ડોલર સામે રૂપિયો રૂ.70.08ના ઐતિહાસિક સ્તરે ગગડ્યો
રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.
ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


