CIA ALERT

Blog - Page 707 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 9, 2018
2018_5large_adb1.jpg
1min13600

ચાલુ વર્ષે ભારતની જીડીપી વૃદ્ધિનો સાત ટકા ઉપરનો અંદાજ ઘણો ઝડપી છે અને જો આ ગતિ જાળવી રાખવામાં આવશે તો આગામી એક દાયકામાં અર્થતંત્રનું કદ વધીને બમણું થઈ જશે તેમ એશિયન ડેવલપમેન્ટ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ જણાવ્યું હતું. ભારતે આઠ ટકાનો વૃદ્ધિ દર હાંસલ નહીં કરી શકવા અંગે ચિંતા કરવાને બદલે આવકની અસમાનતા દૂર કરી સ્થાનિક માગમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું

May 9, 2018
2018_5large_dada_saheb_phalke.jpg
1min13430

ત્રીજી મે ભારતીય ઇતિહાસમાં અનોખુ સ્થાન ધરાવે છે. 105 વર્ષ પહેલા બરાબર આ જ દિવસે ભારતમાં પહેલી ફિલ્મ રીલીઝ થઇ હતી. રાજા હરિશ્ચંદ્ર નામની ફિલ્મ દાદાસાહેબ ફાળકેએ બનાવી હતી. આજે સમગ્ર દુનિયામાં બોલીવુડ તેની નોખા પ્રકારની ફિલમોથી જાણીતું છે.

May 9, 2018
2018_5large_satyanarayan_dev.jpg
1min14650

તા.૨૦મી મેના રોજ આ વર્ષનો સૌથી મોટો ઉત્તમ ફળદાયક દિવસ આવી રહ્યો છે. આ દિવસે આ વિક્રમ સંવતનો એકમાત્ર અખંડ રવિપુષ્ય યોગ આવી રહ્યો છે અને આ યોગ અધિક-પુરુષોત્તમ મહિનામાં આવ્યો છે, માટે તેનો પ્રભાવ વધી જાય છે, એવું તજજ્ઞો માની રહ્યા છે. ખાસ કરીને આ દિવસે સત્યનારાયણ દેવની ઉપાસના કરવાથી કાર્યસિદ્ધિ, સફળતા અને પુણ્યોદયમાં અધિક વૃદ્ધિ થાય છે.

May 9, 2018
2018_5large_temp_mumuksh_kishor.jpg
1min13670

વિક્રમ સંવત-૨૦૭૪માં દેશભરમાં ૧૫૦થી વધુ દીક્ષા સંપન્ન થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં બેંગ્લૂરુનો ૧૪ વર્ષીય કિશોર મુમુક્ષુ કૌશિક રાઠૌડ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તા.૧૨મી મેના રોજ દીક્ષિત થઈ આચાર્ય અરવિંદસાગરસૂરીશ્વરજીના ચરણે જીવન સમર્પણ કરશે. અમદાવાદમાં ગચ્છાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરિજી સમાધિભૂમિ, કૈલાસ તીર્થ, અંકુર જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા ખાતે ત્રિદિવસીય ‘રજોહરણ દાનોત્સવ’નો પ્રારંભ તા.૧૦મી મેથી થશે. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને દેશ-વિદેશથી પણ ગુરુભક્તો આવી રહ્યા છે.