CIA ALERT

Blog - Page 118 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 7, 2022
world-cup-t20.png
1min519
  • પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે
  • બીજી સેમિફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે

સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.

ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે
ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.

November 7, 2022
alia.png
1min527

બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે. 

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી. 

અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને  કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’

રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. 

બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું. 

આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં 

એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે. 

ભાવિ સુપરસ્ટારનો જન્મ 

આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે  ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે.  જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે. 

November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min598

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

November 4, 2022
morbi.png
1min720

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.

November 4, 2022
imran.jpg
1min473

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગતા લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૂર્વ પીએમની સ્થિતિ ખતરાથી બહાર છે. આ હુમલામાં પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવ ઘાયલ થયા હતા. 

આ ઘટના પંજાબપ્રાંતના વઝીરાબાદમાં બની હતી. હુમલાખોરને પકડી લેવાયો હતો.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાની પાર્ટીની રેલીને સંબોધી રહ્યા હતા. સરકારના વિરોધ પ્રદર્શન માટે યોજાઈ રહેલી રેલીમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઈમરાન ખાનને નિશાન બનાવીને આ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવને ઈજા થતાં લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ હુમલા પછી પીટીઆઈના નેતાઓએ સત્તાધારી પક્ષ અને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર નિશાન સાધ્યું હતું. આ હુમલા પાછળ સત્તાધારી પાર્ટી જવાબદાર છે એવો આરોપ ઈમરાન ખાનના સમર્થકોએ લગાવ્યો હતો.

ફાયરિંગ થયું પછી તરત જ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. ફૈઝલ બટ્ટ નામના આ હુમલાખોરનું નિવેદન લેવામાં આવ્યું હતું. હુમલાખોરે કબૂલાત કરી હતી કે તેણે ઈમરાન ખાનની હત્યાના ઈરાદે જ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું કારણ જણાવતા હુમલાખોરે કહ્યું હતું કે ઈમરાન ખાન પાકિસ્તાનની જનતાને ગેરમાર્ગે દોરે છે તેથી એની હત્યા કરવા હુમલો કર્યો હતો. હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે ઈમરાન ખાન કોઈ કારણ વગર વિરોધ પ્રદર્શનો કરે છે એટલે લાહોરથી રેલીની શરૂઆત થઈ ત્યારથી જ તેણે હુમલાનું કાવતરું બનાવ્યું. આ હુમલા પાછળ બીજું કોઈ નથી. તેની સાથે હુમલાનું ષડયંત્ર રચવામાં પણ બીજા કોઈનો હાથ નથી એવું નિવેદન હુમલાખોરે આપ્યું હતું. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરતી હોય એવો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈમરાન ખાન પર હુમલો થયો તે પછી પીટીઆઈના કાર્યકરોએ ભારે હોબાળો કર્યો હતો.

ઈમરાન ખાને લાહોરથી આઝાદ માર્ચ શરૂ કરી હતી. સરકારના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને તેમાં ઈમરાન સહિતના પાર્ટીના નેતાઓ ઉપરાંત સેંકડો કાર્યકરો પણ જોડાયા છે. હુમલો થયો ત્યારે ઈમરાન ખાન કન્ટેનરની છત પર ચડીને પાર્ટીના કાર્યકરોનું અભિવાદન કરી રહ્યા હતા. એ વખતે જ હુમલાખોરે ઓટોમેટિક ગનથી હુમલો કર્યો હતો.

November 3, 2022
election_coverage-1280x1047.jpg
5min564

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેર જિલ્લામાં 40 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતા. પાંચ જ વર્ષમાં સુરત શહેર જિલ્લામાં નવા મતદારોની સંખ્યા વધીને 7 લાખ 25 હજાર 840ની થઇ છે. કુલ 18.08 ટકા નવા મતદારો વધ્યા છે. જાણકારો કહે છેકે સુરતમાં ત્રણ નવી મતદાર વિધાનસભા બેઠકો વિકસાવી શકાય તેટલા મતદારો વધી ચૂક્યા છે.

5.65 લાખ મતદારો ધરાવતી ચોયાર્સી બેઠક સુરતની જ નહીં ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા બેઠક

ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા જ વહીવટીતંત્રનો માહોલ હવે ચૂંટણી લક્ષી બન્યો છે. વિધાનસભા બેઠકોવાર ચૂંટણી તંત્ર ગોઠવાઇ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં મતદારની દ્રષ્ટીએ સુરતની ચોર્યાસી વિધાનસભા સીટ સુરતની જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 5 લાખ 65 હજાર 111 મતદારો છે. જેમાં 3.20 લાખ પુરુષ મતદારો અને 2.44 લાખ સ્ત્રી મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 526 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

સુરત પૂર્વ ઉત્તર વિધાનસભા મત વિસ્તાર સુરત શહેર જિલ્લામાં મતદારની દ્રષ્ટીએ સૌથી નાનો મત વિસ્તાર છે. સુરત ઉત્તરમાં કુલ મતદારોની સંખ્યા 1 લાખ 63 હજાર 124 છે. જેમાં 86059 પુરુષ મતદારો અને 77053 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ

ક્રમવિગતપ્રથમ તબકકો
ચૂંટણી પંચનું જાહેરનામું/નોટીસ બહાર પાડવાની તારીખઃતા.૦૫/૧૧/૨૦૨૨ (શનિવાર)
ઉમેદવારી૫ત્રો ભરવાની છેલ્‍લી તારીખ તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
ઉમેદવારી૫ત્રો ચકાસણીની તારીખ     તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)
ઉમેદવારી૫ત્રો પાછા ખેંચવાની છેલ્‍લી તારીખઃતા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
મતદાનની તારીખ (પ્રથમ તબક્કો)     તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૧૮.૦૦ કલાક સુઘી
મતગણતરીની તારીખ તા.૦૮/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)
ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્‍લી તારીખતા.૧૦/૧૨/૨૦૨૨ (શનિવાર)

સુરત જીલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૩ (ત્રણ) બેઠકો (૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી તથા ૧૭૦-મહુવા) અનુસુચિત જનજાતિ માટે અનામત છે. જયારે ૧૬૯-બારડોલી બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.

વિવિઘ વિઘાનસભા મત વિસ્તારના મતદાન મથકો તેમજ મતદારોની વિગતોઃ-

 ક્રમવિ.સ.મ.વિ.નું.નામમતદાન મથકોપુરુષસ્ત્રીઅન્યકુલ
૧૫૫-ઓલપાડ૪૩૯૨૪૧૦૮૯૨૧૩૭૪૧૪૫૪૮૩૮
૧૫૬- માંગરોળ(એસ.ટી)૨૬૩૧૧૪૫૦૬૧૧૦૯૬૧૨૨૫૪૭૦
૧૫૭-માંડવી (એસ.ટી)૨૯૭૧૨૧૦૭૭૧૨૫૬૫૮૨૪૬૭૩૬
૧૫૮- કામરેજ૫૧૮૨૯૬૭૧૩૨૪૯૬૪૧૫૪૬૩૬૦
૧૫૯-સુરત પૂર્વ૨૧૨૧૦૮૬૬૭૧૦૫૯૮૦૪૧૨૧૪૬૮૮
૧૬૦- સુરત ઉત્તર૧૬૩૮૬૦૫૯૭૭૦૫૩૧૨૧૬૩૧૨૪
૧૬૧- વરાછા રોડ૧૯૯૧૨૦૮૯૪૯૪૮૦૩૨૧૫૭૦૨
૧૬૨ – કરંજ૧૭૬૧૦૧૧૮૨૭૫૪૪૬૧૭૬૬૩૫
૧૬૩- લિંબાયત૨૬૯૧૬૯૭૮૧૧૩૪૯૩૦૧૩૩૦૪૭૨૪
૧૦૧૬૪- ઉધના૨૫૦૧૫૬૨૧૭૧૧૪૨૫૪૧૭૨૭૦૪૮૮
૧૧૧૬૫- મજુરા૨૫૬૧૫૧૪૯૪૧૨૭૦૫૩૨૭૮૫૫૬
૧૨૧૬૬- કતારગામ૨૯૨૧૭૬૭૩૫૧૪૫૨૭૮૩૨૨૦૧૫
૧૩૧૬૭-સુરત પશ્ચિમ૨૨૨૧૩૦૪૮૮૧૨૫૯૮૧૨૫૬૪૭૨
૧૪૧૬૮- ચોર્યાસી૫૨૬૩૨૦૬૩૦૨૪૪૪૫૪૨૭૫૬૫૧૧૧
૧૫૧૬૯- બારડોલી (એસ.સી)૨૭૧૧૩૯૬૮૩૧૨૯૭૬૩૨૬૯૪૫૧
૧૬૧૭૦- મહુવા (એસ.ટી)  ૨૭૦૧૧૧૭૧૮૧૧૭૧૧૩૨૨૮૮૩૧
   કુલ૪૬૨૩૨૫૪૬૯૩૩૨૧૯૨૧૦૯૧૫૯૪૭૩૯૨૦૧
  • જીલ્લામાં કુલ ૪૬૩૭ મતદાન મથકો આવેલા છે. જે પૈકી ૧૪ મતદાન મથકો Auxiliary Polling Stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચ દ્રારા નિર્ઘારીત ASSURED MINIMUM FACILITIES (AMF) પુરી પાડવામાં આવશે.
  • જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ ૦૭ મહિલા મતદાન મથકો, ૦૧ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, ૦૧ મોડેલ મતદાન મથક તથા ૦૧ ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે. આમ, સુરત જીલ્લામાં કુલ ૧૧૨ મહિલા મતદાન મથકો, ૧૬ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, ૧૬ મોડેલ મતદાન મથકો તથા ૧૬ ગ્રીન મતદાન મથકો તથા ૦૧ યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ ૨૫ થી ૩૦ વય જુથના હશે) ઉભા કરવામાં આવશે.
  • જીલ્લામાં કુલ ૫૨૬ પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવેલ છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી ૨૬૩૨ મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.
  • ૧૬૪-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવેલ છે.
  • સુરત જીલ્લામાં ૧૬ વિઘાનસભા મત વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ ની સ્થિતીએ કુલ ૪૭૩૯૨૦૧ મતદારો નોંઘાયેલા છે. જેમાં ૨૫૪૬૯૩૩ પુરૂષ મતદારો, ૨૧૯૨૧૦૯ મહિલા મતદારો, ૧૫૯ થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી ૬૨૦૩૭ મતદારો ૮૦ વર્ષથી ઉપરના, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૪૨૩ સર્વીસ મતદારો છે. ૧૮-૧૯ વય જુથમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત પ્રમાણે કુલ ૩૬૫૫૬ યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
  • વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ૭,૨૫,૮૪૦ મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૮.૦૮% થયેલ છે.
  • જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જેની વિગત નીચે મુજબ છે.
જિલ્લાનું નામBUCUVVPAT
સુરત૮૮૫૯૭૦૩૧૮૬૨૫

ચુંટણી આચાર સંહિતાને લગતી જાણકારી/ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર

  • જિલ્લા સેવા સદન-૨, બી-૧, કંટ્રોલ રૂમ શાખા, કલેકટર કચેરી, સુરત
  • કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૨૦
  • લેન્ડ લાઈન ફોન નંબરઃ- ૦૨૬૧-૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭/૨૨૪૯
  • જિલ્લા કક્ષાએ મતદાર સબંધિત હેલ્પલાઈન ટોલ ફ્રી નંબરઃ- ૧૯૫૦ 
  • જીલ્લામાં MCC લાગુ થતા FST, VST, VVT, AT વિગેરે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે. તથા SST ટીમો જાહેરનામુ પ્રસિઘ્ઘ થયેથી કાર્યરત કરવામાં આવશે.
  • MCC ને લગતી c-Vigil એપ મારફતે નાગરીકો કોઇપણ MCC ભંગની ફરીયાદો નોંઘાવી શકે છે.     
  • ઉમેદવારો, રાજકીયપક્ષો અને સંબધિતને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.
  • મતદાનના સાત દિવસ પહેલા તમામ મતદારોને વોટર ઈન્ફોરમેશન સ્લીપ આપવામાં આવશે.
  • અતિ સંવેદનીશલ મતદાન મથકો પર સી.એ.પી.એફ તૈનાત થશે.
  • જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મતદાર વિભાગના ૪૯૪ ઝોનલ રૂટ કરવામાં આવ્યા છે.
  • વોટર ટર્નઆઉટ વઘારવા માટે અવસર રથ કાર્યરત કરવામાં આવેલ છે.
  • જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે કુલ ૧૮ વિષય માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે.
  • MCMC કમિટી દ્રારા તમામ ચૂંટણીલક્ષી જાહેરાતોનુ સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવામાં આવશે.
November 3, 2022
world-cup-t20.png
1min466

ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.

હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.

જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.

November 2, 2022
world-cup-t20-1.png
1min525

ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.

બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.

બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

October 31, 2022
cia_edu-1280x925.jpg
1min508

ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સસ્મિતા સામંત અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજ્જારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.

છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.

ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે.

October 31, 2022
modi-in-gujarat.jpeg
1min615

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.