છે (કારણ કે ત્યાં તદ્દન અંધારું છે) અને જ્યાં તે હોવું જરૂરી છે, ત્યાં પ્રકાશ ફેંકે છે. ધ્યાનમાં નબળા બાળક માટે, તેમના પ્રકાશનો સ્ત્રોત વાસ્તવમાં સ્પોટલાઈટને બદલે મીણબત્તી છે. તેથી, જ્યારે તે બાળક તેના પ્રકાશને શિક્ષક તરફ દિશામાન કરે છે, ત્યારે આખો ઓરડો પણ પ્રકાશિત થાય છે. આખો ઓરડો ઝળહળતો હોવાથી, બાળક જોઈ શકે છે કે બીજી હરોળમાં રહેલો નાનો જોની તેના બૂટની દોરી સાથે રમી રહ્યો છે, અને ડેસ્ક પર એક રમકડું પડ્યું છે, જેની સાથે તેઓ રમવાનું પસંદ કરે છે, અને તેમને એ પણ ખ્યાલ આવે છે કે તેમને ભૂલ લાગી છે અને દિવાલ પરની ઘડિયાળ જોરથી અવાજ કરી રહી છે.
ડો. સિમોન આ કલ્પનામાં જે મુખ્ય બાબત પર પ્રકાશ પાડે છે, તે એ છે કે, બાળકોના મગજ અલગ-અલગ હોય છે, અને કેટલાકમાં પ્રકાશનો સ્ત્રોત બાકીના કરતા અલગ હોય છે. આપણે આ બાળકોને તેમના વિશ્વને સમજવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં જેટલી વહેલી મદદ કરી શકીએ, તેટલી જ તેઓ તેમના જીવનમાં અન્ય પડકારોને દિશા આપવામાં સક્ષમ થવાની શક્યતા વધારે રહે છે.
બાળકોમાં રહેલી ધ્યાનની નબળાઈઓમાં શરૂઆતથી હસ્તક્ષેપ શા માટે મહત્વપૂર્ણ છે સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે, ધ્યાનની મુશ્કેલીઓ ધરાવતા લોકો તેમના સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સંઘર્ષ કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેઓ યુવાન પુખ્ત વયના અને તેના કરતા મોટ થાય ત્યારે તેઓ માનસિક સમસ્યાઓ અને ઓછા આત્મસન્માનનો અનુભવ કરે છે. વધતા પુરાવા દર્શાવે છે કે, બાળકોમાં શક્ય તેટલું વહેલી તકે ધ્યાનના મુદ્દાઓને ઓળખવા અને તેના પર કામ કરવું એ તેમની ભાવિ સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, અને તેનાથી માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના પરિવાર, શિક્ષકો અને વ્યાપક સમુદાયને પણ લાંબા ગાળાના લાભ થાય છે.
એટલે જ, માતા-પિતા બાળકોને તેમના નાનપણથી જ ધ્યાન આપવાની કુશળતા વિકસાવવામાં અને ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના બાળકને જે રીતે ટેકો આપી શકે છે, તેમાં સૂચનાઓને તોડીને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને બાળકો હાથમાં રહેલા કાર્યોમાં સફળ થઈ શકે અને જ્યારે તેઓ સફળ થાય ત્યાર તેમને સકારાત્મક પ્રતિસાદ આપી શકે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો પણ માતાપિતાને ભલામણ કરે છે કે, બાળકો સામાન્ય રીતે જે વિક્ષેપો અનુભવે છે તેમાં ઘટાડો કરે. અતિશય ઉત્તેજના બાળકના ધ્યાનના સમયગાળા સામે પણ કામ કરી શકે છે અને આ અનુભવને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં બાળકોના એક્સેસને મર્યાદિત કરવી શ્રેષ્ઠ બાબત છે.
આ બધા ઉપરાંત, એ યાદ રાખવું જરૂરી છે કે, દરેક બાળકનું મગજ અલગ હોય છે અને જેટલી વહેલી તકે આપણે તેમને તેમની દુનિયાને સમજવામાં મદદ કરવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં મદદ કરી શકીએ, તેમના જીવનમાં અન્ય પડકારોને નેવિગેટ કરવામાં તેઓ સફળ થવાની શક્યતા વધી જાય છે.
તમારું બાળક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે કે કેમ તે જાણવું ધ્યાન મગજના ઘણા અનન્ય ક્ષેત્રોને સમાવે છે અને ધ્યાનની મુશ્કેલી ઘણીવખત બીજા પડકારોની સાથે ઊભી થાય છે. તેથી તે હંમેશા સ્પષ્ટ નથી હોતું કે ધ્યાનની મુશ્કેલીઓ અન્ય નબળાઈઓને ઢાંકી રહી છે કે તેનાથી ઉલટું છે. આથી જ ક્લિનિકલ સ્તરે, ત્યાં ઘણી મુખ્ય વર્તણૂકો છે, જે માપવામાં આવે છે, તે સૂચવે છે કે, શું બાળક ધ્યાનની મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. માતા-પિતા તેમના બાળકો પર વધારે ધ્યાન આપીને આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે અને તેમનું બાળક કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે વિશે દેખાતા હોય તેવા કોઈપણ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.
માતા-પિતા ઘણીવાર તેમના બાળકની જ્ઞાનાત્મક શૈક્ષણિક અને વર્તણૂકીય શક્તિઓ અને નબળાઈઓને સમજનારા સૌ પ્રથમ લોકો હોય છે. જો તેમને લાગતું હોય કે કંઈક સારી રીતે કામ કરી રહ્યું નથી, તો યોગ્ય હેલ્થકેર પ્રેક્ટિશનરને મળવું યોગ્ય છે, જે ધ્યાન અને શીખવાની સમસ્યાઓ માટે તેમના બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સારા સમાચાર એ છે કે, માતા-પિતા પાસે હવે TALi DETECT દ્વારા તેમના બાળકના ધ્યાનનું મૂલ્યાંકન કરવાની વધારાની રીત છે. Tali ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાંથી એકમાં અગ્રણી બાળપણ સંશોધનો દ્વારા વિકસિત ધ્યાન મૂલ્યાંક એપ્લિકેશન પ્રદાન કરે છે. સતત વ્યસ્ત રાખતી ગેમ આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા માતા-પિતા તેમના બાળકનું ધ્યાન તપાસી શકે છે અને તેમની ઉંમરના અન્ય બાળકો સાથે તુલના કરી શકે છે. Taliનું બિનહાનિકારક, ડિજિટલ ધ્યાન મૂલ્યાંક સાધન મફત ઉપયોગ કરી શકાય છે અને તે એન્ડ્રોઈડ અને એપલ બંને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એકવખત માતા-પિતા સમજી લે કે કઈ રીતે તેમનું બાળક સરખામણી કરે છે, ત્યારે તેમની પાસે ક્લિનિકલી સાબિત 5 અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે, જે તેમન બાળકના ધ્યાન કૌશલ્યને મજબૂત કરવા માટે ઈન્ટરેક્ટિવ ગેમ આધારત કસરતોનો ઉપયગો કરે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરવા અને ખરીદવા માટે પણ ઉપલબ્ધ છે.
દરોડાના કેસમાં કે દરોડાના કેસમાં અપીલ કરનારાઓના કેસમાં આવકવેરા અધિકારીઓએ વોટ્સ અપ પર ચલણી નોટ્સ મોકલીને તે ચલણી નોટ લઈ આવનાર મારફતે આંગડિયા પેઢી મારફતે લાંચના પૈસા મંગાવી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું આવકવેરા ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓનું જ કહેવું છે.
દરોડા પાડનારા વિભાગમાં બહુ જ મોટું કરપ્શન ચાલતું હોવાથી દરોડા અંગેની વિગતો પણ અધકચરી જ જાહેર કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટના કૌભાંડમાં સંડોવાયેલા અને તાજેતરના ભૂતકાળમાં જ દરોડા હેઠળ આવેલા એક ડેવલપરે તગડું બિનહિસાબી નાણું એકત્રિત કર્યું હોવા છતાં તેનો કેસને બહુ જ સિફતથી દબાવી દેવામાં આવ્યો છે.
કરદાતાઓના અન્ય એસેસમેન્ટ પેસલૅસ થાય છે. પરંતુ દરોડાના કેસમાં કરવામાં આવતી આકારણીના કિસ્સાઓમાં કે પછી ટ્રાન્સફર પ્રાઈસિંગના કેસોમાં આજની તારીખે પણ એસેસમેન્ટ માટે ફેસ ટુ ફેસ મિટિંગ થાય છે. આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા અધિકારીઓ સીધી લાંચ લેતા નથી. તેઓ જે તે આંગડિયાને એક ચલણી નોટનો ફોટો મોકલી દે છે.
આ ફોટાવાળી ચલણી નોટ જે વ્યક્તિ લઈને આવે તેને કંઈપણ પૂછ્યા વિના જે નક્કી થયેલી હોય તે રકમ આપી દેવાની હોય છે. આ રકમ આપતી વખતે આંગડિયા પેઢીના માણસો જે ચલણી નોટનો ફોટો મોકલવામાં આવ્યો હોય છે ત ે ચલણી નોટ પોતાના હાથમાં લઈ લે છે. જેથી કરીને કોઈ બીજીવાર પૈસા લેવા આવી શકે જ નહિ.
ટ્રાન્સફર પ્રાઈસિંગમાં પણ કંપનીઓ ઓછો નફો બતાવવા માટે જાતજાતના ખેલ કરે છે. તેમના કેસની આકારણી પણ ફેસ ટુ ફેસ જ થાય છે. તેમની સાથે જે અધિકારીઓને પનારો પડે છે તે અધિકારીઓને ટ્રેપ થઈ જવાનો ભય લાગે છે. તેથી તેઓ પોતાના હાથમાં કરપ્શનના નાણાં એટલે કે લાંચરૂશ્વતના નાણાં લેતા જ નથી.
તેઓ તેમના કોઈ માણસને મોકલીને આંગડિયા પેઢી મારફતે તે નાણાં મેળવી છે. અમદાવાદના અધિકારીઓ જયપુર, મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશના કોઈ શહેરમાંની આંગડિયા પેઢીએ પોતાના માણસોને મોકલીને કરપ્શન મની કલેક્ટ કરાવે છે. પરિણામે તેમને સીધી લાંચ લીધી હોવાનું પ્રસ્થાપિત થતું નથી.
તેથી જ દરોડા પાડવાના વિભાગમાં નોકરી કરવાની તક મળ્યા પછી તેમાંથી તેમની ટ્રાન્સફર ન થાય તે માટે સંબંધિત અધિકારીઓ પોતાની તમામ ક્ષમતાને તથા તમામ ઓળખને કામે લગાડી લેતા હોય છે. તાજેતરના મહિનાઓમાં અમદાવાદના એક અધિકારીની મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અધિકારીએ તેની તમામ ઓળખને કામે લગાવી લઈન ેતેની ટ્રાન્સફર 48 કલાકમાં જ રદ કરાવી લીધી હતી.
વર્ષ ૨૦૨૧ શૅરબજાર માટે અત્યારસુધી ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ અને ખાસ તો પ્રાઈમરી માર્કેટ નવાં ભરણાં (આઈપીઓ)ની બજાર માટે અતિ સારું રહ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં આવેલા ૫૧ આઈપીઓમાંથી ૩૮ આઈપીઓના ભાવ તેની ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહ્યાં છે. અમુક કંપનીઓના ભાવ તો ઓફર પ્રાઇસથી ડબલ પણ થયા છે. પેટીએમના અપવાદને બાદ કરતા એકંદરે રોકાણકારો મોટેભાગે કમાયા છે, આ કંપનીઓ એક લાખ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ ઊભું કરવામાં અને પોતાની બ્રાન્ડ ઊંચે લઈ જવામાં સફળ થઈ છે. અલબત્ત, આમાંથી ઘણી કંપનીઓના શેરના ભાવ લિસ્ટિંગ બાદ ધીમે-ધીમે ઘટવા લાગ્યા છે. અર્થાત્ આ ઘોડા મહત્તમ દશેરાના દિવસે જ દોડ્યા કહી શકાય. બાકી ઓકે-ઓકે. હજી કેટલીક નામાંકિત કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને આગામી થોડાં સપ્તાહમાં તે પણ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જોકે તાજેતરમાં પેટીએમના આઈપીઓ મારફત મળેલા પાઠ બાદ રોકાણકારોમાં એલર્ટ આવ્યા છે. જો કે લેટેન્ટના આઈપીઓની ભવ્ય સફળતાએ ફરી નવી આશા જગાવી છે. તેથી જ આ વિષયમાં કેટલીક બાબતો સમજવી અને તેનો અમલ કરવો જરૂરી છે.
આઈપીઓમાં રિટેલ રોકાણકારો બહુ મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે અને આઈપીઓમાં રોકાણ મારફત લિસ્ટિંગ સમયે અદ્ભુત વળતર મળી રહ્યું છે એટલે ઝટપટ કમાઈ લેવાની વૃત્તિવાળા રોકાણકારોનું ઘોડાપૂર પ્રાઈમરી માર્કેટમાં આવ્યું છે અને તેમાંના ઘણાં શેરો આઈપીઓની ૨૦૦૯ અને ૨૦૧૧ની તેજી કરતાંય સારી કામગીરી કરી રહ્યા છે. તમે હજી આઈપીઓ બજારમાં સામેલ ન થયા હો પરંતુ હવે તેમાં રોકાણ કરવા માગતા હો તો તમારે મૂડીરોકાણ કરવા પૂર્વે અને પછી પણ નીચેના પાયાના-મહત્ત્વના મુદ્દાઓ ચકાસી જવાની જરૂર છે. તમે શોર્ટ ટર્મ રોકાણકાર હો અને માત્ર લિસ્ટિંગ બાદ નીકળી જવાનો વિચાર હોય તો આ વાત સાવ જ જુદી છે, પરંતુ તમે ગંભીર રોકાણકાર છો અને શેર ધરાવી રાખવા માગો છો તો વાત સાવ અલગ છે. હંમેશાં પ્રોસ્પેક્ટસ વાંચો પ્રોસ્પેક્ટસ એવો દસ્તાવેજ છે, જેમાં સંભવિત રોકાણકારોને આમંત્રણ આપવામા આવ્યું હોય છે. પ્રોસ્પેક્ટસમાં બિડ રેન્જ, લઘુતમ બિડ, આઈપીઓ ખૂલવાની અને બંધ થવાની તારીખો આપેલી હોય છે. આમાં ખાસ ધ્યાન બિડની રેન્જ પર આપવાની જરૂર છે, કારણ કે ખોટ કરતી કંપનીઓ આઈપીઓ લઈને આવવાના કિસ્સા વધી રહ્યા છે એટલે બિડની રેન્જ પ્રાપ્ત થયેલી બિડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આથી તમારે તમારા બ્રોકરને સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર છે કે તમે ઓછામાં ઓછા કેટલા શેર્સ શું કિંમતે ખરીદવા તૈયાર છો. તમારા બજેટની અધિક કિંમત હોય તો તમે એ ચીજ ન ખરીદો એના જેવી આ વાત છે. વ્યક્તિગતપણે કે સંયુક્તપણે મૂડીરોકાણ કરવું તમે જે ખાતામાંથી રોકાણ કરો એ વ્યક્તિગત કે જોઈન્ટ હોઈ શકે છે. જો એકાઉન્ટ જોઈન્ટ હોય તો જોડાયેલી વ્યક્તિઓ સાથે રોકાણની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ્સ વગેરેની ચર્ચા કરી લેવી સારી જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય અને કૌટુંબિક સંબંધ ન બગડે. કોઈ એક ખાસ વર્ગના રોકાણ માટે કુટુંબના સભ્યો વચ્ચે મૂડીરોકાણ અને તેના જોખમ લેવાના પ્રમાણ સંબંધિત સંમતિ અંગેનું કરારનામું પણ થઈ શકે છે. આ કરારમાં કુટુંબની કઈ વ્યક્તિઓ રોકાણનો કારભાર કરશે એની અને જરૂરી ગુપ્તતા જાળવવા માટેની જોગવાઈ પણ કરી શકાય. જ્યારે તમે આ અંગે અનિશ્ર્ચિત હો ત્યારે કાનૂની સલાહ લો. કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરો કંપનીનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ કંપનીનું સાચું ચિત્ર દર્શાવવા માટેનો દસ્તાવેજ છે. કંપનીનો ઈતિહાસ અને અન્ય કંપનીઓ સાથેના તેના તાણાવાણા જાણવા માટેનો એ શ્રેષ્ઠ દસ્તાવેજ છે. કંપની આઈપીઓ લાવીને એટલે કે તમને શેરો વેચીને એ ભંડોળનું શું કરવા માગે છે એના પર ધ્યાન આપો. આ દસ્તાવેજ ઘણો લાંબો હોય છે પરંતુ તેમાંની મહત્ત્વની વિગતો જેવી કે જોખમી પરિબળો પર નજર ફેરવી લો એ જરૂરી છે. શું એ જોખમો તમે કે તમારા ભાગીદારો તમારી આર્થિક શક્તિનો વિચાર કરી લેવા માગો છો કે નહિ તે નક્કી કરો. કંપની વિરૂદ્ધ કયા અને કેવા કેસો પેન્ડિંગ છે એ પણ જાણી લો. આવા કેસોની યાદી પણ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવી હોય છે. કેસોનો નિકાલ કંપનીની તરફેણમાં આવવાની સંભાવનાનો અંદાજ પણ તમને તેનાથી આવી શકે છે. કંપની પર કેવી નાણાકીય જવાબદારી આવી શકે છે એ સમજી લેવામાં સાર. માર્કેટ ઓવરવ્યુનું મહત્ત્વ તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે રોકાણકાર છો અને કંપનીએ ભૂતકાળમાં વેન્ચર કેપિટલિસ્ટ્સને જે વચનો આપીને રોકાણ પ્રાપ્ત કર્યું હતું એ હવે તમને આપવામાં આવી રહ્યાં છે પણ તમારી સ્થિતિ વેન્ચર કેપિટલિસ્ટ્સિની તુલનાએ ભિન્ન છે. એટલે તમારે સ્વતંત્ર રીતે વિચાર કરવો જોઈએ કે શું આ રોકાણ કરવું યોગ્ય છે કે નહિ. પ્રોસ્પેક્ટસમાં એક શીર્ષક હોય છે ‘માર્કેટ ઓવરવ્યૂ’ તેમાં બજારની સ્થિતિનો અને સંભવિત જોખમોનો ચિતાર હોય છે એનો વિચાર તમારા લાભ માટે કરી શકો છો. ઘણી એવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની સર્વિસીસ કે પ્રોડક્ટ્સ આપણે વાપરતા હોઈએ અથવા એવી કંપનીઓ કે જેને આપણે જાણતા હોઈએ. દાખલા તરીકે ઝોમેટો, પેટીએમ, નાયકા પરંતુ તેમાં રોકાણ કરવા માટે તો તે કંપનીઓની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવો જ પડે. માત્ર સાંભળેલી વાતોથી કે પાયાની જાણકારીના આધારે તેમાં રોકાણ કરાય નહિ. તમારી વર્તમાન કંપની સાથેનું ઘર્ષણ જો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તમે જે કંપનીમાં રોકાણ કરવાના છો એ કંપની તમારી વર્તમાન કંપનીની હરીફ હોય તો તમારે સાવધ થઈ જવું જરૂરી છે. અગાઉ તો એવું હતું કે તમે વ્યક્તિગત રૂપે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એનાથી તમે જેમાં કામ કરો છો એ કંપનીને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે કંપનીઓ અગાઉથી એવી શરત તમારા નિમણૂક પત્રમાં સામેલ કરી દે છે કે તમે એ જ ક્ષેત્રની અન્ય કોઈ કંપનીમાં મૂડીરોકાણ નહિ કરો. તમારે રોકાણ કરવા પૂર્વે એ તપાસી લેવું જોઈએ કે તમે આવી કોઈ શરત પર સહી કરી છે કે નહિ. એ શક્ય છે કે તમે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તે કંપની તમારી વર્તમાન કંપની સાથે સંઘર્ષમાં હોય. કેપિટલ ગેઈન્સ અને ટેકસ તમે જે નફો આઈપીઓના લિસ્ટિંગ સમયે કમાઓ છો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને તેની જાણ તમારે તમારા આવકવેરાના રિટર્નમાં કરવાની રહે છે. હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર જોડાયેલાં હોવાથી એ સંભવ છે કે આવકવેરા વિભાગની નજર તમારા પર હોય અને તે એવી અપેક્ષા રાખતા હોય કે તમે પ્રામાણિકપણે આઈટી રિટર્ન ફાઈલ કરો. તમે જે રોકાણ કરો અને નફો કરો એનો સતત તાળો મેળવતા રહો. તમારા એ સોદાઓની તમારા આઈટી રિટર્ન પર શી અસર થશે એની સલાહ પણ પ્રોફેશનલ કરનિષ્ણાત પાસેથી લો. આઈટી રિટર્નમાં આવકનાં પાંચ શીર્ષક હોય છે અને તેમાં કેપિટલ ગેઈન્સનો પણ સમાવેશ છે એટલે તમે પગારની દૃષ્ટિએ આવકવેરાના નીચા ટેક્સ બ્રેકેટમાં ભલે આવતા હો પરંતુ એ શક્ય છે કે આઈપીઓ રોકાણમાંથી થયેલા નફાને પગલે તમે આવકવેરાના ઊંચા બ્રેકેટમાં આવી જાઓ. આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોની માનસિકતા આઈપીઓમાં વિવિધ માનસિકતા સાથેના રોકાણકારો ભાગ લે છે. એક, સાવ નવા રોકાણકારો, જેઓ આઈપીઓને એન્ટ્રી પોઈન્ટ ગણે છે. બીજા, આઈપીઓમાં ઝટપટ નફો મેળવવા રોકાણ કરે છે, તેમનો હેતુ લિસ્ટિંગ બાદ ભાવ ઊંચા જાય કે તરત નફો લઈ લેવાનો હોય છે. ત્રીજા પ્રકારના રોકાણકાર કંપનીનો ટ્રેકરેકોર્ડ મજબૂત હોય અને પ્રમોટર્સ-મેનેજમેન્ટ ગ્રુપ સારું હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરવાના ઈરાદાથી શેર જાળવી રાખવા રોકાણ કરે છે. ઘણાં આઈપીઓની ગ્રે માર્કેટ (બિન-સત્તાવાર) માર્કેટના ટ્રેન્ડને જોઈ રોકાણ કરે છે. અમુક પોતાની પાસેની વધારાની પ્રવાહિતાને આધારે રોકાણ કરી દે છે. હાલ તો મોટા ભાગના રોકાણકારો લિસ્ટિંગ બાદ તરત નફો કરવા રોકાણ કરતા થયા છે. અગાઉ લોકો લોંગ ટર્મ માટે કરતા હતા, હવે શોર્ટેસ્ટ ટાઈમ માટે કરે છે. આવા રોકાણકારો ફાઈનાન્સ મેળવીને રોકાણ કરતા હોવાથી તેમની હોલ્ડિંગ કેપેસિટી હોતી નથી.
આઈપીઓ સંબંધી આ હકીકત કાયમ યાદ રાખો
આઈપીઓ માટે એક પાયાની વાત એ સમજી રાખો કે આઈપીઓ લાવનાર મોટાભાગની કંપનીઓ પોતાનું ગુલાબી ચિત્ર જ તમારી સમક્ષ મૂકશે. સેબીની આઈપીઓ સંબંધી ભાવ નીતિ મુકત હોવાથી કંપની તેના શેરની ઓફર પ્રાઈસ બેફામ મૂકે છે. મર્ચન્ટ બેન્કર્સ તેમને ફુલ સપોર્ટ કરે છે, કારણ કે તેમને તગડી ફી કંપની જ ચૂકવે છે. આ સાથે વિવિધ મીડિયા, પીઆર,ચોકકસ બ્રોકરોની મંડળી સહિત ઘણી તકવાદી હસ્તીઓ આ વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લે છે, તેમને મન તો વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરોનો મંત્ર જાપ ચાલતો હોય છે. કંપનીઓ એકવાર ભંડોળ ઊભું કરી લે એ પછી તે પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં મોટી રકમ ઘર ભેગી પણ કરાય છે. અથવા તેની બીજી કંપનીઓમાં પણ શિફટ કરાય છે. જેથી રોકાણકારોએ એ પણ જોવું જોઈએ કે કંપની કયાં નાણાંનો વપરાશ કરવા ભંડોળ ઊભું કરી રહી છે. એ પછી કંપની કયાં નાણાં વાપરી રહી છે. આ બધાં કંપનીના હિસાબમાં મળે છે. ઘણી કંપનીઓ પોતાનું દેવું ઓછું કરવા ભંડોળ ઊભું કરે છે. કેટલીક કંપનીઓ રોકાણકારોના ભોગે બિઝનેસના જોખમો ઊઠાવે છે. અમુક કંપનીઓ પોતાનું હોલ્ડિંગ ઓછું કરવા અને તેના અન્ય પ્રાથમિક રોકાણકારોને છૂટા કરવા આઈપીઓ લાવતી હોય છે, જેમાં નાણાં ખરેખર કંપનીના બિઝનેસમાં નહીં બલકે પ્રમોટર્સના અને પ્રાથમિક રોકાણકારોના ખિસ્સામાં જાય છે. તેથી જ અનેક આઈપીઓમાંથી કેટલાંય આઈપીઓ અમુક વરસ બાદ ગુમ થઈ જાય છે અથવા તેના શેરના ભાવ અડધા યા ઢીલા પડી જાય છે. તેનો ચાર્મ ખતમ થઈ જાય છે. ઉત્સાહથી શેરો ખરીદનારા રોકાણકારો છેલ્લે ઉદાસીન રહી જાય છે. હવે તમારે શું કરવું એ તમારે પોતાની વિવેકબુદ્ધિના આધારે નકકી કરવું જોઈશે.
કોરોનાના સમયમાં ઘરમાં રહીને મોજ માણ્યા બાદ સ્કૂલ ટીચરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ૧૯ મહિના બાદ પોતાના મિત્રોને મળવાનો આનંદ અનેરો જ હતો.
જોકે આટલા સમય બાદ વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી શિક્ષકોને હેરાન કરી મૂકનારી હતી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશ કર્યા બાદ તેઓ શિસ્ત ભૂલી ગયા છે, એવી ફરિયાદ શિક્ષકો દ્વારા થઈ રહી છે.
દોઢ વર્ષ બાદ શહેરની સ્કૂલોનું ચિત્ર ખુશનુમા તો હતું, પણ ટીચરો માટે એ માથાનો દુખાવો બની ગયું હતું. અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હળવામળવાને બદલે રીતસર બાખડતા હોવાનું પણ જોવા મળ્યું હતું તો તેઓ ડિસિપ્લીનનો બિલકુલ અભાવ જોવા મળ્યો હતો. ઓફલાઈન ક્લાસ ચાલતા હતા એ સમયે અનેક ક્લાસટીચરોએ બાળકોને ડિસિપ્લીનમાં રહેવાનું શીખવ્યું નહોતું. આને કારણે સ્કૂલનું વાતાવરણ પણ ડહોળાયેલું હતું. વિદ્યાર્થીઓની આવી હરકતોને કારણે હવે તેઓને ફરીથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા જરૂરી છે, એવું એક સ્કૂલના ટીચરે જણાવ્યું હતું. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ડિસિપ્લીનમાં લાવવાનું કામ અઘરું બની રહ્યું છે ટીચરો માટે. ઓફલાઈન સમયે ડિસિપ્લીનનો પાઠ ન ભણાવનારા શિક્ષકોએ હવે નવેસરથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા પડશે.
જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.
આપણે આજે જે વિશાળ ભારતને જોઈને ગર્વ અનુભવીએ છીએ તેની કલ્પના પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિના શક્ય નથી. આ સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિ અને નેતૃત્વ કૌશલ્યનું પરિણામ છે, જેણે દેશના નાના રજવાડાઓ અને રાજવીઓને ભારતમાં એક કર્યા હતા. આજે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પકાર સરદાર પટેલની જન્મજયંતિ ૧૪૬મી જન્મ જયંતી છે.
આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાહિત્યકાર અને ‘મહામાનવ સરદાર’ના લેખક દિનકર જોશી સાથે વાતચીત કરી હતી. સરદાર પટેલના જીવન મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “સ્વને ઓગળી સામાજિક પ્રવૃત્તિ કરવી અને કામને મહત્ત્વ આપવાનો ગુણ છે, તે દરેકે ખાસ શીખવા જેવો છે.” તેમણે ઉમેર્યું કે “સરદાર પટેલની અદ્ભુત કામગીરી વિશે જાણવું હોય તો તેમના વિશે અચૂક વાંચવું જોઈએ. ઉપરાંત સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિશેની વાર્તા પણ વાંચવા જેવી છે.”
આ દિવસે જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.
૧. મહામાનવ સરદાર
સરદાર પટેલ વિશેની અજાણ સત્ય હકીકતો અને ઘટનાઓને સાર્થક કરતું આ અજોડ પુસ્તક ગુજરાતી ભાષામાં જાણીતા સાહિત્યકાર દિનકર જોશીએ લખ્યું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ના સમયની ઘણી નાની-મોટી રાજકીય વાતો કે જે કોઈક ખૂણે ખોવાય ગઈ છે. તેનું સચોટ વર્ણન આ પુસ્તકમાં છે. સાથોસાથ સરદાર સરદાર પટેલની વિચારધારનું સ્પષ્ટ દર્શન આ પુસ્તક કરાવે છે. આ પુસ્તકનો ગુજરાતીમાંથી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.
અખંડ ભારતના મહાશિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં યશવંત દોશીએ લખ્યું છે. સરદારનું વિગતવાર જીવનચરિત્ર રસપ્રદ રીતે આ પુસ્તકના બે ભાગ દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા વિગતે આલેખવામાં આવી છે.
૩. સરદાર પટેલ – એક સમર્પિત જીવન
રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ – અ લાઈફ’નો ગુજરાતી અનુવાદ ‘સરદાર પટેલ – એક સમર્પિત જીવન’ નગીનદાસ સંઘવીએ કર્યો છે. સરદાર સહિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓની કામગીરીની પણ માહિતી છે. સ્વતંત્રતા પહેલાના ભારતમાં બિરલા અને સારાભાઈની ભૂમિકાની પણ આ પુસ્તકમાં રસપ્રદ છણાવટ છે. ઉપરાંત ગાંધી, નહેરુ અને સરદારના પણ અનેક પ્રસંગ આ પુસ્તકમાં છે. પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
૪. સરદાર એટલે સરદાર
ગુણવંત શાહે લખેલા આ પુસ્તકમાં સરદારના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો છે. એમાંના રાજકારણને લગતા પસંગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. આ પુસ્તક લેખક દ્વારા કરવામાં આવેલા વિવિધ લેખો અને ભાષણોનો સંગ્રહ છે જે સાચા સંદર્ભ સાથે સરદાર સાથે બનેલી ઘટનાઓનું સચોટ વર્ણન કરે છે.
૫. હિંદના સરદાર
ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વિશે આ પુસ્તકમાં ઘણી ન જાણીતી વાર્તાઓ છે, જેને કારણે બ્રિટિશ રાજનો અંત આવ્યો હતો. આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં ઉદભવેલા અનેક વિવાદો અને શંકાઓને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા અને એકીકરણમાં સરદારના યોગદાન વિશે આ પુસ્તકમાં સંપૂર્ણ માહિતી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.