CIA ALERT

Blog - Page 54 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 27, 2025
semi-conductor.webp
13min500

સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર ભારતમાં સૌથી પહેલો કોર્સ, ગુરુગ્રામની નોર્થકેપ યુનિવર્સિટીમાં શરૂ થશે
જુલાઇ 2025થી Start

સરળ ભાષામાં સમજો સેમિકન્ડક્ટર ચીપ શું હોય

સેમિકન્ડક્ટર એક એવી માઇક્રોચીપ છે કે જે પૂર્વનિર્ધારિત પ્રોગ્રામિંગ અનુસાર જુદી જુદી પરિસ્થિતિઓમાં જે તે ઉપકરણને ઓટોમેટીક અને સતત કાર્યરત રાખે છે. સેમિકન્ડક્ટર ચીપ કમ્પ્યુટર્સથી લઇને મોટરકાર, એરોપ્લેન, રોકેટ, હોમ એપ્લાયન્સીસઝ, મોબાઇલ ફોન્સ વગેરે વર્તમાન સમયના દરેકે દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હાર્દ હોય છે.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), IIT મંડી અને ધ નોર્થકેપ યુનિવર્સિટી (NCU), ગુરુગ્રામે, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) માં B.Tech રજૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઔપચારિક રીતે કૌશલ ભવન, નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.

સેમિકન્ડક્ટર ટેક્નોલોજી એવું ક્ષેત્ર છે જે આધુનિક ઇક્વિપમેન્ટ્સથી લઇને મોટરકાર સુધીની તમામ ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરીંગમાં અનિવાર્ય અંગ છે.ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને અનુરૂપ મેનપાવર ઉદભવે તે સાથે જ ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલાવિદ્યાર્થીઓને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ તાલીમથી સજ્જ કરવા માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને બી.ટેક. વીથ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કોર્સ ડિઝાઇન કર્યો છે.

આઠ સેમેસ્ટરમાં રચાયેલ આ ચાર વર્ષનો કાર્યક્રમ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે, જેમાં નીચેના ચેપ્ટર્સનો સમાવેશ થાય છે:

નેનોટેકનોલોજી અને સેમિકન્ડક્ટર મટિરિયલ્સ એન્જિનિયરિંગ

સેમિકન્ડક્ટર ફિઝિક્સ

માઇક્રોફેબ્રિકેશનનો પરિચય

સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન

સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ટેકનોલોજી

મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સ્ડ વિષયો

અભ્યાસક્રમમાં NCU, NSDC અને IIT મંડી દ્વારા સહ-વિકસિત એપ્લિકેશન-ઓરિએન્ટેડ લર્નિંગના 25 ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. ડિગ્રી NCU નોર્થકેપ યુનિવર્સિટી ગુરુગ્રામ દ્વારા એનાયત કરવામાં આવશે.

અમલીકરણમાં NSDC ની ભૂમિકા

NSDC આ કાર્યક્રમના સરળ રોલઆઉટને સુનિશ્ચિત કરશે:

તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી નોંધણી કરવી

શિક્ષણ લોન સાથે પાત્ર ઉમેદવારોને ટેકો આપવો

AI-સક્ષમ સામગ્રી, વ્યાખ્યાનો અને સોંપણીઓ સાથે એક-સ્ટોપ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું

વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરી પ્લેસમેન્ટમાં સહાય કરવી

IIT મંડી ખાતે હેન્ડ્સ-ઓન લર્નિંગ

IIT મંડી ફેકલ્ટી વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવશે અને ચાર વર્ષમાં અદ્યતન પ્રયોગશાળાઓમાં છ હેન્ડ્સ-ઓન નિમજ્જન કાર્યક્રમો પ્રદાન કરશે. સંસ્થા અભ્યાસક્રમ, પરીક્ષાઓ, સબમિશન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરશે, જે NCU ખાતે અંતિમ ડિગ્રી માટે ગણવામાં આવશે.

વેદ મણિ તિવારી, CEO, NSDC (અને MD, NSDC ઇન્ટરનેશનલ) કહે છે કે “IIT મંડી અને NCU સાથેનો અમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણનું લોકશાહીકરણ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવા તરફ એક પગલું છે. આ પહેલ રોજગાર ક્ષમતામાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે – જે ભારતના તકનીકી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.”

ડૉ. તુષાર જૈન, CCE, IIT મંડી કહે છે કે “આ સહયોગ IIT મંડીની સંશોધન કુશળતા, NCUના શૈક્ષણિક માળખા અને NSDCની કૌશલ્ય વિકાસ પહેલને જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવે છે.”

પ્રો. નુપુર પ્રકાશ, વાઇસ ચાન્સેલર, NCU: “આ અગ્રણી કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યવહારુ સંપર્કનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ IIT મંડી ખાતે સ્વચ્છ રૂમ અને અદ્યતન પ્રયોગશાળાઓમાં વ્યવહારુ અનુભવ મેળવશે, જે તેમને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તૈયાર કરશે.”

આ પહેલ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તક આપે છે, જે તેમને વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો બનાવે છે.

The B.Tech CSE with Specialisation in Semiconductor Technology at The NorthCap University (NCU) is designed to equip students with in-depth knowledge of semiconductor design, fabrication, and advanced computing technologies. As semiconductors drive innovation across industries, this programme blends core computer science principles with cutting-edge semiconductor technologies to prepare students for high-demand roles in chip design, embedded systems, and nanoelectronics.

This specialisation focuses on VLSI design, semiconductor materials, circuit fabrication, and AI-enabled hardware, making graduates highly valuable in industries such as quantum computing, artificial intelligence, telecommunications, and IoT. With industry collaborations, state-of-the-art semiconductor labs, and hands-on exposure to chip design, testing, and fabrication, students gain practical expertise essential for the rapidly evolving semiconductor industry.

Highlights

  • Industry-Relevant Curriculum – Covers VLSI design, semiconductor fabrication, circuit design, embedded systems, and AI-driven chip architectures.
  • State-of-the-Art Labs – Hands-on training with Cadence, Xilinx, Siemens, Key Soft, and Ansys design software.
  • Global Academic Collaborations – Partnerships with NTHU Taiwan and University of Illinois, USA for advanced semiconductor technology research.
  • Research & Innovation Opportunities – Focus on quantum computing, AI-driven chip design, and next-gen semiconductor materials like graphene and gallium nitride.
  • Real-World Industry Exposure – Internships with leading semiconductor companies to gain practical experience in semiconductor design, testing, and production.
  • Multidisciplinary Skill Development – Integration of circuit design, embedded systems, semiconductor testing, and packaging technologies for industry readiness.

Curriculum – Detailed Programme Structure

The B.Tech CSE with Semiconductor Technology is structured over four years (eight semesters), integrating fundamental computer science principles with specialized semiconductor knowledge.

Year 1: Core Computer Science & Fundamentals

  • Programming in C, C++, Java
  • Digital Logic Design
  • Data Structures & Algorithms
  • Computer Networks
  • Discrete Mathematics

Year 2: Introduction to Semiconductor Technology

  • Introduction to VLSI Design & Embedded Systems
  • Semiconductor Materials & Device Fabrication Techniques
  • Advanced topics in Logic Gates, Power Management, and Circuit Analysis
  • Lab exposure with design and simulation software

Years 3 & 4: Advanced Specialisation & Industry Exposure

  • Digital & Analog Circuit Design for semiconductor applications
  • Embedded Systems Design for IoT, automotive, and AI applications
  • Quantum Computing & AI-Enabled Hardware
  • Semiconductor Fabrication & Testing with industry-standard tools
  • Research & Capstone Project in Semiconductor Innovations
  • Mandatory Internship with Semiconductor Firms

Programme Outcomes (POs)

Graduates of the B.Tech CSE with Semiconductor Technology will:

✅ Master semiconductor design methodologies and integrate AI-driven chip development.
✅ Develop expertise in VLSI circuit design, embedded systems, and chip fabrication techniques.
✅ Apply knowledge of semiconductor physics and materials to innovate in device miniaturisation and efficiency.
✅ Design and test semiconductor devices and circuits for various industrial applications.
✅ Gain industry-ready skills through practical exposure to semiconductor fabrication and testing.
✅ Be equipped for high-paying careers in semiconductor research, design, and manufacturing.

Career Opportunities After Course Completion

Graduates of this programme are in high demand across semiconductor design, fabrication, and emerging technology fields. Career opportunities include:

🔹 Chip Design Engineer – Develop next-gen semiconductor chips and processors.
🔹 Process Engineer – Optimise fabrication processes for high-yield semiconductor production.
🔹 Field Application Engineer (FAE) – Work on customer-focused chip design and implementation.
🔹 Embedded Systems Engineer – Design and develop hardware-driven AI and IoT applications.
🔹 Nanoelectronics Engineer – Innovate in miniaturised semiconductor devices and quantum computing.
🔹 AI Hardware Engineer – Develop AI-driven chips for machine learning and deep learning applications.

Top Hiring Companies:

✔ Intel Corporation
✔ TSMC (Taiwan Semiconductor Manufacturing Company)
✔ Samsung Electronics
✔ Apple Inc.
✔ Qualcomm
✔ NVIDIA
✔ Texas Instruments
✔ Infineon Technologies
✔ NXP Semiconductors
✔ Cadence
✔ IBM Research
✔ Micron Technology
✔ Broadcom Inc.

With the semiconductor industry driving advancements in AI, IoT, and smart devices, graduates enjoy strong career prospects with global companies.

Why Choose NCU for BTech CSE – Semiconductor Technology?

  • State-of-the-Art Labs – Hands-on experience with leading semiconductor design software (Cadence, Xilinx, Siemens, Ansys, and Key Soft).
  • Industry-Aligned Curriculum – Covers VLSI design, embedded systems, quantum computing, and semiconductor materials.
  • Global Collaborations – Academic partnerships with NTHU Taiwan and University of Illinois, USA for semiconductor research.
  • Research & Innovation Focus – Students engage in projects on AI-driven chip design, quantum computing, and emerging semiconductor materials.
  • Internships & Industry Exposure – Strong ties with semiconductor giants like Intel, TSMC, and Qualcomm ensure students gain practical experience.
  • Placement Support – Graduates secure roles in leading semiconductor, AI, and computing companies worldwide.

With a strong blend of theoretical knowledge, practical training, and industry engagement, the B.Tech CSE – Semiconductor Technology programme at NCU ensures that students emerge as industry-ready professionals, shaping the future of semiconductor and computing technologies.

March 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min761

ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.

મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.

March 13, 2025
holika-dahan.jpg
1min452

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

March 13, 2025
drugs.jpg
1min328

અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.

March 10, 2025
traudo-and-carni.png
1min405

બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી હતી. એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. તેમણે કહ્યું કે હું પાર્ટીને પુર્નજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ.

રાજકારણમાં પ્રવેશેલા કાર્નીએ કહ્યું કે ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ વડાપ્રધાન બનશે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતા. કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેન્કના ગવર્નર તરીકે સેવા કરનાર હું પ્રથમ વ્યક્તિ છું અને આ જ મારો અનુભવ દર્શાવે છે કે હું ટ્રમ્પનો સામનો કરવા સૌથી ઉપયોગી અને યોગ્ય વ્યક્તિ સાબિત થઇશ.

માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરેટરીઝમાં થયો હતો. તેમનું બાળપણ એડમંટનમાં વીત્યું અને પછી તે અમેરિકા ગયા જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તે યુકે ગયા જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી અને પછી 1995માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. કાર્નીને 2008માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવાયા હતા.

March 10, 2025
ચેમ્પીયન્સ-ટ્રોફી.png
2min206
  • ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે ન્યુઝીલેન્ડને હરાવી વન-ડે ક્રિકેટમાં પણ વર્ચસ્વ સ્થાપ્યું
  • પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ, ૮૩ બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે ૭૬ ઃ ભારતીય સ્પિનરોના મેજિક સામે ન્યુઝીલેન્ડના ૭ વિકેટે ૨૫૧
  • ભારતને ચેમ્પિયન બનવા બદલ રૂા. ૨૦ કરોડનું ઈનામ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર વિજેતા બન્યું
  • ભારતે ટાર્ગેટ ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી પાર પાડયો
  • રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો ફગાવી

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા આજે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રન કર્યા હતા. ભારતે ૬ વિકેટે ૨૫૪ રન ૪૯ ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડયું હતું. પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન રોહિત શર્માએ ૮૩ બોલમાં ૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ઓપનિંગમાં આવીને આક્રમક ૭૬ રનની ઈનિંગ રમતા તેમજ કુલદિપ યાદવે રવીન્દ્ર (૩૭) વિલિયમસનની (૧૧)ની ઝડપેલી કિંમતી વિકેટ તેમજ વરૂણ ચક્રવર્તીની બે અને જાડેજાની ૧૦ ઓવરોમાં ૩૦ રન જ આપીને એક વિકેટ ઝડપતી બોલિંગનું આ વિજયમાં મહત્વનું પ્રદાન રહ્યું હતું. શમી ખર્ચાળ સાબીત થયો હતો અને તેણે નવ ઓવરોમાં ૭૪ રનમાં ૧ વિકેટ ઝડપી હતી.

ભારતે આ અગાઉ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે ૧૨ વર્ષે ફરી ટાઈટલ તેના નામે કર્યું હતું. ભારતને ચેમ્પિયન્સ બનવા બદલ રૂ. ૨૦ કરોડનું ઇનામ આપવામાં આવ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ તરફથી મિચેલ ૬૩ (૧૦૧ બોલ), બ્રેસવેલ ૫૩ અણનમ (૪૦ બોલ), ફીલીપ્સ ૩૪ (૫૨ બોલ) અને રવીન્દ્ર ૩૭ (૨૯ બોલ)ની ઈનિંગને લીધે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રનનો સ્કોર શક્ય બન્યો હતો.

ભારતે ૨૫૨નો ટાર્ગેટ ઝીલવા ઉતર્યું ત્યારે રોહિત શર્માએ જોખમ ઉઠાવતા તેની આગવી શૈલી પ્રમાણે આક્રમક બેટિંગ કરી હતી. સામાન્ય રીતે આવી શરૂઆત કર્યા પછી તે ૩૦-૪૦ રન કે તે પહેલા આઉટ થઈ જતો હોય છે પણ આજે તે મોટી ઈનિંગ રમવામાં સફળ થયો હતો. ગીલે તેને સ્ટ્રાઈક આપતા રહી સાથ આપ્યો હતો.

ગીલ (૩૧) સાન્ટનરની બોલિંગમાં ફિલિપ્સના શોર્ટ એકસ્ટ્રા કવર પર હવામાં ડાઇવિંગ અદ્ભૂત કેચ દ્વારા આઉટ થતા ભારતની પ્રથમ વિકેટ પડી હતી. ૧૮.૪ ઓવરોમાં જ ૧૦૫ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાઈ હતી.

તેના પછીની ઓવરના (૧૯.૧) પહેલા જ બ્રેસવેલના બોલમાં કોહલીના પેડની નીચે ડિફેન્સ ચુકતા બોલ અથડાયો હતો અને બે જ બોલ રમી ૧ રને આઉટ થયો હતો. રોહિત શર્મા ક્રીઝની બહાર આવી રવીન્દ્રના બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના આવેગમાં ટર્નિંગ બોલ ચૂક્યો અને લાથમે તેનું સ્ટમ્પીંગ કર્યું હતું. વીના વિકેટે ૧૦૫થી ૧૨૬ રને ૩ વિકેટનો સ્કોર થઈ જતા ન્યુઝીલેન્ડની ટીમમાં ઉત્સાહ વધ્યો હતો.

પણ શ્રેયસ ઐયર ૬૨ બોલમાં ૪૮ અને અક્ષર પટેલના ૪૦ બોલમાં ૨૯ રનની ઈનિંગ ખૂબ જ મહત્વના પૂરવાર થયેલ. ૬૧ રન ચોથી વિકેટની ભાગીદારીમાં ઉમેર્યા હતા.

જોકે બંને વધુ ૨૦ રનના ઉમેરા સુધીમાં આઉટ થતા ચાહકો ફરી ચિંતામાં ગરકાવ થઈ ગયેલ કે.એલ. રાહુલે ૩૩ બોલમાં ૩૪ અણનમ રન સાથે એક છેડો જાળવી રાખતા અપસેટ નહોતો થયો.

નાજુક પળોમાં દબાણ હળવું કરતા હાર્દિક પંડયાએ ૧ ચોગ્ગો એક છગ્ગા સાથે ૧૮ રન કર્યા હતા.જાડેજાએ ૪૯મી ઓવરના આખરી બોલે ઓ’રોઉર્કેના બોલમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.એ પણ ખરૂં કે ૧૮.૩ ઓવરોમાં વીના વિકેટે ૧૦૫ રનનો સ્કોર હતો ત્યારે એવું લાગતું હતું કે એકતરફી બની ચુકેલ મેચ ૪૦થી ૪૫ ઓવરમાં જ પુરી થશે પણ ન્યુઝીલેન્ડે સાવ હતાશ સ્થિતિ છતાં જુસ્સો જાળવી રાખ્યો અને ૪૯ ઓવરો સુધી મેચ ચાલી. ન્યુઝીલેન્ડ માટે એવું કહેવાતું કે રવીન્દ્ર અને વિલિયમસન ભારતના ટાઈટલ વચ્ચે પહાડની જેમ ઉભા રહી શકે તેવા ફોર્મમાં છે.

પણ ૧૧મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલિંગ આપી અને તેના પહેલા જ બોલે ચોથી સ્ટમ્પ પરનો બોલ અંદર તરફ સ્પિન થતો હતો અને રવીન્દ્ર તેને ઓફ સાઇડ પર ફટકારવા જતા બોલ્ડ થયો હતો તે પછીની કુલદીપની ઓવરમાં બીજા બોલે (૧૨.૨) વિલિયમસન લોંગ ઓન તરફ રમવાના પ્રયત્નમાં દ્વીધા સાથે થાપ ખાઈ ગયો અને કુલદિપને જ કેચ આપી બેઠો. યંગ તો અગાઉ વરૂણનો શિકાર બની જ ગયેલો. ૭૫ રનમાં ૩ કિંમતી વિકેટ પડી જતા ન્યુઝીલેન્ડ સાવધ થઈ ગયું. હવે તેઓનો રન રેટ પણ દબાણ હેઠળ ઘટતો જતો મિચેલ અને ફીલીપ્સે ૫૭ રનની ભાગીદારી સાથે આક્રમણનું પ્લેટફોર્મ ખડું કર્યું હતું પણ વરૂણે ફીલીપ્સને બોલ્ડ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ૨૨૦ની આસપાસ રન થાય તેમ લાગતું હતું પણ મિચેલ (૬૩) અને તે પછી આખરી ઓવરોમાં બ્રેસવેલે ૪૦ બોલમાં ૫૩ અણનમની ઈનિંગ રમતા ન્યુઝીલેન્ડ કંઈક લડત આપી શકે તેવો સ્કોર બનાવી શક્યું હતું.

March 9, 2025
mahendra-chauhan-1280x850.jpeg
1min1021

}} ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે:
}} શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું જરૂરી, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને

:- વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિ

તંદુરસ્ત બાળક જન્મે અને સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિનામૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ: ડો.બિનોદીની ચૌહાણ

માહિતી બ્યુરો,સુરત:રવિવાર: ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન થઈ શકે એ માટે ફીટલ મેડિસીનની અગત્યતા સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કર્ણાટકના બેંગ્લોરના વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિની ઉપસ્થિતમાં ‘માસ્ટર ક્લાસ ઓન ફીટલ અલ્ટ્રા સાઉન્ડ’ વિષયક કોન્ફરન્સ યોજાઈ હતી.

નવી સિવિલના ફીટલ મેડિસીન વિભાગ અને રેડિયોલોજી વિભાગના ઉપક્રમે નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફીટલ મેડિસીન તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિએ જણાવ્યું હતું કે, ફીટલ મેડિસીન અંતર્ગત ગર્ભાવસ્થા પહેલા, ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા અને ગર્ભના સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને.

તેમણે કહ્યું કે, ફીટલ મેડિસીનમાં ફીટલ MRI દ્વારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સહિત ડાયગ્નોસ્ટિક પ્રોસેસ થકી ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સચોટ અર્લી ડિટેક્શન (આગોતરી જાણ) થઈ શકે છે. ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે.

ડો.રામામૂર્તિએ જણાવ્યું કે, આંતરડાની ખોડખાંપણ સોનોગ્રાફીમાં ડાયગ્નોસ કરવી અઘરી છે. જેનું ફીટલ MRIમાં સચોટ નિદાન થઈ શકે છે. અલ્ટ્રાફાસ્ટ ફેટલ MRI માં “સ્નેપશોટ” તકનીકનો ઉપયોગ કરીને હાઈ રિઝોલ્યુશન ઈમેજ ઝડપથી કેપ્ચર કરવામાં આવે છે.

ડો.રામામૂર્તિએ ફીટલ MRI લાઈવ સ્કેન કરીને ઉપસ્થિત રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ફીટલ મેડિસીનના પોસ્ટ ગ્રેજ્યુએટસ અને ફેલોશિપ કરતા વિદ્યાર્થીઓ, અન્ય તબીબોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું.

ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગર્ભસ્થ શિશુને કોઈ આંતરિક સમસ્યા સર્જાય તો વહેલું નિદાન થવાથી યોગ્ય સારવાર શક્ય બનતી હોય છે. જે માટે ફીટલ MRI આશીર્વાદરૂપ બને છે. એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં તંદુરસ્ત બાળક જન્મે અને નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિના મૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.
આ કોન્ફરન્સમાં નવી સિવિલના રેડિયોલોજી વિભાગના વડા ડો. પૂર્વી દેસાઈ, ડો.રાગિણી વર્મા, ડો.પ્રફુલ જોશી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત ૨૦૦ જેટલા રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, અન્ય તબીબો, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

March 8, 2025
heat-stroke.jpg
1min298

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.

આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.

March 8, 2025
womens-day.png
1min436

Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચે થાય છે. મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફનું એક પગલું છે.

મહિલા દિવસનો ઈતિહાસ

મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908 માં, યુ. એસ. માં કામ કરતી મહિલાઓએ ન્યૂ યોર્કમાં નીચા વેતન, લાંબા સમય સુધી કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ કરી હતી. એક વર્ષ બાદ, 1909માં, સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. બાદમાં, ક્લેરા ઝેટકિન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ 1911માં જર્મની, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

દર વર્ષે મહિલા દિવસના અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને પરિસંવાદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક થીમ નક્કી કરે છે. વર્ષ 2024ની થીમ Inspire Inclusion હતી. જેનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો અને ભાગીદારી પ્રદાન કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ Accelerate Action છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.

March 6, 2025
ind-vs-nz.jpg
1min353

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઈટલ મેચ’ રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.
25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.

આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.