CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 8 of 34 - CIA Live

April 2, 2022
chaitra.jpg
1min405

શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં  સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

March 28, 2022
cia_multi-1280x1045.jpg
1min364

પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી તા.૩૦ જૂનથી થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે મળેલા અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં ૪૩ દિવસ ચાલનારી આ યાત્રાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સામાન્ય લોકો અમરનાથ યાત્રામાં જોડાઇ શકશે. કોવીડ-19 અંગેના કેન્દ્ર સરકારના પ્રવર્તમાન તેમજ વખતોવખત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામા આવનારા તમામ ધારાધોરણો લાગૂ કરવાની શરતે અમરનાથ યાત્રામાં સામાન્ય લોકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર સિન્હાએ લખ્યું કે 27 માર્ચે અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ૪૩ દિવસ ચાલનારી યાત્રાનો પ્રારંભ તા.૩૦ જૂનથી થશે. અમે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવતાં અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી અને કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.   

February 17, 2022
bhavnath.jpg
1min571

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે

 ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ (Mahashivratri) ભરાતા ભવનાથના મેળાને (Bhavnath Melo) જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. આજે મળેલી જિલ્લાતંત્રની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં મસમોટો ઘટાડો થયો હોવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર (Girnar) પરિક્રમાને પણ છેલ્લી ઘડીએ જ મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.

સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વખતે અત્યારસુધીનો સૌથી સારો મેળો યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આજે મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાની તૈયારી કઈ રીતે કરવી અને કઈ-કઈ સમિતિ બનાવવી તેને લઈને ચર્ચા થઈ હતી.

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળાને કડક નિયમોના પાલનના શરતે જ મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્યમાં સ્થિતિ અલગ છે, અને કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ કેસોમાં રોજેરોજ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં કેસો ઘટતા રહે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે.

January 8, 2022
Naresh-Patel.jpg
1min433

આજે તા.8મી જાન્યુઆરી 2022ના રોજ રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલે બેઠક યોજીને ખોડલધામ પાટોત્સવની મહાસભા મૌકૂફ રાખીને સમગ્ર કાર્યક્રમ ભાવિકો માટે ઓનલાઇન લાઇવ દર્શાવવાની યોજના અંગે માહિતગાર કર્યા હતા.

બાદમાં નરેશ પટેલે આ બાબતોની જાણકારી આપવા માટે યોજાયેલા પ્રેસ-કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે સરકારી ગાઇડલાઇન અનુસાર ફક્ત 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો જુદા જુદા સોશ્યલ મિડીયા માધ્યમ દ્વારા ઓનલાઈન આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

December 13, 2021
kashi.jpg
1min621
Modi to inaugurate phase-1 of Shri Kashi Vishwanath Dham on 13 Dec

વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ ધામના ઉદ્ઘાટન માટે લાડુઓ તૈયાર કરતા લોકો. વડા પ્રધાન મોદી Date 13/12/21 સોમવારે કાશી વિશ્ર્વનાથ ધામ કોરીડોરનું ઉદ્ઘાટન કરવાના છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ ધામના (Kashi Vishwanath Corridor) લોકાર્પણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. જો કે હવે કાશીની તસવીર નવા રૂપમાં જોવા મળશે. પીએમ મોદી 13 ડિસેમ્બર એટલે કે સોમવારે તેનું લોકાર્પણ કરશે. આ માટે, સીએમ યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) યોજના પર સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર કાશીને સુંદર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

From Kashi Vishwanath Dham to Rudraksh Convention Centre: Here's How PM  Modi Transformed Varanasi

આ સાથે કાશીના રહેવાસીઓએ પણ તેમના મહેમાનોના સ્વાગત માટે મંદિરો, કુંડો, ગંગા ઘાટ વગેરેની સફાઈ શરૂ કરી દીધી છે અને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં લોકાર્પણ બાદ કાશી વિશ્વનાથનો પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામ હવે તેના અંતિમ મુકામ તરફ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્રમાં આવશે અને શ્રી વિશ્વનાથ ધામને જનતાને સોંપશે.

December 2, 2021
shaneshwar.jpg
1min534

કારતક મહિનાની અમાસ આગામી 4 ડિસેમ્બરે એટલે કે શનિવારે જ આવી રહી છે. શનિવારે અમાસ હોવાથી તેનું ખાસ મહત્ત્વ રહેશે અને આ સાથે જ આ દિવસે સૂર્ય ગ્રહણ પણ હોવાથી વિશેષ મહિમા રહેશે. શનિને ન્યાયના દેવતા ગણાય છે. જ્યોતિષશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે સાડાસાતીમાં સારા અને ખરાબ તમામ કર્મોનું ફળ મળે છે. તેથી શનિને પ્રસન્ન કરવા જરૂરી છે. શનૈશ્ચર અમાસ કરવામાં આવેલા ખાસ ઉપાયોથી શનિ દેવ પ્રસન્ન થાય છે.

શનિ દોષ નિવારણ અને શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારે આવતી અમાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

શનિ સંબંધિત તમામ દોષ અને કષ્ટ દૂર કરવા માટે શનિ મહારાજ સાથે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. તેના માટે શિવ સહસ્ત્રનામ અને ‘ऊँ नम: शिवाय’ મંત્રનો જાપ કરવો. શનિ દોષથી છુટકારો મેળવવા માટે શિવજી સાથે હનુમાનજીની પણ પૂજા લાભદાયક રહે છે. આ દિવસે હનુમાન મંદિરમાં ગુલાબની માળા અર્પણ કરો અને તલનું તેલ ચઢાવો.

શનિશ્ચરી અમાસે ભગવાન શિવની પૂજા સફેદ અપરાજિતા અને શનિદેવની પૂજા વાદળી ફૂલોથી કરવી જોઈએ. ત્યારબાદ તલના તેલનો દીવો કરો. આમ કરવાથી દુશ્મનો પર જીત મેળવી શકાય છે. આ દિવસે શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદોને દાન કરવાની પણ પરંપરા છે.

December 1, 2021
chardham.png
1min390

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડની મુલાકાત પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં ચારધામ દેવસ્થાનમ બોર્ડ ભંગ કરવાનું એલાન કર્યુ છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દે ભાજપ દબાણમાં હતું કારણ કે ચૂંટણીમાં આ એક મુદ્દો બની ગયો હતો. રાજ્યમાં સત્તા ટકાવી રાખવા ભાજપે આ મુદ્દે નમતું જોખવા સિવાય છૂટકો ન હતો. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ અગાઉ જ્યારે કેદારનાથની મુલાકાતે ગયા હતા ત્યારે પુરોહિતોએ કાળા ઝંડા બતાવી નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

બે વર્ષ પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતના શાસન વખતે દેવસ્થાનમ વ્યવસ્થાપક બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું જેને હવે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભંગ કરવા જાહેરાત કરી છે. રાજ્યમાં આ બોર્ડનો તીર્થ પુરોહિતો દ્વારા પહેલેથી જ ખૂબ વિરોધ થઈ રહ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલો ઉઠાવી રહી હતી.

ભાજપે મુખ્યમંત્રી બદલ્યાનું એક કારણ આ મુદ્દો માનવામાં આવે છે. હવે આ નિર્ણય બાદ વડાપ્રધાન મોદીની 4 ડિસે.ની મુલાકાતનું મહત્ત્વ વધી ગયું છે.

મુખ્યમંત્રી ધામીએ કહ્યં કે વિવિધ સામાજિક સંગઠનો, તીર્થ પુરોહિતો,’ પંડા સમાજના લોકો અને વિવિધ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કર્યા બાદ ઉચ્ચસ્તરીય રિપોર્ટ પર વિચાર કરતાં ચારધામ દેવસ્થાનમ પ્રબંધન અધિનિયમ, ર019ને પાછો ખેંચવા નિર્ણય લેવાયો છે. આગળ જતાં જે કંઈ રાજ્યના હિતમાં હશે તે માટે સૌની સાથે વાતચીત કરીને કાર્યવાહી કરાશે.

November 19, 2021
tirupati.jpg
1min392

બંગાળની ખાડીમાં ભારે દબાણ સર્જાયા બાદ સર્જાયેલી હવામાન પરિસ્થિતિઓમાં ગુરુવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. આનાથી ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરુમાલામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

તિરુપતિ મંદિરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણીના જોરદાર પ્રવાહને કારણે સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયેલા જોવા મળ્યા હતા. જોકે, તેમને ત્યાંથી બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. તિરુમાલા ટેકરીઓ પરના મુખ્ય મંદિરને અડીને આવેલી ચાર ‘માડા સ્ટ્રીટ્સ’ અને વૈકુંઠમ કતાર સંકુલ (ભોંયરું) વરસાદને કારણે ડૂબી ગયા હતા. પૂરની સ્થિતિને કારણે યાત્રાળુઓ બહાર નીકળી શક્યા ન હતા, તેથી ગુરુવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન પણ અટકાવવા પડ્યા હતા.

ભારે વરસાદના કારણે તિરુમાલા ખાતે આવેલ જપલી અંજનેય સ્વામી મંદિર પાણીમાં ડૂબી ગયું હતું અને દેવતાની મૂર્તિ પણ ડૂબી ગઈ હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સત્તાવાળાઓએ પવિત્ર ટેકરીઓ પર ફસાયેલા યાત્રાળુઓ માટે મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે. પરિસ્થિતિને જોતા ટીટીડીના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ શુક્રવારે ઓફિસ સ્ટાફ માટે રજા જાહેર કરી છે. નજીકના સત્તાવાર સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે પૂર અને ભૂસ્ખલનને પગલે તિરુમાલા પહાડી તરફ જતા બે ઘાટ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે અલીપીરીથી મંદિર તરફ જતો વોકવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. રેનિગુંટામાં તિરુપતિ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે ત્યાં આવતા વિમાનોનું લેન્ડિંગ અટકાવવાની ફરજ પડી હતી. એરપોર્ટ ડાયરેક્ટર એસ સુરેશે જણાવ્યું હતું કે હૈદરાબાદ અને બેંગલુરુથી તિરુપતિ આવી રહેલી બે પેસેન્જર ફ્લાઇટને પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે પ્રવર્તમાન હવામાનને કારણે નવી દિલ્હીથી નિર્ધારિત ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. તિરુમાલામાં TTD ના અધિક કાર્યકારી અધિકારીની ઓફિસમાં પણ કોઈ કર્માચારી પહોંચી શક્યું નહોવાથી ખાલી હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં વરસાદ સાથે બંગાળની ખાડી પર દબાણ વિસ્તાર રચાયો છે અને 19 નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. IMDએ ટ્વીટ કર્યું કે ચેન્નાઈથી 300 કિમીથી વધુના અંતરે દબાણ ક્ષેત્ર બન્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસના દક્ષિણી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, શહેર અને તેના પડોશી જિલ્લાઓ કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટમાં રાતોરાત વરસાદ પડ્યો હતો, જેના કારણે અધિકારીઓને શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી.

November 14, 2021
girnar-arohan.jpg
1min456
ફાઇલ ફોટો. આ વખતે સતત બીજા દિવસે સામાન્ય જનતા માટે લીલીની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. તા.14મી નવેમ્બરે મધરાતે ફક્ત 400 સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે.

ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલ તા.14/11/21ના મધરાતથી વિધિવત્ પ્રારંભ થશે પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇનને કારણે માત્ર 400 સાધુ-સંત દ્વારા જ પ્રતિકાત્મક પરિક્રમા હોવાથી તળેટી અને ગિરનારની ગોદ ખાલીખમ રહેશે.

આદિકાળથી યોજાતી લીલી પરિક્રમા કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે ભાવિકો માટે બંધ રખાય છે. તેથી ભાવિકોમાં કચવાટ પ્રસર્યો છે પરંતુ માત્ર લોકોની સુખાકારી માટે સરકારે નિર્ણય કર્યો છે તેથી ભાવિકોએ પણ મનોમન પરિક્રમાંથી સંતોષ માન્યો છે.

14/11/21 મધરાતથી યોજાનાર પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર 400 સાધુ સંતો જ જોડાઈ શકશે. તેની વિગતો સાધુ સમાજ દ્વારા હજુ જાહેર કરાઈ નથી. દર વર્ષની માફક દેશના વિવિધ ભાગોમાંથી સાધુ સંતો તળેટીમાં’ પહોંચ્યા છે. સાધુ સંતોની સંખ્યા 400 સરકારે નિર્ધારિત કરી છે પણ આ સંખ્યા પૂર્ણ થાય તેવી સંભાવના ઓછી છે. સાધુ સંતો જ પરિક્રમા કરનાર હોવાથી તેઓની વહારે અન્નક્ષેત્ર પણ આવી શકે તેમ નથી. તેથી તેઓએ સીધો-સામાન સાથે લઈ જવો પડશે.

પરિક્રમામાં સાધુ સંતો સિવાય કોઈ ઘૂસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત પરિકમા માર્ગ ઉપર પણ વનતંત્ર દેખરેખ રાખશે અને ગેરકાયદે પ્રવેશનારાઓ સામે વન વિભાગ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હોવાથી જંગલમાં કોઈ ચોરીછૂપીથી પ્રવેશશે તો તેઓને કાયદાકીય સજા સહન કરવી પડશે.

November 7, 2021
Ramayana-Yatra-train.jpg
1min327

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશન (આઇઆરસીટીસી) સાતમી નવેમ્બરથી શ્રી રામાયણયાત્રા ટ્રેન શરૂ કરશે. ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક આવી ટ્રેન દોડાવાશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશને જણાવ્યું હતું કે યાત્રા માટેની ખાસ ટ્રેન અને ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનને યાત્રાળુઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દોડાવાશે.
તેણે જણાવ્યું હતું કે રામાયણ સર્કિટ ટ્રેન નવી દિલ્હીથી સાતમી નવેમ્બરે ઊપડશે અને બાદમાં અન્ય ચાર ટ્રેન પણ ચાલુ મહિને દોડાવાશે.

શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – મદુરાઇ ટ્રેન ૧૮ નવેમ્બરે ઊપડશે. તેમાં સ્લિપર વર્ગના ડબા હશે. આ પૅકેજ ૧૨ રાત અને ૧૩ દિવસનો રહેશે.

આ ઉપરાંત, શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – શ્રી ગંગાનગર યાત્રા માટેની ખાસ ટ્રેન ઉત્તર ભારતમાં દોડાવાશે.