જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નિસંતાનપણું આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. અનેક પરિવારો સંતાન નહીં થતા હોવાથી સામાજિક રીતે અનેક દુષણોની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા દંપતિઓને સંતાન થઇ શકે તે માટે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે. સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ, વૈશ્વિક સ્તરે જેમને IVF ના એક્સપર્ટ તરીકે માન્યતા મળી છે એવા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ, 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ એફોર્ડ નહીં કરી શકે તેવા નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટેની અંદાજે રૂ.1 લાખ 50 હજારની ગર્ભધારણ સુધીની સંપૂર્ણ સારવાર ફક્ત રૂ.35 હજારમાં જ કરી આપવામાં આવશે.
નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દર મહિને વધુમાં વધુ 10 યુગલોને આ પ્રકારે રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું હાલ પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ જેમ તેઓને ફંડિંગની સુવિધા વધુ મળશે તેમ તેમ તેઓ ભવિષ્યમાં આ સંખ્યા વધારી પણ શકે.

વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા

દોઢ લાખની ટ્રીટમેન્ટ 35000માં, શું શું સામેલ હશે ટ્રીટમેન્ટમાં
લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં ડો. પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે ગર્ભધારણ સુધીની તમામે તમામ ટ્રીટમેન્ટ અને IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. એ પછી ડિલીવરી માટે કોઇપણ હોસ્પિટલમાં તેઓ જઇ શકશે.
આર્થિક રીતે IVFનો ખર્ચ ન ઉઠાવી શકે તેવી જરૂરીયાતમંદ મહિલાઓને જ ટ્રીટમેન્ટ મળશે
ડો.પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે આજે IVF ટ્રીટમેન્ટ સૌથી મોંઘી છે, અમારી જાહેરાત બાદ શક્ય છે કે કોઇપણ નિસંતાન દંપતિ આ ટ્રીટમેન્ટ સસ્તામાં મળતી હોઇ, એ લેવા અમારી પાસે પહોંચી શકે. પરંતુ, અમે સામાજિક સંસ્થાઓ કે અન્ય કોઇના રેફરન્સ તથા મહિલા ખરેખર જરૂરીયાત મંદ છે અને આર્થિક રીતે નબળા વર્ગની છે કે નહીં તેની તપાસ કર્યા પછી જ તેમની પસંદગી કરીશું.















