રાજ્યના જળાશયોમાં 49 ટકા પાણીનો સંગ્રહ થયો, હવે પછીના વરસાદ પર ભાવિ નિર્ભર
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે.
સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી.
રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


