CIA ALERT

રમત જગત Archives - Page 20 of 45 - CIA Live

June 10, 2021
engvsnz.jpg
1min379

ભારત વિરુદ્ધના ડબ્લ્યુટીસીનાં ફાઇનલ પૂર્વે ન્યુઝિલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજા ટેસ્ટમાં મેદાને પડશે. ત્યારે કિવિ ટીમની ચિંતામાં વધારો થયો છે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન નબળી ફિટનેસને લીધે બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. સ્પિનર મિચેલ સેંટનર પર આંગળીની ઇજાને લીધે રમવાનો નથી.

એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોઝ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનાર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યુઝિલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.

ન્યુઝિલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ બોલરો ફ્રેશ છે અને મેદાનમાં ઉતરાવા ઉત્સાહિત છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ડફી પણ અમારા ફ્રન્ટલાઇન બોલરો જ છે. અમારી પાસે 20 ખેલાડીની એવી ટીમ છે. જેમાં તમામ અનુભવી ખેલાડી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે.

June 9, 2021
sunil_chhetri.jpg
1min397
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 4, 2021
Tokyo-2020-Olympics.png
1min458

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.

ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.

June 2, 2021
engvsnz.jpg
1min445

ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બે ટેસ્ટની શ્રેણીના પહેલા મેચનો બુધવારથી પ્રારંભ થશે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભારત વિરૂધ્ધના ફાઇનલ પૂર્વે કિવિઝ ટીમની નજર ઇંગ્લેન્ડની ટીમને જોરદાર ટક્કર આપીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જયારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ તેના યુવા ખેલાડીઓના સહારે સિઝનની શરૂઆત વિજય સાથે કરવા ઇચ્છશે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમે રોટેશન પોલિસી અનુસાર તેના આઇપીએલ સ્ટાર ખેલાડીઓને વિશ્રામ આપ્યો છે.

મેચ 2/6/21, બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.

ઇંગ્લેન્ડની ટીમમાં પહેલીવાર વિકેટકીપર તરીકે જેમ્સ બ્રેસી હશે. કારણ કે એલેકસ પેરી ઇજાગ્રસ્ત થયો છે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ પાસે એન્ડરસન અને બ્રોડના રૂપમાં સૌથી અનુભવી અને સફળ ઝડપી બોલિંગ જોડી છે. બન્ને ખેલાડી પાસે કેટલાક ખાસ રેકોર્ડ રચવાની તક છે. કિવિ બોલર બોલ્ટને પહેલા ટેસ્ટમાં વિશ્રામ મળશે તેવો સંકેત કપ્તાન વિલિયમ્સને આપ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડને સ્ટોકસ, બટલર, આર્ચર સહિતના સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે.

May 29, 2021
IPL_cia.jpg
1min502

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા તબક્કાનું આયોજન હવે યુએઈમાં થશે. શનિવારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એસજીએમ ખાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, IPL- 2021ની ટુર્નામેન્ટ કોરોનાને કારણે 4 મેના રોજ સ્થગિત કરવામાં આવી હતી.

IPL-2021ના પ્રથમ તબક્કામાં 29 મેચો થઈ હતી. જો કે, હવે બાકીની 31 મેચ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખરાબ હવામાનની અપેક્ષા રાખતા બીસીસીઆઈએ ટી 20 લીગને યુએઈમાં સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો છે. યુએઈમાં આઈપીએલ 2021ની બાકીની મેચ 19 અથવા 20 સપ્ટેમ્બર સુધી યોજાઈ શકે છે, ફાઈનલ મેચ 10 ઓક્ટોબરના રોજ યુએઈમાં રમાશે.

May 29, 2021
WTC.jpg
1min418

આઇસીસીએ 28/5/2021 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની મેચ કન્ડીશન જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે મેચ ડ્રો કે ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાશે. 18થી 22 જૂન દરમિયાન રમાનાર આ ફાઇનલ મેચ માટે કોઇ કારણોસર સમય બગડવાની સ્થિતિમાં સુરક્ષિત દિવસની વ્યવસ્થા કરી છે. જે અનુસાર 23 જૂન સુરક્ષિત દિવસ ગણાશે. આઇસીસીએ એમ પણ કહ્યંy કે આ બન્ને ફેંસલા જૂન 2018માં ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કર્યાં પહેલા જ લેવામાં આવ્યા હતા. સુરક્ષિત દિવસનો ઉપયોગ કોઇ કારણોસર જો મેચ અટકી ગયો હોય તો તેની ભરપાઇ માટે કરવામાં આવશે. નિર્ધારિત પાંચમા દિવસે ડ્રોની સ્થિતિમાં વધારાનો ઉપયોગ થશે નહીં. એટલે કે ફાઇનલ મેચ ફાઇટ ટૂ ફિનિશ નથી. ડ્રો અને ટાઇના પરિણામ પણ આવી શકે છે અને આવી સ્થિતિમાં બન્ને ટીમ ટ્રોફીની હકદાર બનશે.

મેચ દરમિયાન આઇસીસી રેફરી મીડિયાને અને બન્ને ટીમને બતાવશે કે સુરક્ષિત દિવસનો ઉપયોગ કયારે અને કેવા સંજોગોમાં થશે. ભારતીય ટીમ તેના ઘરેલુ મેચો એસજી બોલથી અને ન્યુઝીલેન્ડની ટીમ કુકાબુરા બોલથી રમે છે, પણ ફાઇનલ મેચ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડમાં ડયૂક બોલનો જ ઉપયોગ થાય છે. ફાઇનલમાં શોર્ટ રન, ડીઆરએસના નવા નિયમ પણ લાગુ રહેશે.

May 23, 2021
sushil_kumar_werstler.jpg
1min617

છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસમાં વોન્ટેડ અને બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારની રવિવારે 23/5/2021 પોલીસે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુશીલ સાથે અજય કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ સ્પેશ્યલ સીપી-સ્પેશ્યલ સેલ નીરજ ઠાકુરે કરી હતી. ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી છે.

દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ઓલિમ્પિકમાં ભારત માટે બે વાર મેડલ જીતી ચૂકેલા અને હત્યા કેસના આરોપી સુશીલની આગોતરી જામીનની અરજી નામંજૂરી કરી હતી. તેનાથી એક દિવસ પહેલા દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ અને સહયોગી અજય પર 50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી.

છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4-5 મે દરમિયાન થયેલી હિંસામાં ગ્રીકો રોમન રેસલર સાગરની મોત બાદથી સુશીલ કુમાર ફરાર હતા. એક વિડીયો ફૂટેજ સામે આવ્યા છે જે મેરઠ ટોલ પ્લાઝાના હોવાનું જાણવા મળ્યું છે. સુશીલ કારની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે એક શખ્સ કાર ચલાવી રહ્યો છે. ફૂટેજ 6 મેના હોવાનું જણાવાયું છે. પોલીસ તે યુવક અને કારની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશીલ હરિદ્વાર સ્થિત એક બાબાની પાસે મદદ માંગવા ગયો હતો.

રેસલર સાગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સાગરનું મોત નીપજ્યું હતું. લોખંડના સળિયા અથવા ડંડાથી ફટકા મારતા સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા હાલત ઘણી ખરાબ થઈ હતી. સાગરના શરીર પર ઈજાના ઘણા નિશાન મળી આવ્યા છે.

સુશીલ ઉપરાંત દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં અજયકુમાર સહરાવતની ધરપકડ કરવા બદલ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે રણહૌલાના કોંગ્રેસના કાઉન્સિલર સુરેશકુમાર ઉર્ફે સુરેશ પહેલવાન ઉર્ફે સુરેશ બક્કરવાળાનો પુત્ર છે. અજય દિલ્હી સરકારમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, જે કોન્ટ્રાક્ટ પર હોવાનું જાણવા મળ્યું છે.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min615
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 8, 2021
WTC.jpg
1min418
No Hardik Pandya, Kuldeep Yadav in India's squad of 20 for WTC final and  England Tests

આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સામે રમાનારી વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લૅન્ડ વિરુદ્ધની પાંચ ટૅસ્ટ મૅચની શ્રેણી માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી ૨૦ સભ્યની ભારતીય ક્રિકેટ ટીમમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, બૅટ્સમેન હનુમા વિહારી અને બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પસંદગીકારોએ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનો ટીમમાં સમાવેશ કયો હોવાનું બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ઍપેન્ડિક્સનાં નિદાન બાદ સર્જરી કરાવનાર કે. એલ. રાહુલ તેમ જ તાજેતરમાં જ રદ કરવામાં આવેલી આઈપીએલ દરમિયાન કોરોના પૉઝિટિવ થયેલા વૃદ્ધિમાન સહાનો પણ (ફિટનેસ ક્લિયન્રને આધારે) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ વરસે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન જાડેજા અને વિહારી બંને ઈજા પામ્યા હતા.

આઉટ ઑફ ફૉર્મ કુલદીપ યાદવ અને ફાસ્ટબૉલર નવદીપ સાઈનીને સંભવિત આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઈંગ્લૅન્ડ માટે રવાના થનારી ટીમમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ સધમ્પટન ખાતે ૧૮ જૂનથી તો ઈંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ ૪ ઑગસ્ટથી શરૂ થશે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ શિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે. એલ. રાહુલ (ફિટનેસ ક્લિયન્રને આધારે), વૃદ્ધિમાન સહા (વિકેટકીપર-ફિટનેસ ક્લિયન્રને આધારે).

સ્ટેન્ડ બાય પ્લેયર્સ: અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલા.

May 5, 2021
t20_worldcup.jpg
1min369

આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વિશ્વ કપ યૂએઇમાં આયોજિત થઇ શકે છે. કારણ કે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે હાલની સ્થિતિમાં કોઇપણ ટીમ ભારતનો પ્રવાસ કરવા અસહજ મહેસૂસ કરી રહી છે. આ અંગનો આખરી નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. સુરક્ષિત બાયો બબલ છતાં આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ચૂકી છે. આથી ઓકટોબર-નવેમ્બરમાં 16 ટીમ વચ્ચેની ટી-20 ટૂર્નામેન્ટ (િવશ્વ કપ)ના આયોજન માટે હિચકિચાટ અનુભવી રહી છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના અધિકારીની હાલમાં જ કેન્દ્ર સરકારના ટોચના પદાધિકારીઓ સાથે આ બારામાં ચર્ચા થઇ છે અને યૂએઇમાં આયોજિત કરવા પર લગભગ સહમિત બની ગઇ છે. અગાઉ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે તેવો કાર્યક્રમ જાહેર કર્યોં હતો.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. આથી આ વખતે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા માંગતું નથી. જેથી વિશ્વ કપ ભારત બહાર લગભગ રમાશે તે નક્કી છે. આ ઉપરાંત આવતા 6 મહિના સુધી કોઇ ટીમ ભારત પ્રવાસ ખેડવોનો નિર્ણય પણ લેશે નહીં.