CIA ALERT

Alert Archives - Page 352 of 518 - CIA Live

July 6, 2019
Mumbai_airport_runway.jpg
1min6440

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો મેઈન રનવે 88 કલાકે શરૂ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સ્પાઈસ જેટનું વિમાન મેઈન એરપોર્ટ પર સ્કીડ થયા પછી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટની ફ્લાઈટ્સની સર્વિસને અસર થઈ હતી. શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે સ્પાઈસ જેટના વિમાનને મુખ્ય રનવે પરથી બાજુમાં કરવામાં આવ્યું હતું.

ગયા અઠવાડિયાથી શરૂ થયેલા ભારે વરસાદ વચ્ચે સ્પાઈસ જેટનું વિમાન ઓવરશૂટ થયું હતું, પરંતુ તેમાં કોઈ પ્રવાસીને જાનહાનિ થઈ નહોતી. વિમાન ઓવરશૂટ થયા પછી સ્પાઈસ જેટ તથા એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિમાનને રનવે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ડિસેબલ્ડ એરક્રાફટ રિકવરી કિટ (ડાર્ક) તથા એન્જિનિયર્સ તથા ટેક્નિશિયનની મદદથી સ્પાઈસ જેટના પ્લેનને રનવે પરથી લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારે સાંજના સ્પાઈસ જેટ વિમાનને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ વિમાનનું ગિયરબોક્સ તૂટવાથી રનવે પરથી બહાર કરી શક્યા નહોતા, પરિણામે આખરે શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યે રનવે પરથી બહાર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રનવે બંધ થવાથી લગભગ 350 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અનેક ફ્લાઈટ્સની સર્વિસ મોડી પડી હતી, જેમાં છેલ્લા એર ઈન્ડિયાની મુંબઈ-નેવાર્ક ફ્લાઈટ લગભગ 11 કલાક મોડી પડતા પ્રવાસીઓને હાલાકી પડી હતી.

July 5, 2019
b1-1280x720.jpg
1min16040

સુરતમાં આજે વર્સેટાઇલ માઇનોરિટી ફોરમ દ્વારા મોબ લિંચીંગની દેશભરમાં બની રહેલી ઘટનાઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી ખ્વાજાદાના દરગાહથી નીકળીને કાદરશાની નાળ થઇને મક્કાઇ પુલ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ કોઇ અગમ્ય કારણોસર બબાલ શરૂ થઇ હતી.

ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ રેલી પર કોઇકે પત્થર ફેંક્યો હતો અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. વણઓળખાયેલા લોકોના ટોળાએ પત્થરમારો કરવા સાથે આસપાસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ટોળાએ ત્યાંથી પસાર થઇ  રહેલી બસ પર પણ પત્થરમારો કર્યો હતો.

તોફાને ચઢેલા તોફાનીઓને ખદેડવા માટે પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.

થોડી મિનિટોમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને રેલીને વિખેરી નાંખી હતી.

પોલીસે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લઇને નાનપુરાથી મજૂરાગેટ તરફનો વાહનવ્યવહાર શરૂ કરાવી દીધો હતો. ઘટના સ્થળેથી પોલીસે રેલી વિખેરી નાંખવા સાથે લોકોના ટોળાને પણ વિખેરી નાંખ્યા હતા.

July 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14930

સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી 10થી ઘટાડી 4 ટકા કરવા માગ હતી, મોદી સરકારે 12.5 ટકા કરી દીધી

હીરા ઉદ્યોગ માટે સુરત વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત છે, અહીં હીરા ઉદ્યોગની સાથે ઝવેરાત ઉદ્યોગ પણ ખાસ્સો વિકસ્યો છે, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બ્રાન્ડની ઝવેરાત સુરતમાં બની રહી છે. મોટા ભાગે હીરા ઝવેરાતમાં સોનું તેમજ અન્ય કિંમતી ધાતુઓનો વપરાશ થાય છે અને એ વિદેશથી આયાત કરવામાં આવે છે.

આજે મોદી સરકાર 02ના નાણા મંત્રી નિર્મલા સીતારમન યુનિયન બજેટ રજૂ કરે એ પૂર્વે સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોએ રૂબરૂ તેમજ અપ્રત્યક્ષ રીતે એવી રજૂઆત કરી હતી કે હાલમાં સોનાની આયાત ડ્યૂટી જે 10 ટકા છે તે ઉદ્યોગના હિતમાં ઘટાડીને 4 ટકા કરવામાં આવે. સ્થાનિક ઉદ્યોગકારોને એમ હતું કે 10 ટકાની ડ્યૂટી 4 ટકા ઘટાડવાની માંગ કરવામાં આવે તેના પ્રતિસાદમાં કેન્દ્ર સરકાર સંભવ છે કે 5થી 7 ટકા કરે તો પણ ઉદ્યોગને થોડી ઘણી રાહત મળશે.

પરંતુ, આજના બજેટમાં સાવ ઉલ્ટું થયું. નિર્મલા સીતારમને પોતાની બજેટ સ્પીટમાં સાફ શબ્દોમાં ઘોષણા કરી કે સોનામાં હાલ 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી છે તે વધારીને 12.5 ટકા કરવામાં આવી છે.

સોના પર ડ્યૂટી વધારવાનું વલણ નિરાશાજનક ઃ દિનેશ નાવડીયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આ જોગવાઇ ઘાતક પુરવાર થશે. તેમણે આ વલણ નિરાશાવાદી ગણાવ્યું હતું. દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે ઉદ્યોગ વતી એવી માગણી હતી કે હાલની 10 ટકા ડ્યૂટી વધુ પડતી છે, ઉધોગના વિશાળ હિતમાં એ 4 ટકા કરવામાં આવે.

 

આ ઘોષણા સાંભળતાની સાથે જ સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોને હોશકોંશ ઉડી ગયા હતા. આમેય વિદેશો કરતા અહીં સ્થાનિક ઝવેરાતની પડતર મોંઘી પડતી હોઇ, ઝવેરાત ઉદ્યોગ મંદીમાં ધકેલાયો હતો, હવે અઢી ટકા ડ્યૂટી વધી જવાથી બિઝનેસને વધુ મોટો ફટકો પડશે.

July 5, 2019
cia_budget.jpg
1min11480

મોદી સરકાર 02ના નાણામંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં રજૂ કરેલા બજેટ અંગે જો એક વાક્યમાં રિવ્યુ આપવાનું કહેવામાં આવે તો એવું કહી શકાય કે ભારતમાં હવે વિદેશથી આવતી વસ્તુઓ પર વધુ આયાત ડ્યૂટી લાદીને વધુને વધુ સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે સ્વદેશી વસ્તુઓ સસ્તી થાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.

ભારત હાલમાં સૌથી વધુ ઇમ્પોર્ટ પેટ્રોલ-ડિઝલ અને બીજા નંબરની સૌથી વધુ એક્સપોર્ટ સોનામાં થઇ રહી છે. આ બન્નેને કારણે ભારતના રૂપિયાને ભારે ઘસારો લાગી રહ્યો છે. નિર્મલા સીતારમને આજે પેટ્રોલ, ડિઝલ અને સોના જેવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે.

અહીં ભાવ વધારો તાત્કાલિક જોવા મળશે

– સોનું: સોના પર કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકાથી 12.5 ટકા કરવામાં આવી છે.

– તમાકુઃ તમાકુ પર પણ વધારાનો કર લગાવવામાં આવશે.

– ઈંધણઃ પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.

– પુસ્તકોઃ આયાત કરવામાં આવતા પુસ્તકો પર 5% કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.

સાથે જ સીસીટીવી, પીવીસી અને માર્બલ, ઓટો પાર્ટ્સ પર પણ ડ્યૂટી વધારવામાં આવી છે.

ફાયદાનો સોદો અહીંયા થશે

– ઈલેક્ટ્રિક કારઃ 2019ના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓ પરનો જીએસટી રેટ 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર દોઢ લાખ રૂપિયાની વધારાની ઈનકમ ટેક્સની છૂટ મળશે. સરકાર આ પગલાથી ઈલેક્ટ્રિક ગાડીઓને લોકો માટે સસ્તું બનાવવા માંગે છે.

– હોમ લોનઃ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સસ્તી થશે. 45 લાખ સુધીનું ઘર ખરીદ્યું છે તો હોમ લોન પર 1.50 લાખના વધારાનું વ્યાજ કર મુક્ત થયું. 3.50 લાખ સુધી વ્યાજ પર ટેક્સ નહીં લાગે. પરંતુ આ છૂટ માત્ર 31 માર્ચ, 2020 સુધી ઘર ખરીદવા પર જ મળશે.

– રક્ષાના સાધનોઃ દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને રક્ષાને લગતા સાધનો સસ્તા થયા છે.

સામાન્ય માનવીને આ ટેક્સમાં કોઈ રાહત નથી મળી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો.

ધનવાનો પર વધુ ટેક્સ બોજ

વર્ષમાં એક કરોડથી વધુ ખાતામાંથી જે કાઢશે તેના પર 2% TDS લાગશે. બે થી પાંચ કરોડની વાર્ષિક કમાણી પર 3% અને 5 કરોડથી વધુની કમાણી પર 7%નો વધારાનો ટેક્સ લાગશે.

July 5, 2019
cia_budget.jpg
1min4850
કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નવું ઘર તેમજ ઈલેક્ટ્રીક કાર ખરીદનારા લોકોને લોન પર ચૂકવવા પડતા વ્યાજ પર ઈન્કમ ટેક્સની છૂટ વધારાઈ છે. પેટ્રોલ ડીઝલ પર નાણાંમંત્રીએ વધારાની એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણામંત્રીએ બેંક અકાઉન્ટમાંથી 1 કરોડ રુપિયાથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ કાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈનકમ ટેક્સ ભરવા માટે હવે પાનકાર્ડને બદલે આધાર કાર્ડ પણ ચાલશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને હવે આધાર કાર્ડ આપવાનું સરકારે જણાવ્યું છે. અગાઉ NRIને 180 દિવસનો સ્ટે બતાવવો પડતો હતો, જે હવે દૂર કરી દેવાયો છે.

  • પેટ્રોલડીઝલ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી અને 1 રુપિયો પ્રતિ લિટર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાખવાનો પ્રસ્તાવ
  • ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 5 ટકા કરાઈ
  • 45 લાખ રુપિયા સુધીનું અફોર્ડેબલ હાઉસ ખરીદનારાને મળશે મોટી રાહત. હોમ લોનના વ્યાજ પર ઈન્કમ ટેક્સમાં મળતી છૂટ 2 લાખ રુપિયાથી વધારી 5 લાખ કરવાનો પ્રસ્તાવ. અત્યાર સુધી હોમ લોનના 2 લાખ રુપિયા સુધીના વ્યાજ પર મળે છે છૂટ, જે હવે વધારીને 3.5 લાખ કરવાનો બજેટમાં પ્રસ્તાવ.
  • બેંક અકાઉન્ટમાંથી 1 કરોડથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાવવાનો બજેટમાં પ્રસ્તાવ
  • પાન કાર્ડને બદલે હવે આધાર કાર્ડ પણ ચાલશે. જ્યાં પણ પાન કાર્ડની જરુર છે, ત્યાં આધાર કાર્ડનો નંબર આપી શકાશે.
  • કોર્પોરેટ ટેક્સ: હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ 25 ટકા ટેક્સના દાયરામાં આવશે. અગાઉ આ મર્યાદા 250 કરોડ રુપિયા હતી. દેશની 3 ટકા કંપનીઓને તેનો સીધો લાભ થશે.
  • ઈલેક્ટ્રીક કાર ખરીદનારાને લોનના વ્યાજ પર દોઢ લાખ રુપિયાની ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે
  • છેલ્લા પાંચ વર્ષમાં સરકારની પ્રત્યક્ષ કરની આવક વધીને 37 લાખ કરોડ પર પહોંચી
  • આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1 લાખ કરોડ રુપિયા ઉભા કરવાનો સરકારનો ટાર્ગેટ
  • મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ઓને સરળતાથી ધીરાણ મળી રહે તે સુનિશ્ચિત કરાશે.
  • ખાતાધારકની જાણ બહાર તેના અકાઉન્ટમાં રુપિયા જમા કરાવવા અંગે નિયમ બનાવાશે.
  • સરકારી બેંકોને 70,000 કરોડ રુપિયા ઉપલબ્ધ કરાવાશે
  • ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને આધાર કાર્ડ અપાશે, હવે તેના માટે 180 દિવસના રોકાણની પણ જરુર નથી
  • જે દેશોમાં ભારતનું કોઈ ડિપ્લોમેટિક મિશન નથી, ત્યાં એલચી કચેરીઓ અને હાઈ કમિશન્શ શરુ કરાશે. 18 આફ્રિકન દેશોમાં નવા ડિપ્લોમેટિક મિશન શરુ કરાશે
  • ઉજ્જવલા યોજના હેઠળ 35 કરોડ LED બલ્બ વેચાયા, જેનાથી વાર્ષિક 18,341 કરોડ રુપિયાની બચત થઈ.
  • આ વર્ષથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનો પ્રોજેક્ટ શરુ કરાશે
  • ભારતને હાયર એજ્યુકેશનનું હબ બનાવાશે. ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ કાર્યક્રમ શરુ કરાશે.
  • લેબર લૉનું સરળીકરણ કરાશે, ચાર પાયાના લેબર કોડ્સ બનાવાશે
  • NRI માટે શેરબજારમાં રોકાણ કરવાના નિયમો હળવા બનાવાશે
  • ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર દેશને ઓપન ડેફિકેશન (ખુલ્લામાં હાજત) મુક્ત બનાવાશે. અત્યારસુધીમાં 95 ટકા શહેરો ઓપન ડેફિકેશન ફ્રી જાહેર થઈ ચૂક્યા છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં 80 લાખ ઘરો બનાવવાની મંજૂરી મળી
  • હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના તમામ ઘરોને પાણી પૂરું પડાશે. જળ મંત્રાલય લોકોને પૂરતું સ્વચ્છ પીવાનું પાણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • 25 લાખ કિલોમીટરના રસ્તા અપગ્રેડ કરવામાં આવશે
  • PMAY ગ્રામીણ યોજના હેઠળ 2021 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 95 કરોડ આવાસ બનાવાશે.
  • 2022 સુધીમાં તમામ ઘરોમાં વીજળી અને LPG પહોંચાડી દેવાશે
  • રેલવેમાં ઝડપથી સુધારા કરવા અને પેસેન્જરોને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ થશે: સિતારમણ
  • સરકારના તમામ પ્રયાસોમાં ગામ, ગરીબ અને ખેડૂત કેન્દ્ર સ્થાને: સિતારમણ
  • પ્રધાનમંત્રી કર્મયોગી મનધન યોજના હેઠળ વાર્ષિક 5 કરોડ રુપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા 3 કરોડ વેપારીઓ, દુકાનદારોને અપાશે પેન્શનનો લાભ.
  • વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાની દરખાસ્ત
  • 201819માં નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. 2019માં 210 કિમીની મેટ્રો લાઈન કાર્યરત થઈ
  • રેલવેમાં 20182030 દરમિયાન 50 લાખ કરોડ રુપિયાના રોકાણની જરુર.
  • વન નેશન વન ગ્રીડ: રાજ્યોને વાજબી કિંમતે વીજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર કરશે કામ
  • સરકાર MSMEs માટે પેમેન્ટ પ્લેટફોર્મ ઉભું કરશે, આ પ્લેટફોર્મ પર તેઓ બિલ્સ અને પેમેન્ટની ચૂકવણી કરી શકશે
  • ભારતમાલા મહત્વકાંક્ષી પ્રોગ્રામ છે, જેનાથી દેશના માર્ગો અને હાઈવેના વિકાસમાં મદદ મળશે, જ્યારે સાગરમાલાથી બંદરોનો વિકાસ થશેઃ FM
  • ઉડાન યોજનાથી સામાન્ય વ્યક્તિને પણ એર કનેક્ટિવિટી સાથે જોડાવાની તક આપી છે. આ તમામ પ્રોગ્રામના લીધે ગામડા અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છેઃ FM

 

 

July 5, 2019
Haren-Pandya.jpg
1min5380

અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

હરેન પંડયાની હત્યા કેસમાં 12 વ્યક્તિઓને નિર્દોષ છોડી દેવાના ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા સામે સીબીઆઈ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં આજે તા.5મી જુલાઇ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતાં હરેન પંડ્યા હત્યા કેસના 12 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે.
જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી પીઠે ગુજરાત ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ગુજરાત હાઈકોર્ટના 2011ના આદેશને પલટાવી નાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે NGO CPILની ફરીથી તપાસની માગણી કરતી અરજીને ફગાવી દેતા NGO પર રુ.50000નું દંડ પણ ફટકાર્યો છે.
July 5, 2019
2Mark_Andew_Charles.jpg
2min8240

फांसी लगाने से पहले आईआईटी हैदराबाद के स्‍टूडेंट ने दोस्‍तों से कहा- जीना मत भूल जाना, एक ही जिंदगी मिली है

iit

ધો.11-12થી જ ટ્યુશનીયા શિક્ષકો વિદ્યાર્થીઓને આઇઆઇટી અને એનઆઇટીના રવાડે ચઢાવી દે છે એવી કહેવાતી બેસ્ટ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં કહી રહ્યા છે કે એવું નથી કે આ સંસ્થાઓમાં બધું જ છે, ફક્ત સ્પર્ધા છે. બિનજરૂરી સ્પર્ધા છે અને માર્કસમાં અવ્વલ, દુનિયાદારીમાં છેલ્લે આવતા હોય, ફ્રસ્ટ્રેશનમાં આત્મહત્યા કરી બેસે છે. આઇ.આઇ.ટી.ના વધુ એક વિદ્યાર્થીએ સુસાઇડ કરીને જીવન ટૂંપાવી દીધું છે.

પોતાની સ્યુસાઇડ નોટમાં આ વિદ્યાર્થીએ વર્ણવેલી વાતો હ્રદયદ્વાવક છે.

દેશનો દરેક વિદ્યાર્થી જે સંસ્થામાં એડમિશન મેળવવાનું સપનું જોય છે તે IIT હૈદ્રાબાદના માસ્ટર્સ ડીગ્રીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સારી નોકરી નહીં મળતા એન્ડ્રુ ચાર્લ્સએ પોતાનું જીવન જ ટૂંકાવી દેવાનો ખતરનાક રસ્તો અપનાવીને સૌને ચોંકાવી દીધા છે

સ્યુસાઇડ નોટમાં ચાર્લ્સે લખ્યું હતું કે, મારી પાસે નોકરી નથી અને કદાચ મને કોઈ નોકરી મળશે પણ નહિ. કોઈ લૂઝરને હાયર નથી કરતું. મારી ગ્રેડશીટ જુઓ. થોડા વધુ લેટર ઉમેરાશે તો તે આલ્ફાબેટ ચાર્ટ જેવી લાગશે.

વાલીઓ તથા મિત્રોને સંબોધીને લખેલા લેટરમાં માર્કે લખ્યું, “બધાની જેમ મારા પણ સપના હતા. પરંતુ હવે તે ખાલી છે. બધી જ પોઝિટિવિટી, સતત હસતા રહેવું, લોકોને કહેતા રહેવું હું ઠીક છું, ભલે પછી હું ન હોઉં.” માર્કએ મા-બાપને તેમની મહેનતને ન્યાય ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી. તેણે તેના વાલીઓને તેને દફન કરવાને બદલે મેડિકલ યુઝમાં વાપરવા માટે વિનંતી કરી હતી. તેણે લખ્યું, “હું ભવિષ્યમાં ડોક્ટર બનનારા વિદ્યાર્થીઓ માટે સારો નમૂનો બની રહીશ.”

ઘરથી બે વર્ષ દૂર, બેસ્ટ ઈન્સ્ટિટ્યુટમાં ભણવાની તક, મારી આસપાસ બેસ્ટ લોકો છે. પરંતુ મેં આ બધું વેડફી નાંખ્યું. તેણે પોતાના બધા મિત્રોની માફી માંગી કહ્યું કે છેલ્લા બે મહિના તેની લાઈફનો બેસ્ટ ટાઈમ હતો.

તેણે તેના મિત્રોને IT ઈન્ડસ્ટ્રીમાં લાઈફ ન બગાડવા સલાહ આપી હતી. તેણે લખ્યું, “અંકિત, રજ્જો, ITમાં કામ કરતા કરતા પોતાની લાઈફ ન ભૂલી જતા. દરરોજ થોડું જીવજો. એક જ જીંદગી મળી છે.

 

वाराणसी के रहने वाले आईआईटी हैदराबाद के एक स्‍टूडेंट मार्क एंड्रू चार्ल्‍स ने पढ़ाई में खराब प्रदर्शन से निराश होकर आत्‍महत्‍या कर ली। मार्क ने आत्‍महत्‍या से पहले एक सूइसाइड नोट लिखकर अपने दोस्‍तों को जिंदगी जीने की सलाह दी।

आईआईटी हैदराबाद में फाइनल इयर के एक स्‍टूडेंट ने मंगलवार को फांसी लगाकर आत्‍महत्‍या कर ली। मार्क एंड्रू चार्ल्‍स नाम का यह छात्र वाराणसी का रहने वाला था। आत्‍महत्‍या से पहले मार्क आठ पन्‍नों का एक सूइसाइड नोट छोड़ गए हैं, जिसे पढ़कर लगता है ‘खराब नंबरों’ और ‘अच्‍छी नौकरी न मिल पाने’ की आशंका की वजह से यह कदम उठाया है।

अपने सूइसाइड नोट में मार्क ने लिखा है, ‘मेरे पास नौकरी नहीं है, शायद मिलेगी भी नहीं। कोई भी किसी लूजर को नौकरी नहीं देता। अपनी ग्रेड शीट देखकर हैरान हूं। … हर किसी की तरह मेरे भी सपने थे। लेकिन अब सब खत्‍म है। ये सारी पॉजिटिव बातें, हमेशा मुस्‍कुराना, लोगों से कहना कि मैं ठीक हूं, जबकि मैं ठीक नहीं हूं।’

अपने इस सूइसाइड नोट में मार्क ने अपने परिवार और दोस्‍तों से माफी मांगते हुए लिखा है, ‘मैंने कभी नहीं सोचा था कि मैं इस तरह आपको निराश करूंगा। मैं इस काबिल नहीं हूं कि आप लोग मुझे याद करें।’

मार्क ने आगे लिखा है, ‘घर से दूर दो साल, सबसे अच्‍छे इंस्टिट्यूट में, मेरे चारों तरफ बेहतरीन लोग थे, लेकिन मैंने सब बर्बाद कर दिया।’ मार्क ने अपने परिवार से अनुरोध किया है कि उनके शरीर को दफनाने की जगह किसी मेडिकल कॉलेज को दान कर दें, ‘मेरी लाश देश के भावी डॉक्‍टरों के किसी काम तो आएगी।’

अपने जीवन के आखिरी दो महीनों को जीवन का सबसे अच्‍छा समय बताते हुए मार्क ने दोस्‍तों से माफी मांगी है वहीं दोस्‍तों से अपील की है कि ‘आईटी इंडस्‍ट्री में जिंदगी बर्बाद न करें’, ‘अंकित, रज्‍जो, आईटी में काम करते-करते अपनी लाइफ मत भूल जाना। हर एक पल को जीना। एक ही जिंदगी मिली है।’

मार्क डिजाइन में मास्‍टर्स डिग्री पूरी कर रहे थे। 5 जुलाई को उनका फाइनल प्रेजेंटेशन था। संगारेड्डी के डीएसपी श्रीधर रेड्डी के मुताबिक, ‘आमतौर पर दोपहर 12 बजे तक सभी स्‍टूडेंट अपने कमरों से निकल आते हैं। लेकिन जब मार्क मंगलवार 2 बजे तक नहीं निकले तो उनके दोस्‍तों को शक हुआ और वे उन्‍हें आवाज लगाने लगे। जब कोई जवाब नहीं मिला तो दरवाजा तोड़ दिया गया, अंदर उन्‍हें छत से लटके हुए मार्क दिखाई दिए।’

फिलहाल आत्‍महत्‍या का मामला दर्ज किया गया है, पुलिस मामले की जांच कर रही है। कॉलेज प्रशासन ने मार्क के घर शोक संदेश भेज दिया है। मार्क के शव को पोस्‍टमॉर्टम के लिए भेज दिया गया है।

आईआईटी हैदराबाद में इस साल यह आत्‍महत्‍या का दूसरा मामला है। इसी साल फरवरी में थर्ड इयर के स्‍टूडेंट अनिरुद्ध ने हॉस्‍टल की सातवीं मंजिल से छलांग लगाकर आत्‍महत्‍या कर ली थी।

July 5, 2019
budget19.jpg
1min5250
આર્થિક મંદી સાથે જોડાયેલી ચર્ચા 2.0 સરકાર આજે ગૃહમાં પોતાનું પહેલું બજેટ નિર્મલા સીતારમણની આગેવાનીમાં રજૂ કરાશે. બજેટ પહેલા સામે આવેલા આર્થિક સર્વેમાં સંકેત મળ્યો છે કે નવા બજેટમાં પ્રાઈવેટ રોકાણની મદદથી રોજગાર પેદા કરવાની સાથે જ શ્રમ સંબંધી કાયદામાં જરુરી ફેરફાર, સારી ટેક્સ વ્યવસ્થા અને ઓછા વ્યાજ જેવા મુદ્દા પર ફોકસ કરીને સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઉપરના સ્તરે લઈ જવા માગે છે. નાણામંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે જ્યારે ઓછો વિકાસ દર, રોજગારીમાં ઘટાડો, ખરાબ ચોમાસાની શરુઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોર જેવા પડકારો સામે છે.
હાલના નાણાંકીય વર્ષ માટે સર્વેમાં આર્થિક વિકાસ દરનું લક્ષ્ય 7 ટકા રાખવામાં આવ્યું છે, જે પાંચ વર્ષમાં સૌથી ઓછા રહેલા વિકાસ દર (6.8%)થી વધારે છે. સુબ્રમણ્યને હાલના નાણાંકીય વર્ષમાં વિકાસ દરમાં વધારાને લઈને કોઈ ખાસ ક્યાસ નથી લગાવ્યો, પણ એટલું જરુર કહ્યું છે કે આવનારા સમયમાં આર્થિક બદલાવો માટે ચાલતા વિકાસ દરમાં બદલાવ જોવા મળતો રહેશે. હમણાં જોવા મળ્યું છે કે આર્થિક મંદીને જોતા કેટલાક મુદ્દા પર ખાસ ધ્યાન આપીને આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. નિકાસમાં વધારો કરીને, નાની અને સીમિત સંસાધનોવાળી કંપનીઓને રોજગાર તૈયાર કરવા, નિયમોને સ્પષ્ટ કરવા અને રોકાણ વધારવા જેવા પગલા આ દિશામાં સફળ સાબિત થઈ શકે છે.
પાછલા આર્થિક સલાહકારોની જેમ જ સુબ્રમણ્યને પણ વ્યવહારિક સ્તર પર અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા બદલાવોના સમર્થનમાં છે અને તેમનું માનવું છે કે તેની મદદથી સામાજિક બદલાવ કરી શકાય છે. ટેક્સ વ્યવસ્થાને સારી બનાવવા માટે સર્વેમાં ઈમિગ્રેશન કાઉન્ટર પર અલગ ડિપ્લોમેટિક ટાઈપ લેનથી લઈને વધારે ટેક્સ ચૂકવતા લોકોને બોર્ડિંગમાં વિશેષ સુવિધા આપવા જેવા પગલા ઉઠાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, ઘણી મહત્વપૂર્ણ ઈમારતો, ઐતિહાસિક સ્થળો, રસ્તાઓ, ટ્રેન્સ, અભિયાનો, સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીના નામે પણ આવા મહત્વપૂર્ણ ચહેરાના નામ રાખવામાં આવી શકે છે. સુબ્રમણ્યનનું કહેવું છે કે તેની અસર સામાન્ય જનતાને એ સંદેશ આપવામાં થશે કે “પ્રામાણિક રીતે ટેક્સ ચૂકવવો ગર્વની વાત છે.”
nirmala sitharaman budget માટે છબી પરિણામ

પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થાના કેટલાક ઉદાહરણલઈને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને કહ્યું કે સરકારને રોકાણ વધારવાની સાથે, રોજગાર પેદા કરવાની કોશિશ કરવી જોઈએ. તેમણે ચીનની શહેરી અને ગ્રામીણ કંપનીઓ વચ્ચે બેલેન્સને છડપથી થતા વિકાસનો આધાર ગણાવીને આશા કરી કે નાના રોકાણકારો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ જલદી રોજગાર આપવાવાળી સ્થિતિમાં આવી જશે. તેના માટે નક્કી કરવું પડશે કે રોકાને પ્રેરિત કરી શકાય. ચીનના ઉદાહરણ સાથે જ સુબ્રમણ્યને એ પણ કહ્યું કે હંમેશા વધારે રોકાણનો અર્થ રોજગાર નથી હોતો.

બજેટમાં નોકરી કરતા લોકો માટે ટેક્સના સ્લેબમાં બદલાવની આશા રખાઈ રહી છે. 2019-20 અંતર્ગત બજેટમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમાં અંગત ક્ષેત્રમાં રોકાણ, માંગ અને નિકાસ વધારવા પર ખાસ ભાર હશે. ઉદ્યોગ જગતની કંપનીઓ માટે કોર્પોરેટ કરનો દર 25 ટકા પર લાવવાની માંગ છે. અત્યારે 250 કરોડ રુપિયાથી વધારે ઉદ્યોગોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. સાથે જ બજેટમાં અનુસૂચિત જાતિ/જનજાતિ, અન્ય પછાત વર્ગો કે આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા શરુ કરાયેલા સ્ટાર્ટઅપના સાહસને સહાય આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

July 5, 2019
rajyasabha.jpg
1min6040

રાજ્યસભા ગુજરાતની બે બેઠકો માટે આજે શુક્રવારે સવારે 10ના ટકોરે  પેટા ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થયું હતું. મતદાન સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ મતદાનથી પેટા ચૂંટણીના અગાઉના નિર્ણય મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હોવાથી ભાજપના જ બન્ને ઉમેદવારો વિજયી બનશે એ નિશ્ચિત છે.

ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ એક બેઠક પર મહેસાણાના ઓબીસી આગેવાન જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

પાંચ વાગ્યા બાદ મતગણતરી થશે અને તુરત જ પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાતની આ બન્ને બેઠકો પર અગાઉ હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યસભાના સભ્ય બન્યા હતા, બન્નેના લોકસભામાં વિજય પછી ગુજરાતની રાજ્યસભાની આ બેઠકો ખાલી પડી હતી.

July 5, 2019
pakistan.jpg
1min5020

સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટેનો મોકો ફક્ત ગણિતની શક્યતામાં ફેરવાઈ જવા પછી ભૂતપૂર્વ ચૅમ્પિયન પાકિસ્તાને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે વર્લ્ડ કપમાં શુક્રવારે બંગલાદેશ સામે અહીં લોર્ડ્સ ખાતે રમાનારી પોતાની આખરી વિભાગીય મેચમાં અસંભવિત વિજય પ્રાપ્ત કરવાનો રહે છે.

૧૯૯૨ની સ્પર્ધાના વિજેતા પાકિસ્તાનની સેમી-ફાઈનલમાં પ્રવેશ કરવાની આશા પર ભારતની ટીમના ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજયથી ધક્કો પહોંચ્યો હતો અને ન્યૂ ઝીલેન્ડ બુધવારે રાતે આયોજક રાષ્ટ્રની ટીમ વિરુદ્ધ હારી જતા તેના માટે વર્લ્ડ કપ લગભગ સમાપ્ત થઈ ગયો હતો.

સરફાઝ અહમદની ટીમ માટે હવે સેમી-ફાઈનલ પ્રવેશ ફક્ત ગણિતની ગણતરી બની ગયો છે અને તે પણ પાકિસ્તાન ટોસ જીતીને પહેલા બૅટિંગ કરવા પર આધારિત છે. પાકિસ્તાન ટોસ હારી જતા અને તેને પહેલા ફિલ્ડિંગ કરવાનું કહેવામાં આવતા તેની સેમી-ફાઈનલની આશા પર પહેલો બોલ નખાવા પહેલા જ પાણી ફેરવાઈ જશે.

ન્યૂ ઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે ૧૧૯ રનથી હારી જવા પછી તેની નવ મેચમાંથી ૧૧ પોઈન્ટ પ્રાપ્ત કરવા સાથે પોતાની વિભાગીય મેચો સમાપ્ત કરી હતી, પણ પોતાના સંગીન પરાજય છતાં તે પોતાના નેટ રન-રેટથી ઘણું આગળ રહ્યું છે. પાકિસ્તાનના -૦.૭૮૨ સામે ન્યૂ ઝીલેન્ડનો નેટ રન-રેટ +૦.૧૭૫ છે. પોતાની આઠ મેચમાંથી કુલ નવ પોઈન્ટ સાથે હાલ પાંચમા ક્રમે રહેતા પાકિસ્તાનને ૩૫૦ રનનો જુમલો ખેડયા પછી બંગલાદેશને ૩૧૧ રનના માર્જિનથી અથવા ૪૦૦નો જુમલો ઊભો કરી ૩૧૬ રનથી હરાવવાનો પડકાર રહે છે કે જે અશક્ય લાગી રહ્યું છે.

ભારત સામે હારી જવા પછી પાકિસ્તાનની ટીમ બાબર આઝમ અને હેરીસ સોહેલના પ્રભાવિત બૅટિંગ દેખાવથી દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજય મેળવી વિજયના માર્ગે પાછી ફરી હતી.