CIA ALERT

Alert Archives - Page 507 of 521 - CIA Live

July 20, 2018
ca-1.jpg
1min8170

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ સી.એ. ફાઇનલ્સ તેમજ સી.પી.ટી.ના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. સી.એ. ફાઇનલ્સ પરીણામની વાત કરીએ તો ફક્ત ગ્રુપ એ ની પરીક્ષામાં 38696 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 6195 પાસ થતાં ફક્ત ગ્રુપ-1નું પરીણામ 16.01 ટકા આવ્યું હતું.

ગ્રુપ-2માં કુલ 37350 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 5075 વિદ્યાર્થીઓ પાસ થતાં ફક્ત ગ્રુપ-2નું પરીણામ 13.59 ટકા આવ્યું હતું.

27727 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રુપની પરીક્ષા આપી હતી. આ પૈકી 2520 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થવામાં સફળ નિવડ્યા હતા. બન્ને ગ્રુપ પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 9.09 ટકા હતી. જ્યારે 3658 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-1 પાસ કરી શક્યા અને 693 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-2 પાસ કરી શક્યા છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9104 ઉમેદવારોને આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી.

 

સુરતના અનુરાગ બગરીયા નામના ઉમેદવારે 800માંથી 597 માર્કસ મેળવીને કુલ 74.63 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હોવાની યાદી આઇ.સી.એ.આઇ. દ્વારા જાહેર કરવામાં આવી હતી.

July 20, 2018
DSC05597.jpg
2min8100

આજથી શરૂ થયેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાળના પહેલા જ દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા વિવિધ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પરથી ટ્રક તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. ટ્રક ડ્રાઇવરોએ હડતાળમાં જોડાઇને પોતાની ટ્રકો સલામત સ્થળે પાર્ક કરી દઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાંથી પસાર થતા હાઇવે પર ટ્રાન્સપોર્ટ ટ્રક, ટેન્કર વગેરે જોવા નહીં મળતા ટ્રાફિક સાવ જ નહીંવત જોવા મળ્યો હતો. પ્રસ્તુત છે ટ્રક હડતાળની તસ્વીરી ઝલક

July 20, 2018
vac3.jpg
1min9220

બાળકો-વાલીઓએ ખોટી અફવાઓ અને અપપ્રચારથી ગભરાવું નહીં

સોશિયલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

સોશ્યલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

રાજ્યભરમાં માત્ર બે દિવસમાં ૧૭ લાખથી વધુ બાળકોને રસીકરણમાં આવરી લેવાયા છે, જેમાં હજુ સુધી એક પણ બાળકને આડઅસર થઇ નથી

ખોટી અફવાઓથી ન દોરવાઈને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ

 

દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. રાજ્યમાં ૧૬મી જુલાઇથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં જ ૧૭ લાખથી વધુ બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી છે. જે પૈકી એક પણ બાળકને મોટી ગંભીર આડ અસર થઇ નથી. જેથી સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું. બાળકો-વાલીઓએ અફવા અને અપપ્રચારથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવાની કોઈ જરૂર નથી. આપના બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ પુન:રસી અપાવવામાં કોઇ જ વાંધો નથી. એમ.આર.ની રસી મૂકવાથી બાળકને નપુસંકતા આવે એવી તદ્દન પાયાવિહોણી અને ખોટી અફવા-માન્યતાને નજરઅંદાજ કરી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

દર વરસે ભારતભરમાં અંદાજિત ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ બાળકોનું મૃત્યુ ઓરીની બિમારીને કારણે થાય છે, જેમાં મોટા ભાગના બાળકોએ આ ઓરીની રસી લીધી ન હતી. રૂબેલા એટલે કે નુરબીબીનું વાઇરસ જો સગર્ભા માતાને લાગી જાય તો તેને ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે, વળી, ગર્ભસ્થ બાળક ખોડખાપણ અને મંદબુદ્ધિવાળું પણ જન્મી શકે છે. આ રોગને અટકાવવા તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો અને તેનો નિકાલ કરવો જરૂરી છે. વર્ષ ૧૯૯૮ માં Andrew Wakefield નામના ડોક્ટરનો દાવો હતો કે MMRની રસી લેવાથી ઓટીઝમ થઈ શકે છે. આ રિપોર્ટ “The Lancet” નામના જર્નલમાં છપાયેલો હતો. જેને વર્ષ ૨૦૧૦ માં બ્રિટીશ મેડિકલ જર્નલે આ રિપોર્ટ ને તદ્દન પાયવિહીન ગણાવ્યો હતો. જાણી જોઈને રિસર્ચના ખોટા રિપોર્ટ આપવા બદલ યુ.કે. મેડિકલ કાઉન્સિલે એન્ડ્ર્યુનું લાઇસેંસ રદ કરેલું. આ અભિયાન હેઠળ, પ્રથમ બે દિવસમાં સુરત ગ્રામ્યમાં ૭૫,૮૭૨ તથા સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬૨,૩૪૩ બાળકો ને એમ.આર.ની રસી આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાળક ને જરા પણ આડઅસર થઈ નથી.

સુરતની જે. બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, લસ્કાણામાં ૧૬ અને ૧૭ જુલાઈના રોજ ૧૧,૪૦૩ બાળકો એટલે કે ૧૦૦ ટકા બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે આ પ્રકારે ઉત્સાહભેર રસીકરણ કરાવવા બદલ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી છે. આ શાળાની જેમ જ અન્ય તમામ શાળાઓએ તથા વાલીઓએ પરસ્પર સહયોગથી તમામ બાળકોને એમ. આર. ની રસી અચૂક અપાવવી જોઇએ એવી વિનંતી જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે. જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા એમ.એમ.આર. (મીઝલ્સ, મમ્સ, રૂબેલા) નહીં પણ એમ.આર. (મીઝલ્સ, રૂબેલા) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વપરાતી વેકસીન આપણા દેશમાં જ બનાવવામાં આવે છે. જે રસી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરી છે. સમગ્ર વિશ્વમાં ૧૪૯ દેશોમાં આ રસી છેલ્લા ૪૦ વર્ષોથી આપવામાં આવે છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે. જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તે પ્રમાણિત થાય છે. ઓરી રૂબેલા રસીકરણ અભિયાન દેશભરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ડબલ્યુ.એચ.ઓ. તેમજ યુનિસેફ જેવા પાર્ટનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કાઓ દરમિયાન ૨૦ રાજ્યોના ૯.૨ કરોડથી પણ વધારે બાળકોને સુરક્ષિત રસીકરણ કરાયું છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ ઓરી રૂબેલાના રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુ.એન.ડી.પી. જેવી સંસ્થાઓનું પણ માર્ગદર્શન મળ્યું છે. બાળ રોગ નિષ્ણાંતની સંસ્થા એ.ઓ.પી. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આ અભિયાનને સમર્થન અપાયું છે, સોશ્યલ મીડિયાપર જો કોઇ આ કેમ્પેઈન સંદર્ભે અપપ્રચાર થતો માલુમ પાડે તો જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી અને લોકોને વાસ્તવિક બાબતથી અવગત કરવા પણ અનુરોધ કરાયો છે.

 

July 20, 2018
tax1.jpg
1min10110

ટેક્સ રિટર્ન ભરવા માટે 31 જુલાઈની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે કેટલાક કરદાતાઓને આંકડાના ગોટાળા કરીને કમાણીની તક દેખાય છે. પોતાની જાતને સીએ તરીકે ઓળખાવતા લેભાગુ લોકો કરદાતાઓને જંગી રિફન્ડ અપાવવાનું વચન આપે છે અને તેના બદલામાં 15 ટકા કમિશન કાપે છે.

આવા લેભાગુ સીએ કરદાતાના રિટર્નમાં ખોટી આવક દર્શાવે છે જેથી 50,000 રૂપિયાથી લઈને બે લાખ સુધીનું રિફંડ મળે છે. તેઓ વ્યક્તિની કરપાત્ર આવકને ઓછી દર્શાવે છે અથવા ચોક્કસ કરકપાત (ડિડક્શન) કે કરમુક્તિ ક્લેમ કરે છે.

આવું કરવું સરળ છે કારણ કે ટેક્સ રિટર્નમાં ડિડક્શન કે એક્ઝેમ્પશનનો ક્લેમ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોતી નથી. મુંબઈ સ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે, “કરદાતા મેડિકલ વીમો, હોમ લોન, એજ્યુકેશન લોન અથવા પોતાની વિકલાંગતા અથવા આશ્રિતની વિકલાંગતાનો ક્લેમ કરીને ટેક્સ રાહત ક્લેમ કરી શકે છે જેમાં કોઈ પુરાવા આપવાના હોતા નથી.” આ માટે લેભાગુ સીએ રિફંડના 10થી 15 ટકા નાણાં કમિશન ચાર્જ કરે છે.

હજારો કરદાતાઓએ આવા લોકો દ્વારા રિટર્ન ફાઇલ કરી દીધાં હશે અને રિફંડ ક્લેમ કર્યાં હશે. તેમણે માત્ર ફોર્મ 16, આધાર અને બેન્ક ખાતા નંબર આપીને રિટર્ન ભરાવવાનું હોય છે. ઇટીએ આવા એક સીએને ફોર્મ 16 અને બીજી વિગત આપી હતી. પાંચ દિવસની અંદર તેણે રિટર્ન ફાઇલ કરી દીધું જેમાં કરદાતાની આવક ₹1.90 લાખ ઓછી દર્શાવી હતી. તેના આધારે ₹50,000નો રિફંડ પણ ક્લેમ કરવામાં આવ્યો છે.

ટેક્સ રિટર્નમાં દર્શાવેલી ગ્રોસ ઇન્કમ ફોર્મ 16ના આંકડા કરતાં કઈ રીતે ઓછી હોઈ શકે તે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે તેણે કેટલાંક એલાઉન્સને ધ્યાનમાં લીધાં હતાં જે સેક્શન ૧૦ હેઠળ કરકપાતને પાત્ર છે પરંતુ ફોર્મ ૧૬માં તેનો ઉલ્લેખ નથી.

જોકે, ટેક્સ નિષ્ણાતો ચેતવણી આપે છે કે રિટર્નનું એસેસમેન્ટ થાય ત્યારે આ વિસંગતતા પકડાઈ શકે છે. અત્યાર સુધી વ્યક્તિના ફોર્મ 26ASમાં ટીડીએસની વિગત આઇટી રિટર્નમાં દર્શાવેલા ટેક્સ સાથે સુસંગત કરવામાં આવતી હતી. હવે ટેક્સ સત્તાવાળાઓ ફોર્મ 16 ચેક કરીને રિટર્નમાં દર્શાવેલી આવક સાથે તેની ચકાસણી કરે છે. તાજેતરમાં બેંગલુરુમાં આ રીતે ટેક્સ રિફંડ મેળવવાનું કૌભાંડ પકડાયું હતું.

July 20, 2018
moditw.gif
1min6400

આજે તા.20મી જુલાઇ 2018ના રોજ ભારતના સંસદભવનમાં નરેન્દ્ર મોદીની ચાર વર્ષ જુની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા વિચારણા થઇ રહી છે તેની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાગણીસભર ટ્વીટ કરતા કહ્યું હતું કે તા.20મી જુલાઇ ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ બની રહેશે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં શું કહ્યું એ અક્ષરસઃ અત્રે પ્રસ્તુત છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ’અમારા સાંસદીય લોકતંત્ર માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. હું એ આશા રાખુ છું કે મારા સાંસદ આ અવસર પર આવશે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે સાંસદ સભ્યો રચનાત્મક અને સકારાત્મક ડિબેટમાં ભાગ લેશે અને કોઈ પણ વિવાદાસ્પદ ડિબેટમાં ભાગ નહીં લે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે આ બધાનો શ્રેય દેશની જનતા અને કાયદો ઘડનારા લોકોને જાય છે. મોદીએ આગળ લખ્યું કે સમગ્ર ભારત આજે અમને ખૂબ નજીકથી જોઈ રહ્યું છે.’

July 20, 2018
bri.jpg
1min5240

લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજ્યસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઑફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્તિ બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.

એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.

July 19, 2018
vnsgu.jpg
2min12030

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1463 / 2018 DATE:- 19/07/2018
M.Sc. (I.C.T.) ( FIRST,SECOND,THIRD & FOURTH SEMESTER ) Examination, APRIL – 2018
—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 7

TOTAL RESULT : 37.50 %
PASS : 3
FAIL : 5

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( SECOND SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

19 23 27 28 30 31 32 33 46 47 51 52
53 57 59

FIRST CLASS :

1 2 3 5 6 8 9 10 11 12 16 18
20 21 22 24 26 29 34 35 36 44 45 54
56 58 61 66

SECOND CLASS :

4 7 13 15 50 55 60 63 64

A.T.K.T. :

14 17 25 37 38 39 40 42 43 48

FORM WITHDRAWN :

41 49

TOTAL RESULT : 74.29 % WITH A.T.K.T. : 88.57 %
FIRST DIST. : 15
FIRST CLASS : 28
SECOND CLASS : 9
FAIL : 8
FORM WITHDRAWN : 2

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( THIRD SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 2 3 4 5 7 8 9 11

TOTAL RESULT : 52.94 %
PASS : 9
FAIL : 8

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. ( I.C.T. )
( FOURTH SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

2 4 12 14 15 17 19 20 21 25 29 30
31 34 37 39 40 41 45 46 47 48 49 51
53 55

FIRST CLASS :

5 6 7 8 13 16 18 22 26 27 28 35
43 44 50 52

SECOND CLASS :

3 24

The result of the following candidates is WITHHELD whose cases falls
UNDER O.165 as they have not passed their Lower Examination :

10 23 32 33 36 38 42

TOTAL RESULT : 91.67 %
FIRST DIST. : 26
FIRST CLASS : 16
SECOND CLASS : 2
FAIL : 4
W.O.165 : 7

No. Exam/MSC/7452/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
19 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 19, 2018
st2-1.jpg
1min5460

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.

July 19, 2018
bc1-1.jpg
1min10630

બેન્કોની લોન ભર્યા વગર દેશ છોડીને ભાગી જતા પ્રમોટર્સને અટકાવવા માટે પગલાં નક્કી કરવા કેન્દ્ર સરકારે કમિટીની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા હાઈ-પ્રોફાઇલ કેસ પરથી બોધપાઠ લઇને અને ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ન થાય તે માટે હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડું નાગરિકત્વ) ધરાવતા પ્રમોટર્સ પર ચાંપતી નજર પણ રાખવામાં આવશે.

ફાઇનાન્શિયલ સર્વિસિસના સચિવ રાજીવ કુમારના વડપણ હેઠળની આ કમિટીમાં RBI, ગૃહમંત્રાલય, વિદેશમંત્રાલય, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) અને CBIના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થશે. આ કમિટી વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તેની ભલામણ કરશે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોય અને તેની વિગતો જાહેર ન કરી હોય તેવા પ્રમોટર્સ પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. આવા પ્રમોટર્સની કંપની જો બેન્કનો હપતો ભરવામાં ડિફોલ્ટ થઈ હશે તો સરકાર આવા પ્રમોટર્સની વિદેશમાં જવાની યોજનાઓની માહિતી પણ માંગી શકે છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોઈ કંપની/પ્રમોટર લોનમાં ડિફોલ્ટ થાય તો બેન્ક દ્વારા તેને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં વર્ગીકૃત કરવામાં ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો લેભાગુ પ્રમોટર આવી લાંબી પ્રક્રિયાનો લાભ ઉઠાવીને કૌભાંડ કરીને વિદેશ છટકી જાય છે. જરૂરી નથી કે આપણે આવા પ્રમોટર્સને સમયસર અટકાવી શકીશું પરંતુ જ્યારે કોઈ પ્રમોટર કે કંપની અંગે ઇન્ટેલિજન્સ એજન્સીઓ કે બેન્કો તરફથી નેગેટિવ રિપોર્ટ્સ આપવામાં આવે તો સરકાર આવા કિસ્સામાં તેમની ટ્રાવેલિંગની અને અન્ય વિગતોની માંગણી કરી શકશે.

આવા પ્રમોટર્સ અંગે જો કોઈ શંકાસ્પદ માહિતી મળે અને તેઓ કાયદાનો ભંગ કરતા હોવાના સંકેત મળે તો તેમના ટ્રાવેલિંગ પર માત્ર પ્રતિબંધ લગાવી શકાશે અથવા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ થઈ શકશે.” એમ અધિકારીએ સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા બાદ બેન્કોએ આ‌વા સંભવિત જોખમ ટાળવા માટે જંગી માત્રામાં લોન લેનારા પ્રમોટર્સના પાસપોર્ટની વિગતો પણ માંગી હતી.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે ₹14,000 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ છે જ્યારે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યા સામે પણ ₹૯,૦૦૦ કરોડના કૌભાંડના આરોપો છે. આ બે હાઈ-પ્રોફાઇલ ડિફોલ્ટર સિવાય પણ દેશના ઘણા પ્રમોટર્સને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

વિવિધ અહેવાલો મુજબ, બેન્કોને ₹7,000 કરોડ નહીં ચૂકવનારી કંપની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિના પ્રમોટર જતિન મહેતા અને તેમના પત્નીએ ભારતીય નાગરિકત્વ છોડીને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના નાગરિક બની ગયા છે.

સરકારે સંસદના આગામી સત્રમાં ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ, 2018’ પસાર કરાવવાના પ્રયાસ પણ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ’ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરેલી છે.

July 19, 2018
pc-1280x720.jpg
1min6080

સાથે કામ કરનારી મહિલાઓ કામ કરવા તેમની પસંદગીનો સમય સિલેક્ટ કરી શકશે

પ્રિયંકા ચોપડાએ તેના બર્થ-ડેના દિવસે પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને એક અનોખી ગિફ્ટ આપી છે. તા.18મી જુલાઇના રોજ પોતાની 36માં બર્થ ડે નિમિત્તે પ્રિયંકા ચોપરાએ પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને કામના સમય માટે છૂટછાટ આપી છે. પ્રિયંકા મહિલાઓ સાથે કોઈ ભેદ ન થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રોડક્શન-હાઉસના દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કર્યું હતું. તેમ જ આ વર્ષની શરૂઆતમાં તેણે પુરુષ અને સ્ત્રી વચ્ચેના સૅલરીના તફાવતને દૂર કર્યો હતો. પ્રિયંકાનો જન્મદિવસ હોવાથી તેણે તેના સ્ટુડિયોમાં કામ કરતી મહિલાઓને પોતાની મરજી મુજબ કામના કલાકો પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. પ્રોફેશનલ સક્સેસ મળેવવા માટે મહિલાઓને તેમની પર્સનલ લાઇફમાં ઘણી વાર કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. પ્રિયંકા નથી ઇચ્છતી કે તેની કંપનીની કોઈ પણ મહિલા આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થાય. આ કારણસર તેણે દરેક વર્કિંગ મધર માટે ફ્લેક્સિબલ ટાઇમની સુવિધા આપી છે. આ સાથે જ તેણે મૅટરનિટીની રજા માટે પણ નવી જોગવાઈ બનાવી છે.