CIA ALERT
29. April 2024
July 17, 20181min7030

Related Articles



કેનેડાના વેનકુવરની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલન ભરાયું

Share On :
Print Friendly, PDF & Email
કેનેડાના વેનકુવર ખાતે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલનનું તાજેતરમાં આયોજન થયું હતું. સંસ્કૃતના મહાકુંભ સમા આ અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કર્યો હતો. આ ‘વિશ્વ સંસ્કૃત સંમેલન’ના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. જે અંતર્ગત ૨૧મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના ‘પાણિનિ’ તરીકે ઓળખાતા જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ કુટુંબશાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું.’ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના ઉપક્રમે અક્ષરપુરુષોત્તમ દર્શન પર ખાસ એકેડેમિક સત્ર યોજાયું હતું, જેમાં લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કરી ચૂકેલા ડૉ. પરમતત્ત્વદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રાધ્યાપક ડૉ.અક્ષરાનંદદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન ડૉ.દેવેન પટેલ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(નવી દિલ્હી)ના અક્ષરવત્સલદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષય પર વિવિધ દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :