Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.
We are in Google Play store too….
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944