મોરબીથી ફરી મેદાનમાં હાર્દિક પટેલ, કનુ કલસરીયા પણ જોડાયા
- ખેડૂતોને દેવા માફી
- પાટીદારોને અનામત
- રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


