CIA ALERT

Blog - Page 98 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 4, 2024
barred-owl-Cia-Live.jpg
1min271

કેન્યાએ થોડા સમય પહેલા 10  લાખ કાગડાઓને મારી નાખવાના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તો હવે અમેરિકાએ પણ આવો જ એક પ્લાન બનાવ્યો છે. પરંતુ તે કાગડાને નહીં પરંતુ ઘુવડને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે. હકીકતમાં  ‘સ્પોટેડ ઓલ’ ની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેમને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓએ પશ્ચિમ કિનારાના ગાઢ જંગલોમાં પ્રશિક્ષિત શૂટર્સને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ લગભગ પાંચ લાખ ‘બાર્ડ ઘુવડ’નો ખતમ કરવામાં આવશે. કારણ કે તે ‘સ્પોટેડ ઘુવડ’ માટે ખતરો બની ગયા છે. 

અમેરિકન માછલી અને વન્યજીવ સેવા (ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ ) વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ઓરેગોન, વોશિંગ્ટન રાજ્ય અને કેલિફોર્નિયામાં સતત ઘટતી જતી ઘુવડની વસ્તીને વધારવાનો છે. રિપોર્ટ મુજબ આગામી ત્રણ દાયકામાં 4,50,000 બાર્ડ ઘુવડને ગોળી મારીને ઠાર કરવામાં આવશે. મૂળભૂત રીતે આ પક્ષીઓ પૂર્વ અમેરિકામાં રહે છે. પરંતુ તેઓએ પશ્ચિમ કિનારે આક્રમણ કર્યું છે. અને નાના સ્પોટેડ ઘુવડ આ આક્રમણકારો સામે લડવામાં અસમર્થ છે. બાર્ડ ઘુવડના ઈંડા મોટા હોય છે, અને તેમને માળો બાંધવા માટેની જગ્યા પણ બહુ ઓછી જરૂર પડે છે.

સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે છે. તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે.  સ્પોટેડ ઘુવડની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ઘુવડની પ્રજાતિ છે. જેને બાયર્ડ ઘુવડ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ઘુવડની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક ગણાય છે, અને આ પ્રજાતિ આક્રમક છે, જેની આક્રમકતાથી નાના સ્પોટેડ ઘુવડ લડી શકતા નથી, કારણકે તેમની ક્ષમતા ઘણી ઓછી છે. ત્યારે યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે એક નવી વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચના ઘુવડની આક્રમક પ્રજાતિઓને મારી નાખવા માટેની છે.

લુપ્ત થતી ઘુવડની પ્રજાતિઓને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોમાં તે જંગલોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે જંગલોને કાપવા અંગે પણ વિવાદ ઉભા થયા છે. પરંતુ પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને આમ કરવું જરુરી છે. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ઘુવડનું કોઈ કાયમી વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો આટલા લાંબા સમયથી તમામ પ્રયાસો કરવા છતાં સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ વ્યૂહરચના ઘણા લોકો દ્વારા અનિચ્છાએ સ્વીકારવામાં આવી છે.

નિર્ણય પર લોકોનો અભિપ્રાય 

વન્યજીવના સમર્થકો અને સંરક્ષણવાદીઓ એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે બીજાને મારી નાખવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોએ અનિચ્છાએ ઘુવડને મારવાના નિર્ણયને સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું કે, આ આવશ્યક વન સંરક્ષણથી લાપરવાહીપુર્વક ધ્યાન ભટકાવવાનું છે. “જેઓ વન્યજીવોના રક્ષક છે, તેઓ જ હવે  જુલમી બની રહ્યા છે,” તેમણે આગાહી કરી હતી કે, યોજના નિષ્ફળ જશે, કારણ કે  બાર્ડ  ઘુવડોને રોકી ન શકાય. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વસંતમાં ઘુવડને મારવાનું શરુ કરી દેવામાં આવશે. 

ઘુવડના રેકોર્ડિંગ અવાજથી ઘુવડોને બોલાવીને મારવામાં આવશે

માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજન આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઘુવડોને મારવાનું શરુ કરી દેશે. તેના માટે મેગાફોન દ્વારા જંગલમાં ઘુવડના રેકોર્ડિંગ અવાજ વગાડીને બાકીના ઘુવડોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ગોળી મારીને તેમના મૃતદેહોને તે જ જગ્યાએ તરત જ દફનાવવામાં આવશે.

July 4, 2024
team-india-Cia-Live.jpeg
2min313

 મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી આજે 4/7/2024 આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટરોની ટીમ મરીન ડ્રાઈવથી ખુલ્લી બસમાં રોડ-શો કરીને વાનખેડે સ્ટેડીયમમાં પહોંચી છે. આ દરમિયાન આખા રૂટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ચોતરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે.

ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર કોચ રાહુલ દ્રવિડે પોતાના અનુભવને યાદ કરી કહ્યું કે, ‘હું આ પ્રેમને મિસ કરીશ. આજે આપણે જે જોયું તે અદ્ભુત છે. લોકો અને ચાહકોનો પ્રેમ… ચાહકોએ જ ક્રિકેટને દેશની સૌથી મોટી રમત બનાવી છે.’

રોહિતે પંડ્યાને કરી સલામ

રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’

વાનખેડેમાં ચેમ્પિયન ડાન્સ કર્યો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી ડાન્સ કર્યો હતો.

મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. તો બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદનીનો પોટો પણ શેર કર્યો છે.

July 4, 2024
praful-1280x850.jpg
2min269
પૂર્ણાહુતિ વખતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિ સૌ માટે પ્રેરક બની રહી.
આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને સુમુલ ડેરી તેમ જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં કાયદાઓ અંગે જાગરૂકતા આવે તે મ જ તેઑ આદર્શ નાગરિક તરીકે પોતાના પંથે પ્રયાણ કરી શકે એ હેતુસર સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાત દિવસના સમર કેમ્પનું આયોજન પાર પડ્યું. જેમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જે.બી ડાયમંડ સ્કૂલ ખાતે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ કેમ્પમાં સુરત શહેર પોલીસ સહિત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા પણ ઉપસ્થી રહ્યા હતા. જુઓ આ કેમ્પની કેટલીક તસવીરો

સુરત પોલીસ દ્વારા સમર કેમ્પની યાદગાર તસવીરો

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

સૌ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે આ કેમ્પમાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને પણ વિવિધ આયોજનોમાં ખૂબ જ રસ પડ્યો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભાને બહાર આવવા પણ અવકાશ આપવામાં આવ્યો હતો.
અંતે ડીસીપી ગર્જર સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
વહેલી સવારે ૬ વાગ્યે વિદ્યાર્થીઓ યોગામાં જોડાઈ જતાં હતા ત્યારબાદ દિવસ દરમિયાન અન્ય પ્રવૃત્તિમાં જોડાતાં હતાં.
July 4, 2024
soren.png
1min303

હેમંત સોરેનએ આજે 4/7/2024એ ત્રીજી વખત ઝારખંડના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યપાલએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પુનઃ મુખ્યમંત્રી પદની કમાન હાથમાં લઈ લીધી છે. તેઓ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.

Hemant Soren set to return as Jharkhand CM, Champai Soren to quit soon |  Politics News - Business Standard

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને 3/7/2024 મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાદ હેમંત સોરેન દ્વારા રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને સાથે તેના ધારાસભ્યોએ સમર્થન પત્રો પણ રજૂ કર્યા. આ બાદ આજે હેમંત સોરેને 4/7/2024 સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજભવન પહોંચી ગયા હતા.

હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ત્રીજી વખત શપથ લીધા છે અને આમ તેઓ ઝારખંડના 13મા મુખ્યમંત્રી બન્યા. આ પ્રસંગે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, કોંગ્રેસ, JMM અને આરજેડીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

July 4, 2024
image-2.jpeg
1min382

પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ગયા ગુરુવારે 27/06/2024 થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ એવો હતો કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શૉ પેક થઇ ગયા હતા. ભારતીય પૌરાણિક કથાઓને વિજ્ઞાન સાથે જોડતી ગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મ પહેલા જ દિવસથી લોકોને પ્રભાવિત કરવા લાગી હતી. 

Kalki 2898 AD Grand Release on June 27, 2024 | Prabhas, Amitabh, Kamal  Haasan, Deepika

પ્રભાસના સ્ટારડમ અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન જેવા મેગા સ્ટાર્સની હાજરીને કારણે ‘કલ્કી 2898 AD’ માટે લોકોમાં શરૂમાં ઘણી ઉત્તેજના હતી. લોકો તરફથી મળેલી પ્રશંસા અને ફિલ્મની સકારાત્મક સમીક્ષાઓએ ફિલ્મને વધુ શક્તિશાળી બનાવી દીધી હતી. લોકોના પ્રેમે’કલ્કી 2898 AD’ને પહેલા દિવસથી જ જોરદાર કમાણી આપવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે, ફિલ્મે સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા કર્યા છે અને આ સમયમાં તેણે બોક્સ ઓફિસ પર તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઇ હતી, તેથી તેના પ્રથમ અઠવાડિયામાં ચાર દિવસ મળ્યા હતા. વીક એન્ડમાં તેણે 309 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સોમવારે પણ આ ફિલ્મ કમાણીના આંકડામાં થોડા ઘટાડા સાથે 34.15 કરોડ રૂપિયાી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મંગળવારે ફિલ્મની કમાણી ઘટીને 27 કરોડ રૂપિયા થઇ ગઇ. બુધવારે ફિલ્ની કમાણીનો આંકડો 23 કરોડ રૂપિયા પર અટકી ગયો. હવે ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 393 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ ગયું છે.

‘કલ્કી 2898 AD’ના હિંદી વર્ઝને મંગળવારે 13 કરોડ અને બુધવારે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ હિન્દીમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. પ્રભાસની ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 7 દિવસમાં 152 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે અને તેણે 2024માં હિન્દીનું પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન કર્યું છે.

અન્ય કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો રીતિક રોશનની ‘ફાઇટર’એ પ્રથમ સપ્તાહમાં લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે અજય દેવગનની ‘શૈતાન’એ પ્રથમ સપ્તાહમાં 81.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કલ્કી 2898 AD’એ તેમને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વર્ષે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ ‘ફાઇટર’ના નામે છે, જેનું જીવનકાળનું કલેક્શન 213 કરોડ રૂપિયા હતું. આ પછી રૂ. 149 કરોડના કલેક્શન સાથે અજય દેવગનની ‘શૈતાન’ બીજા સ્થાને હતી. પ્રભાસની ‘કલ્કી 2898 AD’એ માત્ર સાત દિવસમાં શૈતાન’ને પાછળ છોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે ‘કલ્કી 2898 AD’બીજા સપ્તાહના અંતે સારો ઉછાળો મેળવશે. બીજા વીકેન્ડમાં પ્રભાસની ફિલ્મ ‘ફાઇટર’ના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી શકે છે.

July 4, 2024
monsoon.jpg
1min313

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસની અંદરમાં સૌથી વધુ આજના (4 જુલાઈ) દિવસે વરસાદનું જોર રહેશે.  રાજ્યના બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (4 જુલાઈ)  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણના ભાગોમાં નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ ધબળાટી બોલાવશે. આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.

05 જુલાઈના દિવસે રાજ્યના ઉત્તર ગુજરાત, પૂર્વ-પશ્ચિમ ભાગોના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.

06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

07 જુલાઈમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

08 જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલી રહેશે.

July 3, 2024
mexico.jpg
1min327

દક્ષિણ મેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.

11 people die in mass shootings in cartel-plagued part of Mexico amid wave  of mass killings - CBS News

ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.

વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.

આ વિસ્તારમાં મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે. કાર્ટેલ છેલ્લા વર્ષથી દાણચોરીના બિઝનેસ પર નિયંત્રણ મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ચિયાપાસ રાજ્યમાં હિંસામાં વધારો થવાથી હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. મે મહિનામાં ગ્વાટેમાલાની સરહદથી લગભગ 125 કિમી દૂર લા કોનકોર્ડિયામાં એક પ્રચાર રેલીમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં મેયર પદના ઉમેદવાર અને અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા

July 3, 2024
danger-of-death-labels.png
1min760

YOG એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ,શ્ર્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે. શરીરનું લચીલાપન, શક્તિ, સંતુલન, તનાવ પ્રબંધન અને સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં યોગના પ્રભાવને લીધે યોગને દુનિયાભરમાં અપાર લોકપ્રિયતા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વ્યક્તિ અને પૂરા સમાજ પર યોગના સકારાત્મક પ્રભાવ અને ફેલાવા માટે એક મંચના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે.

આ દિવસે યોગના મહત્ત્વને ઉજાગર કરવા માટે વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ,કાર્ય શાળાઓ, સેમિનાર અને પ્રદર્શનના આયોજન કરવામાં આવે છે.

૨૧ જૂનના યોજાતા આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે, જે યોગના વિભિન્ન પાસાંઓ અને સમકાલીન પડકાર માટેની પ્રાસંગિકતા પર કેન્દ્રિત હોય છે.આંતરરાષ્ટ્રીય  યોગ દિવસ ૨૦૨૪ની થીમ ‘માનવતા’ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો હેતુ યોગ અભ્યાસના લાભની બાબતમાં વૈશ્ર્વિક જાગૃતિ પેદા કરવાનો છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને પોતાના નાગરિકોની શારીરિક નિષ્ક્રિયતા ઓછી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. શારીરિક નિષ્ક્રિયતા દુનિયાભરમાં મૃત્યુનું એક પ્રમુખ કારણ છે.હૃદય સંબંધી બીમારી,કેન્સર અને મધુપ્રમેહ જેવી ગંભીર બીમારીઓ માટે શારીરિક નિષ્ક્રિયતાને એક પ્રમુખ જોખમ ગણવામાં આવે છે.જો કે  યોગમાં ફક્ત શારીરિક ગતિવિધિ જ સામેલ નથી હોતી.ઉદાહરણ તરીકે, પ્રસિદ્ધ યોગાભ્યાસ કર્તા સ્વર્ગીય બી.કે.એસ.આયંગરજીએ કહ્યું હતું કે યોગ રોજબરોજની જિંદગીમાં સંતુલન અને માનસિકતા વિકસિત કરે છે તેમજ કામ કરવાની કુશળતામાં વધારો કરે છે.

યોગ મન અને શરીરનો એક અભ્યાસ છે,જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.તનાવને ઓછો કરવામાં અને લચીલાપનમાં સુધારો કરવામાં અને તાકાત વધારવામાં  યોગ મદદરૂપ થાય છે. યોગ એક સાર્વભૌમિક અભ્યાસ છે. જેનો આનંદ બધી જ ઉંમરના અને વિવિધ ક્ષમતાઓ ધરાવનાર લોકો લઈ શકે છે.યોગ આપણા શરીર અને મનને જોડવા તેમજ સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક શાનદાર પ્રયોગ છે.યોગ એક એવો અભ્યાસ છે જેમાં આપણે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તનાવ અને નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ.

યોગથી બાળકોને પણ ખૂબ જ લાભ થતો હોય છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શારીરિક ગતિવિધિ અને સ્વાસ્થ્ય પર વૈશ્ર્વિક કાર્ય યોજનામાં યોગને વેગ વધારવા માટે ખૂબ ભાર દેવામાં આવ્યો છે. યોગ બાળકોની શક્તિ વધારવા માટે અને લચીલાપન વધારવા માટે એક ઉત્કૃષ્ટ વિધિ છે.યોગ અને આસન કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિનું નિર્માણ થાય છે.ચંચળતા ઘટે છે.બાળકોના દરેક કાર્યમાં ગતિ અને કૌશલ્યનો વિકાસ કરવામાં  યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.યોગ દ્વારા બાળકોમાં શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.

અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા,નવી દિલ્હીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ ના ઉપલક્ષ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમનો વિષય ‘મહિલા સશક્તિકરણ માટે યોગ’એવો રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિદ્ધ પ્રેરક વક્તા શિવાની દીદીએ ઉપસ્થિત રહીને લોકોને સંબોધિત કર્યા હતા.એમણે પોતે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનવતાની ભલાઈનું આરોપણ થાય એ માટે થઈને યુવાનોમાં દ્રઢતા અને યોગનું મહત્ત્વ વધે એવા આયોજન થવા જોઈએ.એમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગનો અભ્યાસ શાંત મનનાં વ્યક્તિને સમાજ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ મળે છે.તેમણે આ વાત પર વિશેષ ભાર દેતા કહ્યું હતું કે સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણ અને માર્ગદર્શનમાં મન,ભાવના અને આત્માને મજબૂત કરવા માટે  યોગ દિવસ મનાવવો જોઈએ.વિશેષમાં શિવાની દીદી એ જણાવ્યું કે,જીવનમાં આયુર્વેદના અનુપાલનથી જે ફાયદા થાય છે એવી જ રીતે બહારની દુનિયા સાથે એકજૂટ થવા માટે  યોગ મદદરૂપ થાય છે.આયુર્વેદ અને યોગ એક સિક્કાની બે બાજુ સમાન છે.

આ પરિપ્રેક્ષ્યમાં શિવાની દીદીએ જણાવ્યું કે આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.એમણે એ પણ ઉમેર્યું કે કે માત્ર ભણાવવું જરૂરી નથી, પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરાવવો જરૂરી છે.

July 3, 2024
open-247.jpg
2min733

રિટેલ ક્ષેત્રે રાતના શોપિંગને કારણે જે ક્રાંતિ આવી રહી છે એની વાત માંડવી છે. એ પણ નોંધવું કે રાતનું શોપિંગ ગ્રાહકો માટે તો નહીં, પરંતુ રિટેલર્સ અને અર્થતંત્ર માટે લાભદાયી છે.

CBRE Retail - 24/7 Retail real estate services

રિટેલ માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવા અંગે આ કોન્સેપ્ટ અમલમાં મૂકવાના પ્રારંભિક તબક્કે ઘણા વાદવિવાદ અને મતમતાંતર સર્જાયા હતા. હવે જોકે કેટલાંક રાજ્યોએ નાઇટ લાઇફવાળો આ કોન્સેપ્ટ અપનાવી લીધો છે અને એક અભ્યાસ અનુસાર તેની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે.

દેશમાં અત્યાર સુધી સાત રાજ્યમાં રિટેલ માર્કેટ ૨૪ કલાક ઓપન રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે.

ઉપરોક્ત અભ્યાસ અનુસાર રાતના શોપિંગ પાછળ લોકો ૬૦ ટકા વધુ ખર્ચ કરી રહ્યા છે અને તે ઉપરાંત ખરીદી પણ અંદાજે ૩૦ ટકા વધી જાય છે. ક્ધઝમ્પશન અથવા તો ખરીદી કે વેચાણ વધવાનું કારણ એ છે કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શોપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.

ખરીદી કર્યા બાદ ઓફિસ કે ઘરે જવા સંદર્ભના સમયની મર્યાદા ન રહેવાથી નિરાંતે અને વધુ સમય શોપિંગમાં ગાળે છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે ૪ વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શોપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં ૬૦ ટકા વધી ગયું હતું.

ખાસ કરીને ક્વિક-કોમર્સ, ફૂડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંનાં નાનાં શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે, જે આ સેગમેન્ટમાં ક્રાંતિ આવી રહી હોવાના સંકેત આપે છે.

હવે આધુનિકવાદ સાથે યુવાઓના હાથમાં અગાઉની પેઢી કરતાં અનેક ગણી વધુ નાણાછૂટ રહેતી હોવાથી એવું જોવા મળ્યું છે કે મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (૨૮-૪૩ વર્ષ) અને ઝેન-જી(૧૪-૩૪ વર્ષ) શ્રેણીના છે.

એ પણ નોંધવું રહ્યું કે તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટ નાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર પાછલા એક વર્ષમાં મોડી રાત્રે થતી ખરીદી અંદાજે ૩૦ ટકા વધી છે. તે ઉપરાંત સરેરાશ ઓર્ડર મૂલ્યમાં પણ લગભગ ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે લોકો રાત્રે વધુ ખરીદીની સાથે સાથે દરેક ખરીદી પર વધુ ખર્ચ પણ કરી રહ્યા છે.

આ ટ્રેન્ડને કારણે ઘરાકોનું અંગત બજેટ ભલે બગડે, પરંતુ એક તરફ તેને કારણે રિટેલર્સનું વેચાણ અને નફો વધે છે અને બીજી તરફ તેનાથી સીધા કે આડકતરા કરવેરાની પ્રાપ્તિમાં વધારો થવાથી સરકારની કમાણી પણ વધી રહી છે.

આ બાબત ધ્યાનમાં રાખતાં અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવવાનું સક્રિયપણે વિચારી રહ્યાં હોવાનું જાણવા મળ્યુું છે, જેમાં મધ્ય પ્રદેશ પણ સામેલ છે.

આ ટ્રેન્ડ ગ્રાહકોના બદલાતા વર્તનને જ દર્શાવતો નથી, પરંતુ સાથે જ ૨૪ કલાકની ઇકોનોમીની માગ સાથે તાલમેલ સાધવા તત્પર હોય તેવા બિઝનેસ માટે પણ મજબૂત આર્થિક તક તરીકે ઊભર્યો છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યો હવે આ મોડલ અપનાવવા માટે આતુર હોવાથી દેશના રિટેલ સેગમેન્ટમાં ક્રાંતિ આવશે અને અર્થતંત્રના વિકાસમાં આ સેગમેન્ટનો ફાળો વધશે.

અનેક રાજ્ય સરકારો દ્વારા દુકાનો તેમ જ શોપિંગ સેન્ટર્સ ચોવીસ કલાક ઓપન રાખવાની અનુમતિ આપવાના નિર્ણયથી ગ્રાહકો માટેની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ વેપારીઓના બિઝનેસમાં પણ વૃદ્ધિ નોંધાઇ રહી છે. બિઝનેસ ચોવીસ કલાક ચાલુ રાખવા માટે તેમને નવા કર્મચારીઓની ભરતી કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેનો અર્થ છે કે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઇ રહ્યું છે.

આપણે આખી કથાનો સારાંશ જોઇએ તો ચોવીસ કલાક રિટેલ સેગમેન્ટ ધમધમતું રહેશે તો વપરાશી માગમાં વધારો થશે, જે અર્થતંત્રને વિકાસ સાધવામાં મદદ કરશે. રિટેલર્સનાં વેચાણ અને નફામાં વધારો થશે, જ્યારે ગ્રાહકોને સમયના બંધન વગરની ખરીદીના એક નવા અનુભવ અને સવલતનો લાભ મળશે.

*ભારતનો રિટેલ ઉદ્યોગ ૨૦૧૯-૨૦૩૦ દરમિયાન નવ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે ૨૦૧૯માં ૭૭૯ અબજ ડોલરથી વધીને ૧,૪૦૭ અબજ ડોલરના સ્તરે પહોંચશે.
*ભારતના રિટેલ ટ્રેડિંગ સેકટરમાં એપ્રિલ ૨૦૦૦થી ૨૦૨૩ ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં ૪.૫૬ અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ નોંધાયું છે.
*ભારતનો રિટેલ સેકટર દેશના જીડીપીમાં ૧૦ ટકા અને ૩.૫૦ કરોડથી મોટા શ્રમબળમાં લગભગ આઠ ટકા જેટલું યોગદાન આપે છે. એક અહેવાલ અનુસાર ૨૦૩૦ સુધીમાં રિટેલ ઇન્ડસ્ટ્રી ૨૫૦ લાખ લોકોને નવો રોજગાર આપશે.

July 3, 2024
reliance-foundation.jpg
4min947

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની પહેલ હેઠળ સ્વદેશ એક એવું પ્રદર્શન છે જેના થકી તમે આપણી અનેક હસ્તકલાઓનો પરિચય મેળવી શકશો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પરિસરમાં વિવિધ હસ્તકલાઓ, તેની કારીગરી અને સાથે તેના કારીગરો જોવા મળે છે અને તેઓ જે પણ કામ કરે છે, જે પણ ચીજોનું ઉત્પાદન કરે છે તે ત્યાં સ્વદેશ સ્ટોરમાંથી અને એક્ઝિબિટમાંથી ખરીદી પણ શકાય છે.  તાજેતરમાં જ ભારતની સાત એવી હસ્તકલાઓના એક્સપર્ટ્સ કારીગરો NMACCના પરિસરમાં ગોઠવાયા છે કે જેમાંથી દરેકને વિશે જાણવું કોઇપણ ભારતીય માટે ગર્વની વાત થઇ પડે.  ગોંદ કલા, બાલુચારી સાડીઓ, અજરખ, હાથે રચાતી કલમકારી, લોંગપી પોટરી અને કાશ્મીરી જાજમોનું વણાટકામ, ગુત્તાપુસાલુ ઘરેણાંની બનાવટ જેવી નવી કાલકારી આ ઉનાળે NMACCની મહેમાન બની છે. તમે કલાકારો સાથે વાત કરો ત્યારે તેમના સમૃદ્ધ વારસાની ચમક તેમની આંખોમાં પણ દેખાઇ આવે છે. અહીં આવનારા કલાકારોને રાષ્ટ્રીય સન્માનથી પણ પુરસ્કૃત કરાયા છે કારણકે તેમણે પોતાના કલાત્મક વારસાને પેઢી દર પેઢી જીવંત રાખી લોકો સુધી પહોંચાડ્યો છે. 

સ્વદેશ સ્ટોરમાં આ તમામ હસ્તકલાનાં ઉત્પાદનોનું વેચાણ થાય છે
ગોંદ કલા – મધ્ય પ્રદેશ - રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ગોંદ કલા – મધ્ય પ્રદેશ – રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

બાલુચારી સાડી - પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

બાલુચારી સાડી – પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

ગુટ્ટાપુસાલુ જ્વેલરી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા- તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે

ગુટ્ટાપુસાલુ જ્વેલરી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા– તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે “નાની માછલીનું જુથ અથવા ગુછ્છો”, અને પુસાલુનો અર્થ “માળા” થાય છે. ગુટ્ટાપુસાલુ ઘરેણાંની કળા ભારતમાં દક્ષિણી કિનારે માછીમારીની નજીકના વિસ્તારોમાં ખડી થઇ. મોતીનાં ગુછ્છા દર્શાવતા પુસાલુ એટલે મણકાથી એટલા સરસ ઘરેણાં બનાવાય છે કે ન પુછો વાત. અમુક મોતી સાવ ઝીણાં હોય છે. કોરોમંડળના કિનારે પર્લ ફિશરીઝમાં પાકતા તાજા પાણીનાં મોતીઓનાં ગુછ્છાને લાલ, લીલા અને સફેદ રત્નોથી સજાવાય છે અને આ ઘરેણાં એકદમ શાહી લાગે છે. ઝીણાં મોતીઓ ઘરેણાંની કિનારી બને છે અને તેની શોભામાં અભિવૃધ્ધી કરે છે. 

શ્રીકાલહસ્તી કલમકારી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા - આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

શ્રીકાલહસ્તી કલમકારી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા – આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. 
કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત - અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત – અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

લોંગપી પોટરી - મણિપુર - મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

લોંગપી પોટરી – મણિપુર – મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) - સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) – સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે. 

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે.