CIA ALERT

Blog - Page 706 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min12240

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.

May 19, 2018
1min6430

પાલિકાની સિટીબસે સોમવારે વેસુ પાસે અત્યંત ગંભીર અકસ્માત સર્જ્યો હતો, બીઆરટીએસની લેનમાંથી નીકળતી વખતે બસના ડ્રાઇવરે ઝડપને બિલકુલ કંટ્રોલ કરી નહતી. એવામાં જંકશન ઉપર રોડ ક્રોસ કરતાં બાઈકસવારને અડફેટમાં લીધો હતો. બહેનને પાછળ બેસાડીને જતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેઠેલી બહેન ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેની પણ હોસ્પિટલમાં હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યુ હતું.

May 19, 2018
IMG_20180518_180029.jpg
1min13630

તા.1લી જૂન 2018ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટીના અમલીકરણને એક
વર્ષ પૂરું થઇ રહ્યું છે. એક વર્ષ પહેલા જીએસટીનો જે ઢાંચો હતો તેની સિકલ તો બદલાઇ ચૂકી છે પરંતુ, દર મહિનાની 4થી તારીખે
મળતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દર વખતે નવા નવા સુધારાઓ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં
જીએસટીનું સચોટ અર્થઘટન કરે તેવા કોઇ નિષ્ણાંત આખા ભારતમાં મળી શકે તેમ નથી. ટ્રાયલ એન્ડ એરર એટલે ભૂલો કરો, પ્રયત્ન
કરો, ફરી બદલી કાઢો આવી નીતિને કારણે જીએસટી જેટલું ટીકાપાત્ર આ દેશમાં કોઇ થયું નથી.

 

છેલ્લા બે દિવસથી એટલે કે તારીખ 17 મે અને તા.18મી મે ના રોજ આખા દેશના ટેક્સ કન્સલ્ટન્ટ અકળાય ઉઠ્યા હતા કેમકે જીએસટીની વેબસાઇટ ન તો ચાલી રહી હતી ન તો બંધ હતી. એક તરફ જીએસટી માટેની વેબસાઇટ પર એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ગાણું ગાઇ વગાડીને બજાવવામાં આવે છે કે તેમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે બીજીતરફ જીએસટીની સાઇટ પર રિટર્ન્સ ફાઇલ કરવા મથામણ કરતા કન્સલ્ટન્ટ આખો દિવસ માટે કમ્પ્યુટર કે લેપ્ટોપ સામે બેસી રહે છે પણ એક પણ રિટર્ન ફાઇલ થતું નથી.

May 19, 2018
ms-1280x553.jpg
1min14290

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ચેતન શાહના સનસનીખેજ આરોપોને પગલે સ્થાનિક વિક્રેતાઓના પાપે મર્સીડીઝ કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ.

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન ચેતન શાહે અમદાવાદ અને સુરતમાં મર્સીડીઝ કારના વિક્રેતા મે. લેન્ડમાર્ક કાર્સ પ્રા.લિ. અને બેંચમાર્ક કાર્સ પાસેથી ઇ-250 મોડેલની કાર ખરીદી હતી. આ કારની ખરીદી વખતે તેમને જૂની તારીખે મેન્યુફેક્ચરર્ડ થયેલી કારની તારીખ સાથે છેડછાડ કરીને નવું મોડેલ બતાવીને તેમને વેચી મારવામાં આવી છે. ચેતન શાહે મર્સીડીઝ કારના અમદાવાદ અને સુરતના વિક્રેતાઓ દ્વારા કરાયેલા આ ખેલ સામે કાયદેસરની કાર્યવાહી, કોર્ટ કેસ તો કર્યા જ છે પરંતુ, અન્ય ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપીંડી ન થાય તે માટે પણ તેમણે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ હાથ ધરી છે.

મર્સીડીઝ કાર ફ્રોડ ના નામે ફેસબુક પર એક આઇ.ડી. પણ બનાવવામાં આવ્યું છે અને એ પેજ પર પણ મર્સીડીઝ કારના અમદાવાદના વિક્રેતા લેન્ડમાર્ક કાર્સ અને સુરતના બેંચમાર્ક કાર્સ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગેની સિલસિલાબદ્ધ વિગતો પ્રકાશિત કરવામાં આવી છે.

જોકે, મર્સીડીઝ કાર્સના વિક્રેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નથી આ બાબતે રદીયો આપવામાં આવ્યો.


May 9, 2018
2018_5large_macron.jpg
1min13450

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની તાજેતરના તેમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબુલ તેમજ તેમના પત્નીની મહેમાનગતિના વખાણ કરવા જતા તેમની જીભ લપસી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જોઈન્ટ પ્રેસ સંવાદ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમના પત્નીને ‘સ્વાદિષ્ટ’ કહેતા હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મેક્રોને આ જાણી જોઈને કહ્યું હતું કે તેની જીભ લપસી હતી તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયામાં આ અંગે ભારે રમૂજ જોવા મળી હતી.

May 9, 2018
2018_5large_2333.jpeg
1min12640

પાલિકાની સિટીબસે સોમવારે વેસુ પાસે અત્યંત ગંભીર અકસ્માત સર્જ્યો હતો, બીઆરટીએસની લેનમાંથી નીકળતી વખતે બસના ડ્રાઇવરે ઝડપને બિલકુલ કંટ્રોલ કરી નહતી. એવામાં જંકશન ઉપર રોડ ક્રોસ કરતાં બાઈકસવારને અડફેટમાં લીધો હતો. બહેનને પાછળ બેસાડીને જતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી બહેન ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેની પણ હોસ્પિટલમાં હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યુ હતું.

May 9, 2018
2018_5large_Tithal.jpg
1min12110

તિથલ બીચ ઉપર અંધારામાં લવર્સ પોઈન્ટ બનાવવા માટે ખૂબ ચોંકાવનારો ખેલ કરાયો છે. થોડા મહિનાઓ પહેલાં જ તિથલ બીચ ઉપર બીચ ફેસ્ટિવલની ઉજવણી વખતે ટુરિઝમ વિભાગે બીચ ઉપર સોલાર એનર્જીથી ચાલતી લાઈટ્સ લગાવી હતી. થોડા મહિના લાઈટ ચાલી પણ હતી અને હજુ ચાલતી હતી પરંતુ હમણાં જ આ સોલાર લાઈટ કોઈ ચોરી ગયું હતું. આનેલીધે બીચ ઉપર ફરી સૂર્યાસ્ત પછી અંધકાર ફેલાવા માંડ્યો છે.

May 9, 2018
2018_5large_heatwave5.jpg
1min12610

– 44.1 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર
– ઉત્તર ભારતમાં મેના પ્રારંભમાં જ કાળઝાળ ગરમી
– રાજસ્થાનમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો