CIA ALERT

BNI સુરત બી2બી ટેક્સટાઇલ ફોરમના માધ્યમથી એક વર્ષમાં 100 શહેરોને આવરી લેશે

Share On :

બી.એન.આઇ. સુરત વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંથી હજારો વ્યાવસાયિકોને એકસાથે એક પ્લેટફોર્મ ઉપર લાવવા સક્ષમ છે અને તેમને તેમના વ્યાવસાયનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે

સુરત, 11મી ઓક્ટોબર, 2018:બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) એ વિશ્વનો સૌથી મોટો અને 35 વર્ષ જૂનો ટેકનો નેટવર્કિંગ રેફરલ ઓર્ગોનાઇઝેશન છે. જેની શરૂઆત સુરતમાં જુલાઇ 2016માં સુરતના અગ્રણી અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નિધિ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. જેઓ બી.એન.આઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બી.એન.આઇ સુરત વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંથી હજારો વ્યાવસાયિકોને એકસાથે એક પ્લેટફોર્મ ઉપર લાવવા સક્ષમ છે અને તેમને તેમના વ્યાવસાયનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે. બી.એન.આઇ. ગુણવત્તાયુક્ત બિઝનેસ રેફરલ્સના ડેવલપમેન્ટ અને એક્સચેન્જ માટે સહાયક, સરકારાત્મક અને માળખાંગત વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે.

પ્રાદેશિક પહેલ તરીકે, બી.એન.આઇ. સુરત ખાસ કરીને એવા સભ્યો માટે બનાવેલું પ્લેટફોર્મ છે જેઓ ટેક્સટાઇલ બિઝનેસમાં અને બીટુબી સેક્ટરમાં કામગીરી કરી રહ્યાં છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ટાયકૂન સાથે નેટવર્કમાં ઊભરતી તકોને વેગ આપવાનો અને ઝડપી લેવાનો છે. તેમજ જેઓ ટેક્સટાઇલ સેક્ટરમાં કામકાજ કરી રહ્યાં છે તેમના માટે અસરકારક મોડલ બનાવવાનો છે જેથી તેમને સમગ્ર ભારતના 67 શહેરમાં સાનુકુળ ઇકોસિસ્ટમ્સ મેળવશે તેમજ પ્રોફેશનલ ટેક્નો નેટવર્કિંગ બિઝનેસ પ્લેટફોર્મ મારફતે વધુ પ્રમાણમાં બિઝનેસ મેળવી શકશે.

જો તમે ટેક્સટાઈલ ઉદ્યોગસાહસિક છો અને સમગ્ર ભારતમાં તમારા વ્યવસાયનું વિસ્તરણ કરવા અને વધારવા કરવા માંગતા હોવતો બી.એન.આઇ. સુરત એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે કારણ કે તે તમને સીધેસીધું 67 શહેરો સાથે જોડે છે જે એક વર્ષની અંદર 100શહેરો સુધી વિસ્તાર પામશે.

બી.એન.આઇ. સુરતમાં 100+ કરતાં વધુ સભ્યો છે જેઓ ટેક્સટાઇલ કેટેગરીમાંથી આવે છે અને તેમણે ભારતના વિવિધ શહેરો જેવા ઈરોડ, કોલકાતા, જયપુર સહિત તમામ 67 શહેરોના બજારમાં પોતાની પકડ જમાવવા માટે કામકાજ શરૂ કરી દીધું છે.

બી2બી ટેક્સટાઇલ ફોરમના સભ્યને સમાન સ્તરોના ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરવાની અને ભારતમાં 67 શહેરોમાં વિશ્વસનીય વિક્રેતાઓ સાથે વેપાર વધારવાની તક મળે છે.

આ ફોરમ તેના સભ્યોને સમગ્ર ભારતમાં મોટા અને લાંબા ગાળાના નેટવર્કનું નિર્માણ કરવામાં મદદ કરે છે જે વ્યવસાય રેફેરલ્સનું વિનિમય કરીને તેમના બ્રાન્ડ મૂલ્યને વધારવામાં સહાય કરે છે જે રીતે વિશ્વમાં વેપારની કામગીરી બદલાઇ છે તેવી રીતે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :