CIA ALERT

Alert Archives - Page 501 of 512 - CIA Live

July 17, 2018
pop.jpg
1min6090

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગ અત્યારે ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યો છે અને આવકના નવા સ્રોત ઊભા કરવાના વિકલ્પો શોધી રહ્યો છે તેવા સમયે બહારથી ખાદ્ય સામગ્રી લાવવાની છૂટ મળશે તો ઉદ્યોગ માટે ‘એન્ટિક્લાઇમેક્સ’ જેવી સ્થિતિ સર્જાશે અને તેમાં પણ મહારાષ્ટ્ર સરકારે મલ્ટીપ્લેક્સીસ અને સિનેમા ગૃહોમાં બહારનો નાસ્તો લઇ જવા અંગે આપેલી પરવાનગીનો વાઇરસ દેશના દરેક રાજ્યોમાં ઝડપભેર ફેલાય તેવી વકી છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પોપકોર્નથી શરૂ થયેલો વિવાદ મલ્ટીપ્લેક્સીસ માલિકોની કમાણી છીન્નભીન્ન કરી દે તો નવાઇ નહીં. જો વિવિધ રાજ્યો મલ્ટિપ્લેક્સ કંપનીઓને ખાણીપીણીનું વેચાણ MRP પ્રમાણે કરવાની ફરજ પાડશે અને બહારથી ખાદ્ય ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપશે તો કંપનીઓની કમાણીમાં આગામી મહિનાઓમાં નીચી વૃદ્ધિ થશે.

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારા દર્શકો માટે પોપકોર્ન એક સામાન્ય નાસ્તો છે પરંતુ મલ્ટિપ્લેક્સ કંપનીઓ માટે તે કમાણીનો મોટો સ્રોત છે. ગઇ તા.13મી જુલાઇ 2018ને શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મલ્ટિપ્લેક્સમાં બહારથી નાસ્તો લઈ જવાની છૂટ આપતાં PVR અને આઇનોક્સ લીઝરના શેર અનુક્રમે 13 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. તા.16મી જુલાઇએ પણ આ બંને કાઉન્ટર્સમાં વેચવાલી જળવાઈ રહી હતી અને આઇનોક્સનો શેર 5.1 ટકા ઘટીને ₹11.95એ જ્યારે PVRનો શેર 5.06 ટકા ઘટીને ₹1,153એ પહોંચી ગયો હતો. સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સીસની કુલ આવકમાં ફૂડ & બેવરિજ (F&B) બિઝનેસનો હિસ્સો 26 ટકા જેટલો ઊંચો હોવાથી મલ્ટિપ્લેક્સ કંપનીઓને ફિલ્મ હિટ જવાની ચિંતા કરતાં પોપકોર્ન સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કેટલું વધ્યું તેની ચિંતા રહે છે.

બોમ્બે હાઈ કોર્ટે થોડા મહિના અગાઉ ચુકાદો આપ્યો હતો કે, મલ્ટિપ્લેક્સની અંદર ફૂડ આઇટમ અને બોટલ્ડ વોટરનું વેચાણ MRP પ્રમાણે જ થવું જોઈએ. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આના સંદર્ભમાં નીતિ ઘડવાની અને 1 ઓગસ્ટથી MRP કરતાં વધારે ભાવ લેવા પર પ્રતિબંધનો કાયદો અમલી કરવાની જાહેરાત કરી હતી.

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગની કુલ આવકમાં F&B સેગમેન્ટનો હિસ્સો જબરજસ્ત વધ્યો છે. 2012-’13માં આ બિઝનેસ દ્વારા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને 19 ટકા આ‌વક થતી હતી, જે હવે 25થી 26 ટકા થઈ ગઈ છે. આની સામે ટિકિટના વેચાણથી થતી આવક 2011-’12માં 62 ટકા હતી, જે ઘટીને 56 ટકા થઈ ગઈ હતી. એક અંદાજ પ્રમાણે, મલ્ટિપ્લેક્સ કંપનીઓ F&Bના વેચાણ પર 75 ટકા જેટલું ઊંચું ગ્રોસ માર્જિન મેળવે છે. ટિકિટના ટકામાં સરેરાશ F&B ખર્ચ 2011-’12માં 28 ટકા હતો, જે 2016-’17માં વધીને 41 ટકા થયો હતો.

ભારતના મલ્ટિપ્લેક્સ ઉદ્યોગમાં PVR અને આઇનોક્સ લીઝરનું પ્રભુત્વ છે અને F&B વસ્તુઓ માટે અતિઊંચા ભાવ વસૂલવાને કારણે બંનેને જોરદાર ફાયદો પણ થયો છે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટ કરતાં પોપકોર્નના એક ટબનો ભાવ બેથી ત્રણ ગણો હોય છે.

2011-’12માં PVRને F&B સેગમેન્ટમાંથી ₹92.85 કરોડની આવક થતી હતી, જે 2016-’17માં છ ગણી વધીને ₹580 કરોડ થઈ હતી.

July 17, 2018
wsc1.jpg
1min10440
કેનેડાના વેનકુવર ખાતે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલનનું તાજેતરમાં આયોજન થયું હતું. સંસ્કૃતના મહાકુંભ સમા આ અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કર્યો હતો. આ ‘વિશ્વ સંસ્કૃત સંમેલન’ના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. જે અંતર્ગત ૨૧મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના ‘પાણિનિ’ તરીકે ઓળખાતા જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ કુટુંબશાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું.’ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના ઉપક્રમે અક્ષરપુરુષોત્તમ દર્શન પર ખાસ એકેડેમિક સત્ર યોજાયું હતું, જેમાં લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કરી ચૂકેલા ડૉ. પરમતત્ત્વદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રાધ્યાપક ડૉ.અક્ષરાનંદદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન ડૉ.દેવેન પટેલ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(નવી દિલ્હી)ના અક્ષરવત્સલદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષય પર વિવિધ દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા.
July 17, 2018
bercelona.jpg
1min7260

ટુરીસ્ટ, મુસાફરોના ધસારાને કારણે અમારું શહેર મરી રહ્યું છે. આવી રજૂઆતો સાથે બાર્સેલોના, એમ્સ્ટર્રડમ, પેરીસ વગેરે જેવા શહેરોમાં ટુરીસ્ટ વિરોધી પ્રદર્શનો દાવાનળની જેમ આગળ વધી રહ્યા છે.

વિશ્વમાં ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ પામેલા અને રોજના લાખો મુસાફરોનું બર્ડન ધરાવતા શહેરોના નાગરિકો હવે ટુરીસ્ટસથી કંટાળી ચૂક્યા છે અને થાકી ગયા છે. આ પ્રકારે તેઓ મુસાફરોની સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે.

ટુરીસ્ટ સિટીના પબ્લિક સ્પોટ્સ પર આ પ્રકારના પ્લેકાર્ડ લગાડીને મુસાફરોનો તેમજ ટુરીઝમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર બાર્સેલોના શહેરમાં ચોંટાડવામાં આવેલા પ્લે કાર્ડની છે.

 

July 17, 2018
digital-india.jpg
1min17820

 

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.

4G ઇન્ટરનેટથી ભલે બધા પરિચિત હોય, પણ ભારતમાં બફરિંગની સમસ્યા હજુ પણ નડે છે. દેશમાં 4G LTE ડેટા સ્પીડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી 6.1 Mbpsના સ્તરે સ્થિર રહી છે, જે 17 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગની છે. આ બાબત ભારતને 4G નેટવર્કવાળા દેશોમાં સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં મૂકે છે.

મોટી ટેલિકોમ કંપનીઓ 4G ટેલિકોમ માટે વિસ્તરણ કરી રહી છે અને 5Gની વાતો પણ થવા માંડી છે. ઉપરાંત, સર્વિસ પ્રોવાઇડર્સ ટૂંક સમયમાં 100 Mbpsની સ્પીડ સાથેનું ફાઇબર આધારિત હોમ બ્રોડબેન્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે ડેટા યુઝર્સ માટે ખુશ થવાના દિવસો છે.

બ્રિટનની સ્પીડટેસ્ટર ફર્મ ઓપનસિગ્નલના જણાવ્યા અનુસાર ભારતની 4G ડાઉનલોડ સ્પીડ શ્રીલંકા (13.95 Mbps), પાકિસ્તાન (13.56 Mbps) અને મ્યાનમાર (15.56 Mbps) જેવા નજીકના દેશો કરતાં પણ ઘણી ઓછી છે. ભારતની સ્પીડની સરખામણીમાં અમેરિકા (16.31 Mbps), UK (23.11 Mbps) અને જાપાન (25.39 Mbps) જેવા વિકસિત દેશો ઘણા આગળ છે.

અમેરિકાની ડેટા સ્પીડ ટેસ્ટર ઓક્લાએ ભારતના મોબાઇલ ઇન્ટરનેટની એકંદર સ્પીડની બાબતમાં 124માંથી 109મો ક્રમ આપ્યો છે. મોબાઇલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.12 Mbps છે, જે 23.54 Mbpsની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી ઓછી છે. ઓક્લાની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડટેસ્ટના પરિણામમાં 2G, 3G અને 4G સ્પીડનો સમાવેશ થાય છે.
ભારતમાં ધીમી ઇન્ટરનેટ સ્પીડનું એક કારણ ગીચ વસ્તીને સર્વિસ પહોંચાડવાનો પડકાર હોઈ શકે. ઓપનસિગ્નલના એનાલિસ્ટ પિટર બોયલેન્ડે ETને જણાવ્યું હતું કે, “ભારતમાં સ્માર્ટફોનની સંખ્યામાં મોટા ઉછાળાને કારણે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોઈ શકે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર LTEને કેટલું સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યું છે તેના પર પણ 4G સ્પીડનો આધાર રહેલો છે.

July 17, 2018
sanju.jpg
1min6260

સંજય દત્તની બાયોપિક ‘સંજુ’એ ૨૯ જૂને રિલીઝ થયા બાદ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવીને માત્ર ૧૬ દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારી બૉલીવુડની આ સાતમી ફિલ્મ છે. ‘સંજુ’એ દસમા દિવસે ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પણ એ પછી ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાં એને છ દિવસ લાગ્યા છે. ભારતમાં આ ફિલ્મ ૪૦૦૦ સ્ક્રીન પર રજૂ થઈ છે. બીજી તરફ આ ફિલ્મને ૬૫ દેશોમાં પણ ૧૩૦૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે અને એનું વર્લ્ડવાઇડ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦ કરોડ રૂપિયા જેટલું થયું છે.

વળી આ ફિલ્મ સૌથી વધારે બિઝનેસ કરનારી છઠ્ઠા નંબરની હિન્દી ફિલ્મ બની છે. હિન્દી ‘બાહુબલી ૨’એ બૉક્સ-ઑફિસ પર સૌથી વધારે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ બીજા નંબરે આમિર ખાનની ‘દંગલ’ અને ત્રીજા નંબરે ‘ક્ટk’ છે. ચોથા અને પાંચમા નંબર પર સલમાન ખાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘બજરંગી ભાઈજાન’ છે. હવે એવું લાગે છે કે ‘સંજુ’ ટૂંક સમયમાં ‘બજરંગી ભાઈજાન’ને પાછળ છોડીને પાંચમા ક્રમાંકનું સ્થાન મેળવી લેશે.

સૌથી નવાઈની વાત એ છે કે આ ફિલ્મ કોઈ તહેવાર અથવા તો પબ્લિક હૉલિડે પર રિલીઝ નથી થઈ. વરસાદ ખૂબ જ પડી રહ્યો હોવા છતાં આ ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ અઠવાડિયામાં ‘સૂરમા’ અને ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ રિલીઝ થઈ છે. ‘સૂરમા’એ શુક્રવારે ૩.૨૦ કરોડ અને શનિવારે ૫.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ ફિલ્મે શુક્રવારે ૫.૫૦ કરોડ અને શનિવારે ૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સામે ‘સંજુ’એ ૬.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે.

July 17, 2018
pakhindu2.jpg
1min6650

આશરે 30,000 પાકિસ્તાની નાગરિક પૈકી મોટા ભાગે હિન્દુઓને 2011થી ભારતે લાંબી મુદતના વીઝા આપ્યા છે. ભારતમાં લાંબા સમય સુધી રહેવાના વિઝા મેળવનાર પૅન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી શકશે તથા ભારતમાં મિલકતની ખરીદી કરી શકશે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

 

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં વસતી લઘુમતીને મદદ કરવા મોદી સરકારની નીતિ અનુસાર 2018માં 6,092 પાકિસ્તાની નાગરિકને એલટીવીએસ આપવામાં આવ્યા છે.

કુલ 14,726 પાકિસ્તાની નાગરિકોએ ભારતના વીઝા મેળવવા અરજી કરી હતી. તેમને 2011 અને 2014ની વચ્ચે એલટીવીએસ આપવામાં આવ્યા હતા.

2015થી એલટીવીએસ મેળવવા ઑનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો ત્યારથી 2015માં 2,142ને, 2016માં 2,298 નાગરિકને અને 2017માં 4,712ને વીઝા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની હાલની નીતિ પ્રમાણે લોંગ ટર્મ વીઝા પર ભારતમાં વસતા કોઈપણ ધર્મ કે કોમના નાગરિકોને રહેવા માટે ઘરની ખરીદી કરવા દેવાશે. તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેઓ પૅન કાર્ડ. આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે.

July 17, 2018
itraid1.jpg
1min6250

તમિળનાડુના હાઇવેના બાંધકામ અને એની સહયોગી કંપનીઓના વીસ ઠેકાણે આઇટીએ પાડેલા દરોડામાં રૂ. 100 કરોડ રોકડા અને 90 કિલો સોનું તથા ઝવેરાત પકડાયા હતા. આ તમામ જથ્થો બેહિસાબી અને બેનામી હોવાનું માનવામાં આવે છે. તમિળનાડુ ખાતેની આ રેઇડને પગલે સ્થાનિક બિલ્ડર્સ સમેત રાજકારણીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

રોકડની હેરાફેરીની માહિતીના આધારે આવકવેરા ન ભર્યો હોવાના શકને આધારે આઇટી વિભાગે દરોડા પાડયા હતા. નૉટબંધી અગાઉ અને પછી રોકડની શંકાસ્પદ હેરફેર પર નજર રાખ્યા બાદ પોલીસની સુરક્ષા હેઠળ આઇટી વિભાગે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આઇટી રિટર્નની તપાસમાં ગેરરીતિ જણાઇ હતી.

આ કંપની સિવિલ વર્કની અગ્રણી કોન્ટ્રાક્ટર કંપની છે. કંપનીની રાજકીય નેતાઓ સાથે સાઠગાંઠ હોવાનો શક છે અને એમણે રાજ્ય સરકારના હાઇવે તથા જાહેર વિભાગની અનેક યોજનાઓ પર કામ કર્યું હતું.

July 17, 2018
womens-reservation-bill.jpg
1min5200

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે તા.16મી જુલાઇ 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સંસદના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્ર દરમિયાન મહિલા અનામત ખરડો પસાર કરવાનું જણાવ્યું હતું.

વડા પ્રધાનને લખેલા પત્રમાં ગાંધીએ પોતાના પક્ષ તરફથી ખરડાને બિનશરતી ટેકો ઑફર કરીને જણાવ્યું હતું કે હવે બદલાવનો સમય આવ્યો છે અને મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તેમના હક મળવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે સંસદ સત્રમાં બિલ નિશ્ર્ચિતપણે પસાર થવું જોઈએ જેથી આ વર્ષે મોડેથી રાજ્યની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ ‘મહત્ત્વપૂર્ણ’ ભાગ લઈ શકે.

મિસ્ટર વડા પ્રધાન તમે ઘણી જાહેર રેલીઓમાં મહિલાઓને સમર્થ બનાવીને તેમને જાહેર જીવનમાં સાંકળવાની વાત કરી છે. મહિલાઓ પરત્વેની પ્રતિબદ્ધતાનું નિદર્શન કરવાનો આથી સારો માર્ગ બીજો કયો હોઈ શકે મહિલા અનામત બિલ માટે મારા પક્ષનો બિનશરતી ટેકો આપવાનો સંસદના આગામી સત્ર કરતાં વધુ સારો બીજો કયો સમય હોઈ શકે. બિલ પસાર કરવામાં વધુ વિલંબ થશે તો સાર્વત્રિક ચૂંટણી પહેલાં તેનો અમલ કરવાનું મુશ્કેલ બની જશે.

તેમણે જણાવ્યું હતું કે આ બિલ રાજ્યસભામાં 2010માં 9 માર્ચે પસાર થયું હતું. તે એક અથવા બીજા બહાના કે કારણસર લોકસભામાં આઠ વર્ષથી અટવાઈ ગયું છે.

કૉંગ્રેસ બિલ પ્રત્યેની પતિબદ્ધતા વ્યકત કરી રહી છે જ્યારે ભાજપ બીજી વાર વિચારણા કરે છે. ભાજપે 2014ના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો)માં આપેલા વચનો પૈકી આ એક મહત્ત્વનું વચન હતું.

તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તીકરણના મુદ્દે આપણે સાથે આવીને પક્ષીય રાજકારણથી આગળ વધીને દેશને સંદેશ પહોંચાડીએ કે અમને માનીએ છીએ કે પરિવર્તન કે બદલાવનો સમય આવી ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને તેમનો હક મળવો જોઈએ.

લોકસભામાં ભાજપ અને તેના ગઠબંધનની બહુમતી હોવાથી કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે સીમાચિહ્નરૂપ સમા બિલને હકીકત બનાવવા વડા પ્રધાનનો ટેકો જરૂરી છે. મને ખાતરી છે કે બિલ અટકી નહીં પડે.

કૉંગ્રેસ પક્ષે બિલના ટેકો આપતા નિવેદન પર 32 લાખ સ્ત્રી-પુરુષે સહી કરી છે. તે વડા પ્રધાનને સુપરત કરું છું.

July 17, 2018
rai1.jpg
1min5740

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં રહી રહીને પડેલા ભારે વરસાદને પગલે જનજીવન તેમજ જાનમાલને ભારે નુકસાની થઇ છે. કમસે કમ 29 વ્યક્તિઓના મોત વરસાદી હોનારતોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. 110 પશુઓના પણ મોત વરસાદી ઘટનાઓને પગલે થયા હોવાની વિગતો સરકારી યાદીમાં જણાવવામાં આવી છે.

Godhara: Residents wade through flood water after heavy rains in Godhara, Gujarat on Monday. PTI Photo (PTI7_4_2016_000213B)

રાજ્યમાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં પડેલા અતિભારે વરસાદને પગલે કુલ 5 સ્ટેટ હાઇવે સમેત 126 મુખ્ય માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. ક્યાં તો પાણી ભરાવાના કારણે અગર તો બિસ્માર બની જવાના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લાખો લોકોનું સામાન્ય જનજીવન ત્રણથી પાંચ દિવસ માટે ખોરવાય જવા પામ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

July 17, 2018
bhujmp1.jpg
1min5900

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં હજુ સુધી વરસાદ ન થતાં ચિંતા ફેલાઇ છે. એક તરફ અષાઢી બીજનું શુકન પણ ન સચવાયું અને બીજી તરફ પશુ અને ખેતીને ધ્યાને રાખી કચ્છમાં પાણીની વિકટ સ્થિતિ છે ત્યારે કચ્છી લોકો પણ ઇચ્છી રહ્યા છે. કે કચ્છમાં પણ હવે સચરાચર વરસાદ થાય ત્યારે વરુણદેવને રીઝવવા માટે લોકોએ પ્રાર્થનાનો દોર શરૂ કર્યો છે.

 

પહેલા નખત્રાણામાં વરસાદ માટે યજ્ઞ યોજાયા બાદ સોમવારે ભુજ ખાતેના ખારીનદી સ્મશાનગૃહ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવના સાંનિધ્યમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સારા વરસાદ માટે યજ્ઞનુ આયોજન કર્યું હતું. સામાન્ય રીતે કચ્છમાં અષાઢી બીજના અમીછાંટણા સાથે વરસાદનુ શુકન સચવાય છે, પરંતુ આ વખતે વરસાદ ન પડતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતુ. અને આજે વિવિધ સંસ્થાઓના સહયોગ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ યજ્ઞ કરાયો હતો જેમાં હાજર રહેલાઓએ આહુતી આપવા સાથે ભૂતનાથ મહાદેવ પાસે નોંધપાત્ર વરસાદની પ્રાર્થના કરી હતી. ંકચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રમુખ અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના સ્થાનિક લોકો પણ આ યજ્ઞમા જોડાયા હતા.