

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.
આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.
રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.
‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.
નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.
અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.
છેલ્લા થોડા દિવસથી ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવાર તા.30મી જુન 2019ની રાતથી રાતથી શરુ થયેલો મુશળધાર વરસાદ સોમવારે સવારે પણ અવિરત પણે ચાલુ રહેતા મુંબઇગરાઓ સપ્તાહના પહેલા જ દિવસે વરસાદથી બેહાલ બની ગયા હતા.
એક તરફ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો લેટ અને બીજી તરફ ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યાને કારણે કામધંધાર્થે જનારાઓની પરિસ્થિતિ સોમવારે સવારે વિકટ બની હતી.
ભારે વરસાદના કારણે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રસ્તા અને મુંબઈના રેલ માર્ગ પર પાણી ભરાવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની ગતી ધીમી પડી છે. મુંબઈને ત્રણેય લોકલ લાઈન પર પાણી ભરાતા મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર મોટાભાગની લોકલ ટ્રેન 30-40 મિનિટ જેટલી મોડી ચાલી રહી છે.

દક્ષિણની સાથે મધ્ય મુંબઈ, અને મુંબઈના જુદા જુદા પરા વિસ્તારોમાં મુલુંડ, ભાંડૂપ, કાંજુર માર્ગ, વિક્રોળી અને ઘાટકોપરમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેમજ માટુંગા, દાદર, વર્લી અને લાલબાગ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ કાલ રાતથી જ ચાલુ છે.

વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનની રફતાર ધીમી પડી રહી છે. સાથે જ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ઓવરહેટ વાયર તૂટી જ તા મરીન લાઈન્સથી ચર્ચગેટ જતી ટ્રેનો પર અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઓવર હેડ વાયર તૂટતા પશ્ચિમ રેલવેના વ્યવહારને પણ અસર થઈ છે. મુંબઈ ઉપનગર અને નવી મુંબઈ સહિત થાણે વિસ્તારમાં પણ વરસાદનું જોર હજુ ભારે હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત અને મુંબઈમાં વરસાદના કારણે મુંબઈ આવતી અને મુંબઈથી ઉપડતી ટ્રનો પર અસર પડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ અને પુણે વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જતા ત્યાંના વ્યવહાર પર અસર પડી છે.
પાલઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ટ્રેનો કેન્સલ કરવી પડી છે.

Jayesh Brahmbhatt 98253 44944
અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મ પરથી જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટસ માટે પેમેન્ટ કરતા ગ્રાહકો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પોતે ભોગવતી આવેલી પેટીએમ કંપની હવે આજથી જ એટલે કે તા.1લી જુલાઇ 2019થી પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરશે. એટલે કે હવેથી પેટીએમ મારફતે કોઇ વસ્તુ, પ્રોડક્ટ કે સેવા માટે પેમેંટ કરવા સાથે વધારાની રકમ ચાર્જ ગણો કે ટેક્સ એ ગ્રાહકોએ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શનની એક કોસ્ટ હોય છે, Paytm હવે આ કોસ્ટ ગ્રાહકો પાસે રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે આ વધારાના ચાર્જ સોમવારથી લાગુ પડશે.

સોફ્ટ બેન્ક અને અલીબાબા ગૃપ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળનવારી Paytm અત્યાર સુધી આ ચાર્જનો બોજો પોતે ઊઠાવી રહી હતી. પોતાના પ્લેટફોર્મથી થનારા પેમેન્ટ માટે તે એક્સ્ટ્રા રકમ ચાર્જ નહતી કરતી.
આજથી તા. 1 જુલાઈ 2019થી અમલમાં આવતા આ સંદર્ભના ડેવલપમેન્ટમાં Paytm મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું ભારણ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરૂ કરી દીધું છે.
એમ.ડી.આર. શું છે
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ જે તે બેન્ક અને કાર્ડ કંપનીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે MDR લે છે એના કહેવાય છે. પેટીએમ ન તો બેંક છે ન તો કાર્ડ કંપની, પેટીએમ ફક્ત પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે તેના દ્વારા પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ક્યાં તો બેંક ક્યાં તો કાર્ડ કંપનીનો સહારો મેળવવો પડે છે.
કેટલો ચાર્જ લાગશે
પેટીએમ દ્વારા હવેથી જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ડેબિટ કાર્ડથી 0.9 ટકા અને નેટ બેન્કિંગ તથા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ ચાર્જ ડિજિટલ પેમેન્ટના દરેક પ્રકાર પર લાગુ પડશે. જેમાં વોલેટ ટોપ અપ કરાવવાથી માંડીને યુટિલિટી બિલ અથવા સ્કૂલ ફી પેમેન્ટ કે પિક્ચરની ટિકિટ માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ સમેતની બાબતો આવરી લેવામાં આવી છે.
