CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 15 of 37 - CIA Live

January 13, 2021
Ram-Mandir2.jpg
1min679

દાન આપીને તરત જ પાવતી માગજો : શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ

અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર ભવ્યાતિભવ્ય બને અને જે રીતે ખ્રિસ્તી સમાજ માટે વેટીકન, મુસ્લિમ સમાજ માટે મક્કા ધાર્મિક સ્થળ છે એ જ રીતે વિશ્વભરમાં પથરાયેલા હિન્દુઓ માટે અયોધ્યા રામ મંદિર આસ્થાનું પ્રતિક બને એ હેતુથી આગામી 15 જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી 2021 સુધી સુરત શહેરમાંથી દાન ઉઘરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા કે પોતાની ક્ષમતા અનુસાર જે રાશિ રામ મંદિર નિર્માણ કાજે દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિએ કહ્યું કોઇને પણ દાન ઉઘરાવવાનું કામ કે સત્તા આપી નથી

રામ મંદિર નિર્માણ માટે દાન ઉઘરાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થાય એ માટે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારો માંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓ ના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.

સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માં પોતાના સમર્પણ ના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે

સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે.

આ પ્રેસ વાર્તામાં સુરત સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસીએસનના માજી પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી , આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિ ના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

December 11, 2020
jalarambapa.jpg
1min559

વીરપુરનું જલારામ મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરમાં બાપાના દર્શન કરવા માટે આવતા ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દરેક દર્શનાર્થીઓને સ્ક્રીનિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ દરેક ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજે ગુરૂવારથી મંગલ મંદિરનાં દ્વાર ખુલ્યાં છે. સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટાઈઝેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે.

November 24, 2020
tulsi-vivah.jpeg
1min757

દેવઉઠી અગિયારસ એટલે કે આવતીકાલ બુધવારે શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

हिन्दी पंचांग के अनुसार, कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी तिथि को देवउठनी एकादशी होती है। इस साल कल 25 नवंबर को देवउठनी एकादशी व्रत रखा जाएगा इस दिन से भगवान विष्णु योग निद्रा से बाहर आते हैं और सृष्टि के पालनहार का दायित्व संभालते हैं। इस दिन भगवान विष्णु का शयनकाल समाप्त होता है। इस दिन व्रत का विशेष महत्व है।

આવતીકાલ તા.25મી નવેમ્બર 2020ને બુધવારે હિન્દુ પંચાંગ પ્રમાણે દેવઉઠી અગિયારસનો દિવસ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણું નિંદરમાંથી ઉઠે છે અને આ જ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં તુલસી વિવાહનો પણ ખૂબ મહિમા છે.

દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે. દેવઉઠી અગિયારસ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાદ કરીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.

November 13, 2020
dwarkadish-1.png
1min7790

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળીચૌદશ અને દીપાવલીની એક જ દિવસે એટલે કે ૧૪મી નવેમ્બરના ઉજવણી થશે. દિવાળીના રાત્રીના ૮ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી હાટડીના દર્શન થશે. ૧૫મી નવેમ્બરના નૂતનવર્ષના સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવના દર્શન થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં દીપાવલી અને નૂતનવર્ષને અનુલક્ષીને તા. ૧૩મીથી ૧૬મી નવેમ્બરના શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર તા. ૧૩ નવેમ્બરના ધનતેરસના શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે. તા.૧૪ નવેમ્બરના રૂપચૌદશ અને દીપાવલીની ઉજવણી થશે. જેમાં મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.

બપોરે એક વાગ્યે મંદિર અનોસર(બંધ) થશે. ઉત્થાપન દર્શના સાંજે ૫ વાગ્યે થશે. રાત્રીના ૮ થી ૮.૩૦ હાટડી દર્શન બાદ રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. તા.૧૫ નવેમ્બરના નૂતનવર્ષના મંગળા આરતી સવારે ૬ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે અને બપોરે એક કલાકે મંદિર અનોસર થશે. અન્નકૂટ દર્શન સાંજે ૫ થી ૭ કલાક સુધી થશે અને રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. ૧૬મી નવેમ્બરના ભાઇબીજના સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.ઉલ્લખેનીય છેકે, અનલોક બાદ દ્વારકા તરફ ધીમે-ધીમે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે.

November 2, 2020
bohra_samaj.jpg
1min5710

प्रधानमंत्री नरेंद्र मोदी ने दाऊदी बोहरा समुदाय के शहजादा हुसैन बुरहानुद्दीन से मुलाकात की. पीएम मोदी ने खुद इस मुलाकात की जानकारी दी और बताया कि हुसैन बुरहानुद्दीन ने बोहरा समुदाय द्वारा समाज की सेवा में किए जा रहे सराहनीय कार्यों के बारे में बात की. 

पीएम मोदी ने सोमवार को हुई इस मुलाकात का फोटो भी अपने ट्विटर हैंडल पर शेयर किया. बता दें कि शहजादा हुसैन बुरहानुद्दीन दाऊदी बोहरा समुदाय के मौजूदा सर्वोच्च धर्मगुरू सैय्यदना मुफद्दल सैफुद्दीन के तीसरे बेटे हैं. सैय्यदना मुफद्दिल सैफुद्दीन दाऊदी बोहरा समुदाय के 53वें धर्मगुरू हैं. 

November 1, 2020
vaishno-devi.jpg
1min6150

માતા વૈષ્ણોદેવી મંદિરે પહેલી નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આદેશ આપે છે કે માર્ગદર્શિકા અને નિર્દેશનો ૩૦-૧૧-૨૦૨૦ સુધી કાયમ રહેશે, ફક્ત માતા વૈષ્ણોદેવી મંદિર, કતરામાં અગાઉની પ્રતિદિન ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટમાં ફેરફાર કરતા હવે ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે.

કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અંદાજે પાંચ મહિના પછી ત્રિકુટા ટેકરી પર આવેલું માતા વૈષ્ણાદેવીનું મંદિર ૧૬મી ઓગસ્ટથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાયું હતું. પ્રારંભિક તબક્કે ફક્ત દિવસના ૨૦૦૦ લોકોને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોનો સમાવેશ કરાયો હતો.

યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ ખાતે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે યાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવન, અધકુવારી, કતરા અને જમ્મુમાં યાત્રાળુઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.

શ્રાઇન બોર્ડની અન્ય સુવિધાઓ જેવી કે, બેટરી દ્વારા ચાલતા વાહનો, રોપવે અને હેલિકોપ્ટર સેવા વગેરે પણ નિયમોનું પાલન કરીને ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

October 25, 2020
sharadpurnima.jpg
1min929

વર્ષમાં ૧૨ પૂર્ણિમા આવે, તેમાં કાર્તિક, પોષીપૂર્ણિમા, ફાગણ મહિનાની હુતાસનીની પૂર્ણિમા, ચૈત્રીપૂર્ણિમા, વૈશાખીપૂર્ણિમા, શ્રાવણની રક્ષાબંધનની પૂર્ણિમા અને શરદઋતુની શરદપૂર્ણિમા મોટી પૂર્ણિમાઓ છે.

શરદપૂર્ણિમા શરદસંપાત પછી આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં થોડા જ દિવસ પહેલા પ્રવેશ્યો છે, તેમ છતાં આ વખતે સૂર્ય ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે અને ચંદ્ર પણ ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે. તેથી ક્ષિતિજ પર તે બંન્ને થોડા મોટા અને વધુ તેજસ્વી દેખાય છે. તેથી બધી જ પૂર્ણિમાઓમાં શરદપૂર્ણિમા મહારાણી ગણાય છે.

sharad purnima 2020 date and time sharad purnima date and time importance  puja vidhi and story hisd | Sharad Purnima 2020 Date And Time : शरद  पूर्णिमा 2020 में कब है, जानिए

ચોમાસા પછી પૂર્ણપણે સ્વચ્છ આકાશમાં ચંદ્ર પોતાની ચાંદની ફેલાવે છે. માટે આ પૂર્ણિમા વિશિષ્ટ બને છે. ચાંદીના ઢોળ જેવી ચાંદની પૃથ્વી પર પથરાય છે આ કારણે માનવીઓનાં હૈયા હિલોળે ચઢે છે. સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાસાગરોમાં પણ મોટી મોટી ભરતી આવે છે. સૂર્યથી પૃથ્વીનું અંતર વધારે હોતું નથી, અને પૃથ્વીથી ચંદ્રનું અંતર પણ વધારે હોતું નથી. તેથી ચંદ્ર ખૂબ જ પ્રકાશિત લાગે છે. ચોમાસુ ગયા પછી આકાશમાંના ઘણાખરા ધૂલિકણો વરસાદના પાણી સાથે પૃથ્વી પર આવી ગયા હોય છે. માટે આકાશ ક્રિસ્ટલ ક્લીઅર થઇ જાય છે, જેથી ચંદ્ર વધુ દેદીપ્યમાન લાગે છે.

શરદપૂર્ણિમાની બીજી એક વિશિષ્ટતા એ હોય છે કે ચોમાસુ સમાપ્તિના આરે હોવાથી વરસાદની રંગમાં ભંગ પડવાની શક્યતા બહુ ઓછી હોય છે અને હજુ શિયાળો બેઠો નથી હોતો, તેથી રાતે ઠંડીનો ચમકારો પણ હોતો નથી. ઑક્ટોબરના દિવસની ગરમી પછી રાત અતિ સુંદર અને ઠંડી હોય છે. ધીરે ધીરે પવનની લેરખીઓ આવે છે.

ખેતરોમાં પાક સારો થવાનો હોવાથી અને ઉપર દિવાળીનું પર્વ આવવાનું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો હોય છે પછી શિયાળો બેસવાનો હોવાથી શિયાળાના દિવસોમાં પૂર્ણિમા માણી શકાય તેમ હોતું નથી. આ બધા કારણોસર શરદપૂર્ણિમા વિશિષ્ટ પૂર્ણિમા બને છે, અને હિંદુ કૅલેન્ડર પ્રમાણે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા હોય છે. જેમ શરદપૂર્ણિમાની રાત સ્વચ્છ અને ચાંદીના ઢોળે મઢેલી લાગે છે તેમ ૧૫ દિવસ પછી આવનારી દિવાળીની અમાસ તેટલી જ સ્વચ્છ અને કાળી ડિબાંગ લાગે છે. તેમાં ચમકતા તારા અમાસની નવી જ આભા ઉત્પન્ન કરે છે અને તેને દિવ્યતા અને ભવ્યતા અર્પે છે. આસો મહિનાની શરદપૂર્ણિમા અને દિવાળીની અમાસ કુદરતની બે બાજુઓને સ્પષ્ટ કરે છે આ વિરોધાભાસી હોવા છતાં તાર્કિક અને અર્થપૂર્ણ છે. શરદપૂર્ણિમાની રાતે દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. દૂધ, ચાંદની રાત જેવું સફેદ, પૌઆ પણ સફેદ, તેમાં પડતી સાકર પણ સફેદ અને તેમાં પડતી ચાંદની પણ સફેદ આ બધું દૂધ-પૌઆને દૂધામૃત બનાવે છે.

બધી જ પૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો અને શરદપૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો, આપણને પોતાને જ તેની દિવ્યતાની ખબર પડશે. આપણું હૈયું પ્રકાશમય થયેલું જણાશે. શરદપૂર્ણિમાની સાંજે પૂર્વમાં ઉદય પામતા ચંદ્રને જોવાનો આનંદ તદ્ન અનેરો હોય છે. તે હકીકતમાં થોડો મોટો દેખાય છે. એક તો તે ક્ષિતિજ પાસે છે માટે મોટો દેખાય છે, બીજું તે પૃથ્વીની નજીક હોવાથી થોડો મોટો દેખાય છે અને પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ચંદ્ર વધુ પ્રકાશમય અને થોડો મોટો દેખાય છે. કોઇ પણ પૂર્ણિમાએ ચંદ્ર પૂરી રાત સાંજથી સવાર સુધી આકાશમાં રહે છે. સૂર્ય પૃથ્વીનો આત્મા છે તો ચંદ્ર તેનું હૃદય છે. પૂર્ણિમાની રાતે કુદરતની નજાકત અને કરિશ્મા માણવાનો લ્હાવો લેવો જ જોઇએ તે મસ્તિસ્કને તરોતાજા કરે છે, અને મગજને દિવ્ય વિચારો કરવાની ક્ષમતા આપે છે.

આજના જમાનામાં કેટલાક યુવાનો શરદપૂર્ણિમાને આધ્યાત્મિક અને સાત્ત્વિક રીતે માણવાને બદલે મહાસાગર, પહાડો, નદીઓ પૃથ્વી પર પડતી ચાંદનીને નિરખવાને બદલે માદક પદાર્થ પીને અને ખાઇને છાકટા બનેલાં દેખાય છે. આ સમાજની અધોગતિ દેખાડે છે અને દિવ્યતામાં વિકૃતિ દેખાડે છે.

જૂના જમાનામાં કે થોડા દશકા પહેલાંની દેશની નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ-ગરબા જુઓ અને હાલની કોમર્શિયલ નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ જુઓ. હાલ શક્તિની ઉપાસના કરવાને બદલે તેની અવહેલના થતી દેખાય છે. માત્ર દૂષિત મનોરંજનની રાત્રિ દેખાય છે. નવરાત્રિના કે શરદપૂનમના રાસ-ગરબાનો હેતુ જ ખલાસ થઈ ગયો છે. આ કાર્ય થોડા ધંધાર્થીઓએ કર્યું છે અને ઉત્સવ બગાડી નાંખ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રમવા શરદપૂર્ણિમાને પસંદ કરી તે ખૂબ જ બુદ્ધિમત્તાનું કાર્ય કર્યું છે. ગોપીઓને ઘરમાંથી બહાર કાઢી સ્ત્રી-સશક્તિકરણનો દાખલો બેસાડ્યો. શ્રીકૃષ્ણની રાસલીલા દ્વૈતમાંથી અદ્વૈતતાનું રહસ્ય સમજાવે છે. સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. બધાં જ આત્મા છે. આ આત્મા અને પરમાત્માનું મિલન છે. આ બ્રહ્માંડમાં બધે જ રાસ-ગરબા ચાલે છે તે રાસ-લીલા કરી શ્રીકૃષ્ણ ભગવાને આપણને દર્શાવ્યું. દેવાધિ દેવ શંકર ભગવાને પણ તાંડવ નૃત્ય કરી નાદબ્રહ્મ, શબ્દબ્રહ્મ, નૃત્યબ્રહ્મનો આપણને અહેસાસ કરાવ્યો છે. ગ્રહો, સૂર્ય ફરતે રાસ લે છે, ઉપગ્રહો ગ્રહોની ફરતે રાસ લે છે, ઇલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ લે છે. આપણે પણ એકબીજાની ફરતે રાસ જ લઇએ છીએ. આપણી જીભ મુખમાં રાસ લે છે, આપણે ચાલીએ છીએ, તે પણ એક રાસ જ છે. બ્રહ્માંડમાં બધે રાસ જ નજર આવે છે તે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી આપણને દેખાડ્યું છે.

October 25, 2020
dussehra-1603512636.jpg
1min10310

હિન્દુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાની દસમી તિથિ અને વિજય મુહૂર્તના સંયોગ પર વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે હિન્દુ પંચાગ પ્રમાણે બે દશેરાનો યોગ છે. આ સંયોગની તારીખ વિશે મતમતાંતર પ્રવર્તે છે. જ્યોતિષીઓના મત અનુસાર 25 ઑક્ટોબરના રોજ દસમી તિથિ દરમિયાન દિવસે વિજય મુહૂર્તમાં શ્રી રામ, વનસ્પતિ અને શસ્ત્ર પૂજા કરવી જોઈએ. એ પછી મૂર્તિ વિસર્જન અને સાંજે રાવણ દહનની પરંપરા છે. વિજયાદશમીને જ્યોતિષશાસ્ત્રમાં વણજોયું મુહૂર્ત ગણવામાં આવ્યું છે. યાને કે આ દિવસે પ્રોપર્ટી, વાહનો કે અન્ય કોઈપણ પ્રકારની ખરીદી કરી શકાય છે.

હિન્દું પંચાંગ પ્રમાણે 25 ઑક્ટોબર, રવિવારના દિવસના શુભ મુહૂર્ત

  • બપોરે 1.30થી 2.50 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
  • બપોરે 2.00થી 2.40 સુધી (ખરીદી, અપરાજિતા, શમી અને શસ્ત્ર પૂજા મુહૂર્ત)
  • બપોરે 3.45થી સાંજે 4.15 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)

ગરબા / મૂર્તિ વિસર્જનનાં મુહૂર્ત (26 ઑક્ટોબર, સોમવાર)

  • સવારે 6.30થી 8.35 સુધી
  • સવારે 10.35થી 11.30 સુધી

આ વખતે આજના દિવસે પૂજા, ખરીદી અને વિસર્જન માટે ત્રણ મુહૂર્ત છે. તેના પછીના દિવસે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને કારણે 26 ઑક્ટોબરના રોજ પણ મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ દિવસે સવારે લગભગ 11-30 સુધી દસમી તિથિ હોવાને લીધે મૂર્તિ વિસર્જન માટે 2 મુહૂર્ત છે. આ વખતે દશેરા દેશના અમુક ભાગમાં 25મીએ તો અમુક જગ્યાઓએ 26 ઑક્ટોબરે મનાવવામાં આવી રહ્યા છે.

October 21, 2020
ambaji_temple-1280x720.jpg
1min6160

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વ્રારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૪૫ , દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ , દર્શન સાંજે- ૭.૦૦ થી ૧૧.૦૦ રાત્રે નો સમય રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતીનું ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

October 17, 2020
ambaji-4.jpg
1min5250

આજથી જગત જનની મા જગદંબાના નવરાત્રિ પર્વનો દીવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પ્રાચિન ગરબી કે અર્વાચીન રાસોત્સવ યોજાશે નહિ. માત્ર એક કલાક પૂજા-અર્ચના-આરતી કરી શકાશે.

સૌ કોઇ ઘરમેળે માની પૂજા અર્ચના કરશે. નવધા ભક્તિ કરતાં માના ગુણગાન ગાશે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં માના નોરતા પહેલા ગરબાની ધૂમ ખરીદી થઇ હતી. સાથોસાથ માતાજીની ચૂંદડી દરરોજ વિવિધ વાનગીની પ્રસાદીની પણ ભાવિકોએ કરી હતી.

માતાજીના વસ્ત્ર, અલંકાર, હાર વગેરે ખરીદતા લોકો જોવા મળ્યા હતા. માતાજીના પર્વને વધાવવા માટે માતાજીના મંદિરોમાં લાઈટીંગ, ડેકોરેશન સહિતના શણગાર કરાયા હતા. જો કે દર્શનાર્થીઓ માત્ર દર્શન કરી શકશે. કોઇપણ સ્થળે રાસોત્સવ, ગરબી યોજાવાના નથી. શહેરમાં માના નોરતાને વધાવવા થનગનાટ છે. માની ભક્તિમાં ભાવિકો લીન થતા માતાજીને કાલાવાલા કરશે.