CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 18 of 42 - CIA Live

March 12, 2020
SBI.jpg
1min7400

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.

March 10, 2020
solar.jpeg
1min6070

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’
સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’

તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.

February 29, 2020
sweetbox.png
1min6520

નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવ્યું હતું.

કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે.

ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

February 25, 2020
mirchi1.jpg
1min6610

છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .

કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.

સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.

૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.

મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.

તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.

આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.

February 18, 2020
nirbhayasuprem.png
1min4630

સર્વોચ્ચ અદાલતે સશસ્ત્ર દળોમાં જાતિને આધારે થતા પક્ષપાતનો અંત લાવવાની હાકલ કરવાની સાથે ભારતીય લશ્કરમાં કમાન્ડના હોદ્દાઓ (કમાન્ડર તરીકેના હોદ્દા) પર મહિલાઓની નિયુક્તિ માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો તેમ જ ત્રણ મહિનાની અંદર તમામ મહિલા અધિકારીઓને કાયમી સનદીનો લાભ આપવાનો આદેશ પણ આપ્યો

હતો. લશ્કરમાં મહિલાઓને કમાન્ડનો હોદ્દો નકારવા સંબંધમાં માનસિક રીતે તેમની મર્યાદાને તેમ જ તેમને સામાજિક રીતે આવા હોદ્દા નકારવાની પ્રથાને ધ્યાનમાં લેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આવી દલીલને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના અધ્યક્ષસ્થાન હેઠળની બેન્ચે ‘ખલેલ પહોંચાડનારી’ ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ભૂતકાળમાં મહિલા સૈનિકો અને અધિકારીઓએ પણ દેશને ગૌરવ અપાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે ‘સશસ્ત્ર દળોમાં નિયુક્તિની બાબતમાં તેમ જ કાયમી સનદી (લશ્કરમાં અધિકારના સ્થાનનો હોદ્દો)ના સંદર્ભમાં સરકારે માનસિકતા બદલવાની જરૂર છે. મહિલાઓને લશ્કરમાં કમાન્ડના હોદ્દા આપવા સંબંધમાં કોઈ ચોક્કસ નિયંત્રણ નહીં રાખી શકાય.’

જોકે, ન્યાયમૂર્તિઓની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈ કોર્ટે ઠરાવ્યું એ પ્રમાણે યુદ્ધના મોરચે કે સરહદ પર મહિલા અધિકારીઓને ગોઠવવાની બાબત લશ્કરની નીતિ પર આધારિત રહેશે.

૨૦૧૯ની પચીસમી ફેબ્રુઆરીના નીતિ-વિષયક પત્ર મુજબ લશ્કરમાં મહિલાઓને માત્ર સ્ટાફના હોદ્દા પર જ નિયુક્ત કરવામાં આવતી હતી અને એમાં કમાન્ડના હોદ્દા પરની નિયુક્તિની કોઈ જોગવાઈ નહોતી.

ભારતીય લશ્કરમાં કુલ ૧,૬૫૩ મહિલા અધિકારીઓ છે. એ દૃષ્ટિએ કુલ અધિકારીઓમાં મહિલાઓની ૩.૮૯ ટકાવારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘પુરુષોની માફક મહિલા લશ્કરી અધિકારીઓએ પણ દેશને ઘણી રીતે ગૌરવ અપાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોનાં શાંતિરક્ષક દળોમાં પણ તેમની ઘણી સારી અને પુરસ્કૃત કામગીરી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જે કેન્દ્રની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો એને પગલે કોર્ટની બહાર ઊભેલી મહિલા અધિકારીઓએ વિજયી-સંકેત બતાવીને પોતાની જીત વ્યક્ત કરી હતી. તેમનાં વકીલ મીનાક્ષી લેખીએ પીટીઆઇને કહ્યું હતું કે ‘જેમ આકાશ અમર્યાદિત છે એમ મહિલાશક્તિની પણ કોઈ મર્યાદા નથી હોતી. સર્વોચ્ચ અદાલતના ફેંસલાએ લશ્કરની મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓ જેટલા જ અધિકારો અપાવ્યા છે. મહિલા ઑફિસરો ઘણાં વર્ષોથી આ અધિકારોની માગણી કરી રહી હતી અને તેમને હવે એમાં સફળતા મળી છે.

February 11, 2020
narayanmurthy.jpg
1min7130

ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિના જીવન પર એક ફિલ્મ બની રહી છે જેમાં તેમની જીવનસફર દર્શાવવામાં આવશે. મૂર્તિએ 40 વર્ષ અગાઉ આઇટી કંપની ઇન્ફોસિસ સ્થાપી હતી જેણે ભારતીય મધ્યમ વર્ગની એક આખી પેઢીને બદલી નાખી અને ભારતને પ્રતિષ્ઠા અપાવી હતી.
ફિલ્મના લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અશ્વિની ઐયર-તિવારી અને નિતેશ તિવારીએ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે ફાઇનલ કરી છે. આ ફિલ્મ મૂર્તિની માતૃભાષા કન્નડ, તમિલ અને હિંદીમાં બનાવવામાં આવશે.

ઐયર-તિવારી એડ્વર્ટાઇઝિંગ ઉદ્યોગમાંથી ફિલ્મ નિર્માણ તરફ વળ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે મૂર્તિને મળ્યા ત્યારે તેમણે ફિલ્મની નિશ્ચિત ડેડલાઇનનો આગ્રહ કર્યો હતો. વિશ્વને આ ગાથાની જેટલી ઝડપથી ખબર પડે તેટલું સારું છે.”

ઇન્ફોસિસ ફાઉન્ડેશનના વડા મૂર્તિએ જણાવ્યું કે, “હું બીજાના જીવન અને સિદ્ધિઓ પરની ફિલ્મો જોવાનું પસંદ કરું છું. મને એમ એસ ધોની પણ પસંદ પડી હતી. પરંતુ હું અમારા વિશે બની રહેલી ફિલ્મની વાત નહીં કરું. પરંતુ અમે નહીં છટકી શકીએ. તે જીવનની હકીકત છે.”

ફિલ્મ નિર્માતા હાલમાં મિત્રો અને પરિવાર પાસેથી મૂર્તિ વિશે વધારે વિગત એકત્ર કરી રહ્યા છે જેમાં તેમના પુત્ર રોહનનો પણ સમાવેશ થાય છે. ઐયર-તિવારીએ 2016માં કોમેડી ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’ બનાવી હતી. તેમણે કંગના રણૌતને લઈને ‘પંગા’ ફિલ્મ પણ બનાવી હતી જેમાં એક કબડ્ડી ચેમ્પિયનની વાત છે.

ફિલ્મનું કામચલાઉ નામ ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ઐયર તિવારીએ જણાવ્યું કે તેઓ સુધા મૂર્તિના ફેન છે. હાલમાં તેઓ સ્ક્રીપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે ફાઇનલ થઈ જાય ત્યાર પછી ફિલ્મના અભિનેતાઓ નક્કી કરવામાં આવશે. સુધા મૂર્તિ માટે પણ આ નવો અનુભવ નથી. તેમણે કન્નડ ફિલ્મો પ્રાર્થને, પ્રીથી ઇલાડા મેલે, ઉપ્પુમાં કામ કર્યું છે. જોકે, આ વખતે તેમની સ્ટોરી પર ફોકસ કરવામાં આવશે.

ઐયર-તિવારીએ કહ્યું કે, “આ ડોક્યુમેન્ટરી નહીં હોય, પરંતુ લાઇફ સ્ટોરી હશે. નારાયણ મૂર્તિને જે સન્માન મળ્યું છે તે સ્ટીવ જોબ્સને પણ નથી મળ્યું.” આ ફિલ્મમાં ઇન્ફોસિસની શરૂઆતથી અત્યાર સુધીની વાત આવરી લેવાશે.

February 7, 2020
income_tax.png
1min5080

વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.

હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.

इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।

विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं

पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।

टैक्स स्लैब में हुए हैं बदलाव
वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।

February 7, 2020
Christina-Koch_updates.jpg
1min7820

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય રહીને ગુરુવારે પૃથ્વી પર પાછી ફરેલી ‘નાસા’ની ક્રિસ્ટીના કૉચે મહિલા અવકાશયાત્રીનો સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ તોડ્યો હતો.

યુરોપની સ્પેસ એજન્સીની લૂકા પારમિટાનો અને રશિયાની ઍલેકઝાન્ડર સ્કવૉટ્સોવ સાથે અવકાશમાં ૩૨૮ દિવસ રહ્યા બાદ ક્રિસ્ટીનાએ ગુરુવારે કઝાખસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.

ક્રિસ્ટીના ગયા વર્ષની ૧૪મી માર્ચે અવકાશમાં ગઈ હતી.

રશિયાના રાસ્કોસ્મોસ સ્પેસ એજન્સીના વડા ડીમિત્રી રૉગોઝીને કહ્યું હતું કે અવકાશયાત્રીઓએ સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું હતું અને તમામનું આરોગ્ય સારું છે.

૪૧ વર્ષની ક્રિસ્ટીનાનો જન્મ અમેરિકાના મિશિગનમાં થયો હતો અને તે ઍન્જિનિયર છે.

ક્રિસ્ટીનાએ અગાઉ અવકાશમાં ૨૮૯ દિવસ રહેવાનાં પૅગી વ્હિટસને ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાવેલા વિક્રમને તોડ્યો હતો.

પૃથ્વી પર પાછાં ફરવાનો સાડાત્રણ કલાકનો પ્રવાસ શરૂ કરતા અગાઉ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે માઈક્રોગ્રૅવિટીનો અનુભવ ગુમાવશે.

ત્રણ વખત અવકાશયાત્રા કરનાર ૫૯ વર્ષની વ્હિટસનને ક્રિસ્ટીનાને તેણે તેની માર્ગદર્શિકા અને આદર્શ લેખાવી હતી.

સમાનવ મંગળ મિશનને ધ્યાનમાં લેતાં ક્રિસ્ટીનાનો મૅડિકલ ડૅટા વૈજ્ઞાનિકો-ખાસ કરીને ‘નાસા’ માટે ખૂબ જ મૂલ્યવાન પુરવાર થશે.

February 5, 2020
petrolcars.jpg
1min7630

૨૦૩૫થી બ્રિટનમાં પેટ્રોલ, ડીઝલ અને હાઇ બ્રિડ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાતે યોજાનારી ક્લાઇમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આ અંગેની જાહેરાત કરશે. આ પ્રતિબંધ પાંચ વર્ષ વહેલો અમલમાં આવશે.

બ્રિટને ૨૦૫૦ સુધીમાં ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને નેટ ઝીરો સુધી લાવવાનું વચન આપ્યું છે, જેમાં પ્રદૂષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જેવા પગલાં પણ સામેલ છે.

પૃથ્વીના રક્ષણ માટે સ્વચ્છ ટૅક્નોલોજીમાં રોકાણ અને શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ પ્રયાણ કરવા તરફના બ્રિટનના પ્રયત્નમાં જોડાવા અન્ય દેશોને અપીલ કરવામાં આવશેે. બ્રિટનના એએ મોટરિંગ એસોસિયેશનના પ્રમુખ એડમંડ કિંગે જણાવ્યું હતું કે કારના વેચાણનો નવો લક્ષ્યાંક અતિ પડકારજનક હતો. ૧૫ વર્ષથી ઓછા સમયમાં શૂન્ય ઉત્સર્જન ધરાવતાં વાહનોની સપ્લાય શક્ય છે કે કેમ એ સવાલ કરવો જોઇએ.

February 3, 2020
ca_ravi-1280x939.jpg
5min9420

कठिन माने जाते C.A. फाउन्डेशन कोर्स को रवि छावछरीया की कोचिंग आसान बना देती है

इन्स्टिट्युट ओफ चार्टर्ड अकाउन्टन्ट ऑफ इन्डिया ने आज दि.3 फरवरी 2020 को C.A. फाउन्डेशन एवं इन्टरमिडीएट के परीणामो की घोषणा की. जैसे ही वेबसाइट पर परिणामो की घोषणा हूई सूरत से रिपोर्ट आनी शुरु हो गई थी कि सूरत के छात्रोने पूरे देश में अपना परचम लहराया है.

चार्टर्ड अकाउन्टन्सी कोर्स को रिस्ट्रक्चर करने के बाद ऐसा माना जा रहा है की C.A. फर्स्ट स्टेज यानी फाउन्डेशन की पढाई कठिन हूई है. पहले फाउन्डेशन कोर्स के बदले सी.पी.टी. की परीक्षा ली जा रही थी. सी.पी.टी. की परीक्षा कुल 200 मार्कस की हो रही थी. परंतु, नए कोर्स के गठन के बाद अमल में लाए गए सी.ए. फाउन्डेशन की परीक्षा 400 मार्कस की हो रही है. पूरे देश में एैसी मान्यता फैली हूई है की सी.ए. फाउन्डेशन अति कठिन बन गया है.

आज सी.ए. फाउन्डेश कोर्स का पहला परीणाम आया और इसमें सूरत में सी.ए. कोर्स की प्राईवेट कोचिंग करवा रहे रवि छावछरीया के छात्रो ने विक्रम सर्जक परीणाम हांसिल कीए है.

सी.आई.ए. न्युज से बात करते हूए सी.ए. रवि छावछरीया ने कहा की उनकी कोंचिंग पा रहे 27 छात्रो ने सी.ए. फाउन्डेशन कोर्स में इन्डिया लेवल पर टोप-50 में रेन्क हांसिल कीए है. कोइ नीजी इन्स्टिट्यूट के इतने छात्रो ने इन्डीया टोप कीया हो ऐसा पहले कभी रिकोर्ड नहीं हूआ.

सूरत के रवि छावछरीया के इन छात्रो ने C.A. फाउन्डेशन कोर्स में इन्डिया टोप-50 में रेन्क हांसिल कीया

Name Rank in India Marks
Kanishka Ladia 10 354
Harshi Sadhani 18 346
Shreya Beriwala 19 345
Priya Shah 22 342
Krishna Agrawal 26 338
Shreya Bansal 28 336
Avi Agrawal 30 334
Ujjwala Modi 30 334
Gaurav Asawa 30 334
Pallav Bhandari 31 333
Tithi Shah 32 332
Anushka Bothra 32 332
Khushi Doshi 37 325
Amisha Bhansali 38 326
Khushi Jindal 38 326
Nilesh Bazari 41 323
Vandan Jain 42 322
Sourabh Agarwal 42 322
Piyush Kejriwal 43 321
Khushi Vyas 44 320
Gopal Bansal 44 320
Pari Motani 46 318
Divyam Sakadsariya 46 318
Ritika Agarwal 47 317
Ishan Jajodia 48 316
Harshita Iyer 50 314
Raksha Agarwal 50 314

टोप रेन्कर छात्रो ने कहा, रवि सर की कोचिंग C.A. की पढाई आसान बना देती है

सी.ए. फाइन्डेशन के परीणाम घोषित होने के बाद सेलिब्रेशन के लिए रवि छावछरीया के क्लासीस पर पहोंचे छात्रो को जब पूछा गया की पूरे देश में सी.ए. फाउन्डेशन को कठिन माना जाता है, आप सब ने इतनी अधिक मात्रामां इन्डिया टोप रेन्क कैसे हांसिल कीया. तब सभी छात्रो ने एक ही बात कही की रवि सर (छावछरीया) की कोचिंग ही हमें कठिन से कठिन पाठ्यक्रम को आसान कर देती है.

सी.ए. इन्टरमिडीएट परीक्षा में भी रवि छावछरीया के छात्रो ने इन्डिया टोप-50 में रेन्क पाए

सी.ए. फाउन्डेशन के साथ साथ आज इन्स्टिट्युट ने इन्टरमिडीएट परीक्षा के परीणामो का ऐलान कीया. इन्टरमिडीएट में भी सूरत के रवि छावछरीया के निम्नदर्शित छात्रो ने टॉप कीया है.

  • आकाश बोथरा – ऑल इन्डिया रेन्क 12
  • राहूल गोयल – ऑल इन्डिया रेन्क 31
  • प्रिया भैया – ऑल इन्डिया रेन्क 34
  • फेनिल रामाणी – ऑल इन्डिया रेन्क 43
  • हर्षित चंडूका – ऑल इन्डिया रेन्क 43