CIA ALERT

Alert Archives - Page 508 of 521 - CIA Live

July 19, 2018
st1-1280x720.jpg
1min5910

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેક્સ કાઉન્ટી સાથે ક્ર્યો કરાર

ભારતરત્ન અને સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકરે તા.18મી જુલાઇ 2018ના દિવસે મિડલસેક્સ ક્રિકેટ ક્લબ સાથે મળીને તેન્ડુલકર મિડલસેક્સ ગ્લોબલ ઍકૅડેમી (TMGA) લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઍકૅડેમી ૯થી ૧૪ વર્ષના છોકરાઓ અને છોકરીઓને તેન્ડુલકર અને મિડલસેક્સ ક્રિકેટ ક્લબ પાસેથી ક્રિકેટ શીખવાની તક આપશે.

આ ઍકૅડેમીની પહેલી શિબિર નૉર્થવુડની મર્ચન્ટ ટેલર્સમાં ૬થી ૯ ઑગસ્ટ દરમ્યાન યોજાશે. ત્યાર બાદ મુંબઈ અને લંડનમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવશે. મિડલસેક્સે ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસ, માઇક ગૅટિંગ જેવા પ્લેયરો આપ્યા છે. આ ઍકૅડેમી જરૂરિયાતમંદ ખેલાડીને સ્કૉલરશિપ પણ આપશે. તેન્ડુલકરે જણાવ્યું હતું કે ‘મિડલસેક્સ સાથેની પાર્ટનરશિપથી મને ઘણો આનંદ થયો છે. અમારું ધ્યેય ફક્ત સારા ક્રિકેટર તૈયાર કરવાનું જ નહીં, પણ ભવિષ્યના સારા નાગરિક બનાવવાનું પણ છે. આ વેન્ચરથી હું અને મિડલસેક્સ શ્રેષ્ઠ ક્રિકેટ-કોચિંગ આપીશું.’

July 19, 2018
bal.jpg
1min17370

ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

 

જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.

ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.

વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

July 19, 2018
cn1.jpg
1min5360

મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.

મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.

એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.

સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.

કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.

નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.

આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.

July 19, 2018
dam.jpg
1min6400

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા અનેક જળાશયોના કેચમેન્ટ એરીયામાં છેલ્લા પખવાડિયા દરિમયાન પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક પૂરજોશમાં થઈ રહી છે.

ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત સરકારના તાબા હેઠળના રાજ્ય પૂર નિયંત્રણ એકમની માહિતી અનુસાર ગુજરાતના 13 જળાશયો છલકાઈ જતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ રહી હોવીથી આ ડેમોના નીચાણવાળા વિસ્તારો સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં જે જળાશયો સૂંપર્ણ ભરાઈ ગયા છે. તેમાં નવસારી જિલ્લાના ઝૂંજ, અમરેલીના વડિયા, જામનગરના પુના, ભાવનગરનાં રોજકી અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, જામનગરનાં ઉન્ડ-3, નવસારીનાં કેલીયા અને તાપીનાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે.જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના રાવલ, શિંગોડા ડેમ તથા રાજકોટના ભાદર-2, જૂનાગઢના ઓઝત-2, મધુવંતી એમ કૂલ પાંચ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે.

ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સારી એવી પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી 111.24 મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમ 39.79 ટકા ભરાયો છે.  રાજ્યમાં કુલ જળાશયોનો જથ્થો ગણીએ તો, હાલની સ્થિતિએ ગુજરાતના તમામ જળાશયોનો સરેરાશ જથ્થો 34.41 ટકા છે. એટલે કે, ગુજરાતમાં તમામ જળાશયો (નર્મદા ડેમ સહિત)ની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ જળાશયોમાં 34.42 ટકા પાણીથી ભરાયેલા છે.

અતિભાર વરસાદની સ્થિતિની બીજી તરફ કચ્છની સ્થિતિ વિપરીત છે. કેમ કે, કચ્છ જિલ્લાના જળાશયોમાં હવે માત્ર 4.42 ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે અને નોંધપાત્ર વરસાદ હજુ કચ્છમાં પડ્યો નથી. સૌરાષ્ટ્રના તમામ જળાશયોમાં હાલની સ્થિતિએ 37 ટકા પાણીનો જથ્થો છે અને આમાં વધારો થઈ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના જળાશયો 85 ટકા જેટલા ભરાઈ ગયા છે. તા.18મી જુલાઇએ સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 43.83 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 29 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે.

July 19, 2018
rm1.jpg
1min11240

દેશના કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે 12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારવામાં કસૂરવાર ઠરેલાને ફાંસી ફટકારવાની જોગવાઈ કરતો ખરડો 18મી જુલાઇથી આરંભેલા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વર્ષ 2018ના અપરાધિક કાનૂન (સુધારા) ખરડા પર એક વાર સંસદનું મંજૂરીનું મત્તું મારવાની રાહ જોવાઈ રહી છે. તે સંપન્ન થયા બાદ ક્રિમિનલ કાનૂન સુધારાવધારા અને ફેરફાર વટહુકમનું સ્થાન લઈ લેશે. ગૃહ મંત્રાલયે ઘડેલા મુસદ્દા ખરડાને કેન્દ્રીય કેબિનેટે સહમતિ આપી છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ખાતે સગીરા પર બળાત્કાર ગુજારાયા બાદ ખૂન કરવું તેમ જ ઉત્તર પ્રદેશના ઉન્નાવો ખાતે એક મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના બાદ હોબાળો મચી ગયો હોવાથી 21મી એપ્રિલે આ વટહુકમ ઘડવામાં આવ્યો હતો.


12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુદંડ કરવાની સજાની જોગવાઈ છે.

મહિલા પર બળાત્કાર ગુજારવામાં લઘુતમ સજાને સાત વર્ષની કડક કેદની સજાથી વધારીને 10 વર્ષની સખત કેદની સજા કરાઈ છે. આ સજા વિસ્તારીને આજીવન કારાવાસની સજા પણ ફટકારી શકાય છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ ખરડા અનુસાર 16 વર્ષ હેઠળની ક્ધયા પર બળાત્કાર ગુજારાય તો લઘુતમ સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષની કરવામાં આવી છે, બાકીના જીવન સુધી કારાવાસ વિસ્તારી શકાય છે તેનો મતલબ એવો થાય કે કસૂરવારના કુદરતી જીવન સુધી જેલની સજા થઈ શકે છે. આથી 16 વર્ષ કરતાં ઓછી ઉંમરની ક્ધયા પર સામૂહિક બળાત્કાર ગુજારવાની સજા કસૂરવારને બાકીના જીવન સુધી કેદની જ થઈ શકે છે. આ ઉપરાંત બળાત્કારના કેસમાં ઝડપી તપાસ આદરવી તેમ જ ખટલો પણ ઝડપથી ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

July 19, 2018
sc1-1280x720.jpg
1min11640

સરકારે આગામી ઑક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગના નવા (ઑક્ટોબરથી સપ્ટેમ્બરના) વર્ષથી શેરડીના લઘુતમ ભાવમાં ક્લિન્ટલ દીઠ રૂપિયા 20નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 કર્યો હતો.

ખાંડના કારખાનાઓએ માર્કેટિંગના આગામી વર્ષથી શેરડીના ઉત્પાદકો (ખેડૂતો)ને ક્વિન્ટલ દીઠ રૂપિયા 20 વધુ ચૂકવવા પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોને લગતી કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. ખાંડના કારખાનાઓએ શેરડીના ઉત્પાદકોને

2017-2018ના માર્કેટિંગના વર્ષમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ રૂપિયા 255 ચૂકવવાના છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે શેરડીના ઉત્પાદકોના લાભાર્થે તાજેતરમાં અનેક પગલાં લીધા હતા. સરકારે બુધવારે શેરડીના ભાવમાં કરેલો વધારો બતાવે છે કે સરકારને ખેડૂતોની તકલીફની ઘણી ચિંતા છે.

અન્ન વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે 2018-2019ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના લઘુતમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 રાખ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલ દીઠ રૂપિયા 155 થાય છે અને લઘુતમ ભાવ તેનાથી 77.42 ટકા વધુ રખાયો છે.

પાસવાને જણાવ્યું હતું કે રિકવરી રૅટ જો 10 ટકાથી વધુ હશે તો શુગર રિકવરીમાંના દરેક 0.1 ટકા વધારા પર ક્વિન્ટલ દીઠ રૂપિયા 2.75 પ્રીમિયમ અપાશે.

રિકવરી રૅટ 9.5 ટકાથી ઓછો હશે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 261.25 મળશે.

July 18, 2018
cr.jpg
1min48010

નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે   www.crpatil.com   વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે

હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ નિઃશુલ્ક અને સરળતાથી મળી રહે તેમજ  ગર્વથી ફરકાવી શકે  -સી.આર.પાટીલ

— અભિયાનનો પ્રતિભાવ જોતા આ વર્ષે અંદાજિત એક લાખ લોકો સુધી 15મી ઓગસ્ટ પહેલા રાષ્ટ્રઘ્વજ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી

 

15મી ઓગસ્ટના ગર્વથી પોતાના ઘર કે ઓફિસમાં ભારતીય ઘ્વજ ગર્વથી ફરકાવી શકે તે માટે નવસારી લોકસભા વિસ્તારના સાંસદ સી.આર.પાટીલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાન હેઠળ તમામ લોકોને ઘર બેઠા ભારતીય તિરંગો પહોંચાડવામાં આવશે, ફક્ત સાંસદની વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટર કરવાથી તિરંગો નિઃશુલ્ક મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યુંહતુંકે, ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ સરળતાથી મળી રહે અને ગર્વથી ફરકાવી શકે તેનો છે. વર્ષ 2016માં આવા જ એક અભિયાનમાં 25000 લોકો તરફથી તિરંગા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ, જોકે આ વખતે આ આંકડો એક લાખ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. ઉપરાંત લોકોમાં પણ જે રીતે અગાઉના અભિયાન સમયે પ્રતિભાવ જોવા મળ્યો હતો તે જોતા આ વખતે એક મહિના પહેલા રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.

 

ભાજપ સાથે સંકળાયેલા અગ્રણી દિનેશ રાજપુરોહિતએ જણાવ્યુંહતુંકે, નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે www.crpatil.com વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે.

 

July 18, 2018
vnsgu.jpg
2min9460

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1452/2018 of Veer Narmad South Gujarat University, Surat.
SECOND YEAR M.B.B.S. Examination, JUNE – 2018
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
The following candidates are hereby declared successful at the
SECOND YEAR M.B.B.S.
Examination held by this University in JUNE – 2018

SUCCESSFUL Nos. :

2 6 7 8 9 10 11 12 13 14
17 18 19 20 22 23 24 25 26 29
35 39 40 41 42 43 44 45 47 49
50 51 52 53 54 55 56 58 60 61
62 63 65 67 68 69 70 71 72 73
74 75 76 77 78 79 81 82 83 & 84

TOTAL RESULT : 75.95%
TOTAL PASS : 60
ABSENT : 5
FAIL : 19

No. Exam/MBBS/7398/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

 

 

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1454 / 2018 DATE:- 18/07/2018
M.Sc. ( M.L.T. ) ( FIRST SEMESTER ) Examination, APRIL – 2018
————————————————————————————-

The following candidates are hereby declared successful at the M.Sc. ( M.L.T. )
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 4 5 7

TOTAL RESULT : 71.43 %
PASS : 5
FAIL : 2

No. Exam/MSC/7430/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 18, 2018
jr2.jpg
1min6110

સમગ્ર ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગરીબ મધ્યવર્ગીય પરિવારો પર જાણે આકાશી આફત તૂટી પડી છે. આવા સંજોગોમાં લોકોની વચ્ચે જઇને તેમના દુખદર્દ પૂછનારાઓ જ ખરા લોકનેતા ગણાય છે.

રાજ્યના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રમાં ઉદભવેલી સ્થિતિની સ્વયં સમીક્ષા કરી હતી. શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમ જૂનાગઢના કેશોદ, માણાવદરના અસરગ્રસ્ત ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નો સાંભળવા સાથે તેના ઉકેલ માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમે જૂનાગઢ જીલ્લાના કેશોદ તેમજ માણાવદર તાલુકાના ધેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી મદદ પહોંચાડવા સુચન કરીને જીલ્લા અને તાલુકાના કંટ્રોલરુમની મુલાકાત લઈને કલેકટરશ્રી તેમજ પ્રાંત અધિકારીઓ સાથે પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

July 18, 2018
1min6000
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દીવ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા તેમજ ઉતર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.