CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 14 of 44 - CIA Live

April 16, 2022
kgf2.jpg
1min564
K.G.F Chapter 2 | Official Trailer |Yash |Srinidhi Shetty|Sanjay  Dutt|Prashanth Neel|Concept Trailer - YouTube

 કેજીએફ ચેપ્ટર 2એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના ક્રેઝને ધ્યાને લઈને અનુમાન લગાડવામાં આવ્યું હતું તે સાચુ પડયું છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે ઓપનિંગ ડે ઉપર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. વોર, ઠગ્સ ઓફ હિન્દૂસ્તાન અને બાહુબલી 2ને પછાડતા કેજીએફ : ચેપ્ટર 2 હવે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે દેશભરમાં 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હિન્દી વર્ઝનમાં 63.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણીનો રેકોર્ડ ટાઈગર શ્રોફ અને રિતિકની ફિલ્મ વોરના નામે હતો. જેનું નેટ કલેક્શન 53.35 કરોડ હતું. જ્યારે કેજીએફનુ’ નેટ કલેક્શન 53.95 કરોડ રૂપિયા રહ્યું છે.

April 13, 2022
Cia_business_news-1280x936.jpg
1min561

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ભરેલા એક અભૂતપૂર્વ પગલામાં, સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 737 MAX વિમાન  ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 90 પાઇલોટ્સ જ્યાં સુધી ડીજીસીએના નિરીક્ષણ હેઠળ યોગ્ય તાલીમ ન લે ત્યાં સુધી તેઓ 737 મેક્સ બોઇંગ વિમાન નહીં ઉડાડી શકે. નોઇડામાં ઉપલબ્ધ સુવિધામાં આ 90 પાઇલટ્સે લીધેલી સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ શોધી કાઢ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પગલું લીધું હતું.

સ્પાઇસ જેટના 90 પાઇલોટ્સ પર મૂકાયેલા પ્રતિબંધને સમર્થન આપતા ભારતના ઉડ્ડયન નિયમનકાર અરુણ કુમારે મંગળવારે તા.12મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ટ્રેનિંગમાં રહી ગયેલી કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પણ રેગ્યુલેટરના સ્કેનર હેઠળ છે. સ્પાઇસ જેટના (90) પાઈલોટ્સને બોઈંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. તેઓએ DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે,

બીજી તરફ સ્પાઇસજેટ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું: “DGCA એ 90 પાઇલોટ્સએ ભૂતકાળમાં અનુસરેલી તાલીમ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કેટલીક કચાશ રહી ગઇ હોવાથી DGCAની સૂચના મુજબ, સ્પાઈસજેટે 90 પાઈલટોને MAX એરક્રાફ્ટ ઉડાડવાથી હંગામી ધોરણે દૂર કર્યા છે. આ પાઇલોટ્સ ડીજીસીએના સંતોષ માટે ફરીથી તાલીમ લેશે.

સ્પાઇસ જેટ એરલાઇન્સ હાલમાં તેના કાફલામાં ઉપલબ્ધ બોઇંગ 737 MAX પ્રકારના 13  માંથી 11 વિમાનોનું સંચાલન કરે છે, આ 11 વિમાનો પર ભારતમાં 60 દૈનિક ફ્લાઇટ્સ ઉડી રહી છે, 90 પાઇલોટ્સ પર આ વિમાન ચલાવવા પર મૂકાયેલા પ્રતિબંધની અસર સ્પાઇસ જેટની દૈનિક ફ્લાઇટ પર નહીં પડે.

 “11 એરક્રાફ્ટ (MAX) નું સંચાલન કરવા માટે લગભગ 144 પાઇલોટ્સ જરૂરી છે. સ્પાઇસજેટ પાસે હાલમાં MAX પર 560 પ્રશિક્ષિત પાઇલોટ્સ છે. પ્રશિક્ષિત પાઇલટની સ્ટ્રેન્થ હોવાથી દૈનિક ઉડ્ડયનની સામાન્ય કામગીરી ચાલુ રાખવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે,” એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ 90 પાઈલટ તેમની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે નિર્ણાયક “મેન્યુવરિંગ લાક્ષણિકતાઓ વૃદ્ધિ પ્રણાલી” (MCAS) સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. MAX માટે બોઇંગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવાદાસ્પદ ફ્લાઇટ સ્ટેબિલાઇઝિંગ પ્રોગ્રામ MCAS, આખરે ઓક્ટોબર 2018 અને માર્ચ 2019માં Lion Air અને Ethiopian Airlines B737 MAX ક્રેશ માટે જવાબદાર હોવાનું જણાયું હતું, જેમાં 346 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

“આ સિસ્ટમનો એક ભાગ, ‘સ્ટીક શેકર’ જે કંટ્રોલ કોલમને વાઇબ્રેટ કરે છે અને જ્યારે જેટ લિફ્ટ ગુમાવવાનું જોખમ લે છે ત્યારે જોરથી અવાજ કરે છે, તે પણ આ પાઇલટ્સને તાલીમ આપતી વખતે સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરતું ન હતું,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.

લાયન એર અને ઇથોપિયન MAX બંને ક્રેશમાં, એરક્રાફ્ટ નોઝ નીચે ધકેલવામાં આવ્યું હતું કારણ કે ઘણા પરિબળોને કારણે પાછળથી ધ્યાન આપવામાં આવ્યું હતું જ્યારે MAX ને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ પછી ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. MAX સિમ્યુલેટર પર MCAS માટે સાચી પાયલોટ તાલીમ આ પ્લેનને સુરક્ષિત રીતે ઉડાડવાની ચાવી છે.

સ્પાઇસજેટ હાલમાં એકમાત્ર ભારતીય એરલાઇન છે જે MAXનું સંચાલન કરે છે.

April 12, 2022
dornier_plane-1280x853.jpg
1min670

અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે

કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.

અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.

એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે. 

દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.

April 11, 2022
fire.jpg
1min705

રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

April 10, 2022
imran.jpg
1min579

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.

સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.

આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

April 10, 2022
lrd.jpg
1min626

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 10, 2022
Madhavpur-Mela.png
1min721

ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.

રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.

April 9, 2022
vaccination_gujarat.jpg
1min580

ચોથી લહેરની આશંકા વચ્ચે કોરોના સામેની લડાઈમાં એક મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારે તા.10 એપ્રિલને રવિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને ત્રીજો પ્રિકોશન (બૂસ્ટર) ડોઝની મંજૂરી આપી છે. જે સાથે સરકારી આરોગ્ય કેન્દ્રો પર પહેલો અને બીજો ડોઝ નિ:શુલ્ક આપવાની સુવિધા યથાવત છે. ત્રીજા ડોઝ માટે ખાનગી કેન્દ્રો પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે ? તે હજુ સ્પષ્ટ કરાયું નથી.

18 વર્ષથી વધુ ઉંમરના દરેક જે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા હોય તેઓ ખાનગી સેન્ટરો પરથી ત્રીજો ડોઝ મેળવી શકશે. કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, 18 પ્લસ એજ ગ્રુપના દરેક લોકો ખાનગી વેક્સિનેશન કેન્દ્ર પર જઈ ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવી શકશે. અત્યાર સુધીમાં દેશમાં 1પ પ્લસ એજ ગ્રુપના 96 ટકા લોકોએ ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે આ વયજૂથમાં 83 ટકાએ બન્ને ડોઝ લીધા છે. 1રથી 14 વર્ષની ઉંમરના જૂથમાં 4પ ટકાએ પહેલો ડોઝ લઈ લીધો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં ર.4 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે. દેશમાં 6 માર્ચથી 1ર-14 વયજૂથના બાળકોનું વેક્સિનેશન ચાલુ છે.’

April 8, 2022
rbi.png
1min429

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) દ્વારા આઠ એપ્રિલે જાહેર થનારા બૅન્કના વ્યાજદર પર ઉદ્યોગ ક્ષેત્ર સહિત સામાન્ય જનતા મીટ માંડીને બેઠી છે.

કોવિડ-૧૯ના રોગચાળા, રશિયા-યુક્રેનના યુદ્ધ અને ક્રૂડના વધી રહેલા ભાવ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે એવી શક્યતા વધુ છે.વ્યાજદર નક્કી કરતી આરબીઆઈની મનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક છએપ્રિલે શરૂ થઇ હતી.  બેઠકમાં લેવાયેલા નિર્ણયની આઠ એપ્રિલે જાહેરાત કરવામાં આવશે. 

વ્યાજદરની સમીક્ષા કરવા યોજવામાં આવનારી આ બેઠકમાં આરબીઆઈ વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા છે. 
જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્ર્વિક અચોક્કસતા વચ્ચે આરબીઆઈ રિટેલ ફુગાવા અંગે તેનું વલણ બદલે તેવી શક્યતા છે. 

અર્થશાસ્ત્રી આદિત્ય નાયરે કહ્યું હતું કે એમપીસીની આ સમીક્ષા બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સુધારો કરવામાં આવે એવી શક્યતા છે. ફુગાવાને અંકુશમાં લેવા એમપીસી વિકાસનું બલિદાન આપે તેવી શક્યતા નથી. 

વર્તમાન અચોક્કસતાને ધ્યાન પર લેતાં આર્થિક નીતિ વધુ કડક કરવા આરબીઆઈ પાસે મર્યાદિત અવકાશ છે, એમ એનાલિટિકલ ઑફિસર સુમન ચૌધરીએ કહ્યું હતું.