સુજોકના ઇન્ટરનેશનલ પ્રમુખ ડો. મિન્ચુલની અધ્યક્ષતામાં સુરતમાં વન-ડે વર્કશોપ સંપન્ન
માનવ શરીરને સ્વસ્થ રાખવાની 200 કરતા પણ વધુ ઉપચાર પદ્ધતિ પૈકીની એક ખુબ પ્રચલિત સારવાર પદ્ધતિ સુજોક થેરાપી ની એક દિવસીય કાર્યશાળા સુરતના લાકોઝ ક્લબ ખાતે તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ કાર્યશાળામાં સુજોક થેરાપીના પ્રણેતા પ્રો. પાર્ક જે, વુ ના સુપુત્ર અને આંતર રાષ્ટ્રીય સુજોક એસોસીએશનના પ્રમુખ ડો. પાર્ક મીન્ચુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
What is SUJOK?
Sujok is actually a combination of two Korean words; namely “Su” meaning hands and “Jok” meaning feet. So, Sujok means treating on hands and feet. Sujok acupuncture is a natural therapy of healing without drugs or medications.
ડો. પાર્ક મિન્ચુલે વિશ્વભરમાં ચાલી રહેલી સુજોક ગતિવિધિઓ, વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ તથા ભારત દેશમાં સુજોક થેરાપીને કાયદાકીય માન્યતા મળે તે માટે કરાઇ રહેલા વિવિધ પ્રયાસો વિશે સ્થાનિક સુજોક પ્રિય લોકોને વાકેફ કર્યા હતા.
વધુમાં તેમણે ગુજરાતભરમાંથી સ્વસ્થ સમાજના ઘડતર માટે તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.
સુરત ખાતેની સુજોકની એક દિવસીય કાર્યશાળાના અંતમાં ડો. પાર્ક મિન્ચુલે સમાજના શ્રેષ્ઠીઓ સાથે પણ સુજોક ઉપચાર પદ્ધતિની ઉપયોગીતા તથા સમાજમં સુજોક થેરાપીના માધ્યમથી સમાજના છેવાડાના માનવીને પણ યોગ્ય ઉપચાર મળી રહે તે માટે અપીલ કરી હતી.
આ એક દિવસીય કાર્યશાળામાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ, ભાવનગર વગેરેથી મોટી સંખ્યામાં સુજોક થેરાપીસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યશાળામાં યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલ, સંગઠન મંત્રી ધવલ પાઠક, આઇ.એસ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુલ પંડ્યા, ઉપપ્રમુખ સીમા દામાણી, સંગઠન મંત્રી પિયુષ રાજ્યગુરુ, ટ્રેઝરર રોમા પંડ્યા, સંયોજક પવન જુનજુનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા લાકોઝ ક્લબના ડાયરેક્ટર બી.કે. ચૌધરી, નીતીન નરવાણી, ડો.કુલ્સુમ વાહેદકલામ, પીયુષભાઇ પટેલ, ઇશાની, પીનલ ભંડારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Please let us inform for your News, Media coverage, Events reporting etc, on 98253 44944
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


