સુરતમાં સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા, વિવર્સની અટકાયત અને SGCCI-SRTEPC સંકટમાં
જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.
સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું
સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
You Can Find us on Google Play Store

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now