દિલ્હીમાં ફાઈવ સ્ટાર હોટેલ હયાતની બહાર પૂર્વ BSP સાંસદના પુત્રનું ભારે પરાક્રમ
રાજકારણીઓના નબીરાઓ છાશવારે એવા કૃત્યો કરતા હોય છે કે આખા દેશમાં તેની ચર્ચા થતી રહે છે. ગયા શનિવાર તા.13મી ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ હયાતના મેઇન ગેટ પર બસપાના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડેએ એક યુગલને ધમકાવવા માટે ખુલ્લેઆમ રિવોલ્વોર બતાવીને 15 મિનીટ સુધી તાયફો કર્યો હતો. જોકે ઘટના અંગે હયાત હોટેલના સિક્યુરીટી મેનેજરે પોલીસ ફરીયાદ કરી છે.

જ્યારે ઘટના બની રહી હતી ત્યારે સામાન્ય મુલાકાતીઓની નજરે લખનઉના એક શખ્શે બંદૂક કાઢી ધમકી આપી હતી એવું ચિત્ર હતું. બાદમાં પ્રાપ્ત માહિતી મુજબ બંદૂક કાઢીને ધમકી આપનાર શખ્સ બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર છે. આ ઘટનાનો વીડિયા વાયરલ થયો છે, જેમાં તેમના હાથમાં બંદૂક દેખાઇ રહી છે અને સાથે તેઓ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ પણ કરતા હોવાનું જણાયું હતું એટલું જ નહી તેમની મહિલા મિત્ર પણ અપશબ્દો બોલી રહી હતી.

હોટેલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદના આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દિલ્હીના હયાત હોટલમાં પૂર્વ બીએસપી સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડે કંઇક વાત પર એક યુગલ પર ભડકી ગયા હતા. ત્યારબાદ આશીષે તેમની એસયુવીમાંથી બંદૂક કાઢી ગેટ પર હાજર યુગલની સામે તાકી હતી. અને ત્યારબાદ તેમણે યુગલને ગાળો ભાંડી હતી.
લગભગ બે મિનિટી સુધી આશીષ અને તેમની સાથે હાજર યુવતીએ યુગલને ધમકાવ્યા હતા. યુગલને ધમકાવ્યા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જોકે આશીષ યુગલને કેમ ધમકાવી રહ્યો હતો તે હજું સ્પષ્ટ થયું નથી.આશીષનાં ભાઇ આંબેડકર નગરના જલાલપુર વિસ્તારના ધારાસભ્ય છે અને તેમના કાકા પવન પાંડે પણ ધારાસભ્ય છે. આશીષ દારૂનો વ્યવસાય કરે છે. દિલ્હીના આર કે પુરમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


