1000 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્યમાં 46 સ્થળોએ GSTના દરોડા
ગોંડલની 26 પેઢી, જામનગરની-2, ઉંઝા-2 મહેસાણા-2, ખેડબ્રહ્મા, પાટણ, સિધ્ધપુર, સુરત, ડીસાની 1-1 પેઢી મળી કુલ 46 સ્થળોએ તપાસ
સુરતની કુંભટ એડ પ્રા.લી.માંથી 540 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયાં છે. જ્યાં સર્વિસ ટેકસ ન ભરી કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું છે. આ પેઢીના કર્મચારીઓને ત્યાં પણ વ્યાપક દરોડા પાડી તપાસ કરવામાં આવી છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મળી 46 સ્થળોએ સ્ટેટ જીએસટી દ્વારા પાડવામાં આવેલાં દરોડામાં એક હજારથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. આ દરોડામાં 26 પૈકી તો એકલાં ગોંડલની છે. જામનગરની બે મળી સૌરાષ્ટ્રની 28 અને ડીસા-ઉંઝા, પાટણની 15 પેઢીઓ પર તવાઇ ઉતારવામાં આવી છે.
જાણવા મળ્યાં મુજબ સુરતની કુંભટ એક કંપનીનું જ 500 કરોડનું બેનામી વ્યવહારોનું ષડયંત્ર ખુલ્યું છે. આમ સુરતનો હિસ્સો આ કૌભાંડમાં એક જ પેઢી હોવા છતાં 50 ટકા થયો છે.

સ્ટેટ જીએસટીની અન્વેષણ વિંગે જુન-2018માં કેસ્ટર અને મસ્ટર્ડ ઓઇલ સંદર્ભે દરોડાની કાર્યવાહી કરેલ હતી. જે સંદર્ભે તાજેતરમાં ર્ગેંડલ ખાતેના 26 તથા ડીસા-ઉંઝા-પાટણના 15 સહિતના કુલ 46 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં બ્રોકર અને હિસાબનીશના સ્થળોનો પણ સમાવેશ થાય છે. દરોડાની કામગીરી સંખ્યાબંધ દસ્તાવેજો કબજે કરાયા છે. હિસાબનીશના ગોંડલ ખાતેના સ્થળેથી પણ સંખ્યાબંધ હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણે અંદાજે રૂ.1000 કરોડથી વધુનું બોગસ બિલીંગ ઝડપાયું છે, જેમાં વેરાની મોટી રકમ સંડોવાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની તપાસમાં મે.ખુશીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.રસાણા, ડીસાના કેસમાં રૂ.20 કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ મળી આવી હતી. જેના અનુસંધાને કંપનીની મિલકતો ઉપર ટાંચ મુકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોગસ બિલીંની મોડસ ઓપરંડી મુજબ, એડીબલ અને નોન-એડીબલ ઓઇલના બિલ વિના થયેલાં વેંચાણો સામે બિલો મેળવી તેની સકામે વેપારીઓની જરૂરિયાત મુજબ બિલો ઇસ્યુ કરવામાં આવે છે. આમ, જે વેપારીને માલનું ખરેખર વેચાણ કરવામાં આવેલ હોય તેણે બિલ મેળવવું ન હોય એને તે અન્વયેનું બિલ, બિલીંગ ઓપરેટરો એટલે કે બોગસ પેઢીઓને વેચી દઇ, બિલીંગ ઓપરેટરો દ્વારા અન્ય જે વેપારીને બિલની જરૂર હોય તેને બિલનું વેચાણ કરવામાં આવે છે.
આ ઉપરાંત રાઇસ બ્રાન્ડ ઓઇલની ગુજરાત બહારથી ખરીદી કરી તેને બિલ વિના વેચી ટેક્સ ક્રેડિટ લઇ તેની સામે વેચાણ ઇનવોઇસ ઇસ્યુ’ કરવામાં આવતા હોવાનું પણ પકડાયું છે.
ઉંઝા ખાતેના બ્રોકર હાર્દિક કોર્પોરેશન તથા ડીસા ખાતેના ગણેશ કેન્વાસીંગને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કર્ણાટક સ્ટેટ જીએસટી સાથેના સંયુક્ત ઓપરેશનમાં મોહન ઢાબા, મુ.બસાવાકલ્યાણ, જી.બિદરના સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવેલી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


