વિશ્વની સૌથી ઉંચી ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત
આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે

![]()
આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે, ત્યારે આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી. આ પ્રતિમા 182 મીટર ઉંચી. નિશ્ચિતપણે આ સ્થળ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સર્કિટમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે.
-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.
- -લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.
- -6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન પહોંચાડી નહીં શકે, તેટલી મજબૂત આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
- -220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ પ્રતિમાને મળશે રક્ષણ
- -સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
- -25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે
- -સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે
- -સરદાર સરોવર ડેમની સામે ભાગે જ તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
- સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે
- -સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે બોટ રાઇડિંગની સુવિધા પણ કરવામાં આવી છે.
- -4800 કર્મચારીઓ અને 250 જેટલા એન્જીનિયરે રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
- -પ્રવાસીઓ માટે ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


