રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરથી બચવા માટે વસુંધરા રાજે સરકારે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડના બોજની પરવાહ કર્યા વગર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ એકંદરે અઢી રૂપિયા જેટલું સસ્તું કરી દેવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે. આવા સમયે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રજાના આક્રોશની અસર મતદાન પર ના પડે તે માટે ભાજપ સરકારે રાતોરાત આ નિર્ણય કર્યો છે
રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતાં વેટના દરોમાં 4-4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત રવિવારે તા.10મી સપ્ટેમ્બરના રોજ કરી હતી અને રવિવાર તા.10મી સપ્ટેમ્બર 2018ની મધરાતથી જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થઇ ગયા છે.
રાજ્યનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ એક કાર્યક્રમમાં પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા તથા ડીઝલ પરનો વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. પરંતુ, પ્રજાને લીટર દીઠ અઢી રૂપિયા જેટલો ફાયદો થશે.
એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર જે જે રાજ્યોમાં પોતાની સરકારો છે ત્યાં એક યુનિફોર્મ પોલીસી બનાવીને રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતા વેટ કે અન્ટ ટેક્સના દરોમાં ઘટાડો કરીને લોકસભાની ચૂંટણી પહેલા ભડકે બળી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવાનો પ્રયાસ આગામી દિવસોમાં હાથ ધરશે.
For Any news, event coverage please contact 98253 44944
Down load from Google Play store

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
