CIA ALERT

કોર્ટયાર્ડ મેરિયટને મળ્યું 5 Star સ્ટેટસ, સુરતની ત્રીજી ફાઇવસ્ટાર હોટેલ બની

Share On :

Jayesh Brahmbhatt        98253 44944

તાજેતરમાં સુરતના હજીરા રોડ, ઓએનજીસી સામે શરૂ થયેલી કોર્ટયાર્ડ મેરિયટને ફાઇવ સ્ટાર રેટિંગ્સ મળ્યું છે. આ સાથે જ તાજ ગેટ-વે અને ટીજીબી પછી સુરતની ત્રીજા ફાઇવસ્ટાર હોટેલ બની છે સુરતની કોર્ટયાર્ડ મેરિયટ.

દેશમાં કોઇપણ હોટેલને સ્ટાર રેટિંગ મેળવવું હોય તો એ હોટેલ મેનેજમેન્ટએ ટુરીઝમ મંત્રાલય સમક્ષ એપ્લિકેશન કરવી પડે છે. ટુરીઝમ મંત્રાલય દ્વારા જે તે હોટેલના ઇન્સ્પેકશન માટે પાંચ સભ્યોની કમિટી  બનાવીને તેને સ્થળ તપાસ, સ્થિતિ ચકાસવા માટે મોકલવામાં આવે છે અને એ કમિટી દ્વારા જાંચ-પડતાલ કરાયા બાદ જે તે હોટેલને કેટલા સ્ટારનું સ્ટેટસ મળી શકે તે અંગે ભલામણ કરવામાં આવે છે.

સુરતના હજીરા રોડ પર ઓએનજીસી સામે આવેલી કોર્ટયાર્ડ મેરિયટ હોટેલ દ્વારા ફાઇવ સ્ટાર રેટિંગ માટે ટુરીઝમ મંત્રાલયને અરજી કરાયા બાદ ગઇ તા.10મી ઓગસ્ટ 2018ના રોજ તેનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. કમિટીએ કોર્ટયાર્ડ મેરિયટ હોટેલમાં નિર્ધારિત પેરામિટર્સ ચેક કર્યા બાદ સંતોષકારક સ્થિતિ જોઇને કોર્ટયાર્ડ મેરિયટ હોટેલને ફાઇવસ્ટાર રેટિંગ આપવાનું નક્કી કર્યું હતું. આમ, કોર્ટયાર્ડ મેરિયટ સુરતની ત્રીજા ફાઇવસ્ટાર હોટેલ બની છે.

ફાઇવસ્ટાર રેટિંગ માટે હોટેલમાં કયા પરિબળોને પ્રાથમિકતા અપાય

(1) શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા ટુરીસ્ટ્સ માટે કેવા પ્રકારની સુવિધાઓ હોટેલમાં વિકસાવવામાં આવી છે એ સૌથી પહેલા જોવામાં આવે છે.

(2) હોટેલ પ્રિમાઇસીસમાં ગાર્બેજ કલેકશનથી લઇને તેના નિકાલની શું સુવિધાઓ હોય છે એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઘન કચરો, પ્રવાહી કચરો અલગ રીતે અેકત્રિત થાય છે કે કેમ, પ્રવાહી કચરાને ખાતરમાં તબદિલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે કે કેમ તે જોવામાં આવે છે.

(3) હોટેલ પ્રિમાઇસીસમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પોતાનો છે કે કેમ તે ખાસ જોવામાં આવે છે.

(4) સિક્યુરિટી સિસ્ટમ્સ કેવી છે, અહીં બેગેજ સ્કેનર્સ છે કે કેમ, મુસાફરો તેમજ અન્ય વાહનોની અવરજવર સ્કેન થાય છે કે કેમ આવી સુવિધાઓ હોવાની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

(5) સેફ ટુરિઝમ માટે હોટલ લાયક છે કે કેમ, જેમાં વુમન ટ્રાફિકિંગ, ચાઇલ્ડ એબ્યુઝિંગને પ્રોત્સાહન ન મળે એ અંગે પ્લેજ પણ લેવડાવવામાં આવે છે અને જો આવું કંઇ બનતું હોય તો ત્વરિત તેની જાણ હોટેલ ઓથોરિટીને કરવી પડે છે.

(6) હાઇજિન સ્ટાન્ડર્ડ કેવા છે, આ ફેક્ટરમા ંસ્ટાફ કાફેટેરિયા, સ્ટાફ વોશરુમ્સ, ટોઇલેટ્સ, રેસિડેસ્ન્સ વગેરે ખાસ જોવામાં આવે છે. હોટેલ મેનેજમેન્ટ સ્ટાફને કેવી રીતે રાખે છે તેના પરથી સ્ટાફ ગ્રાહકોને કેવી સુવિધા પુરી પાડતા હોય તે નિયત કરવામાં આવે છે.

(7) રસોડામાં વેજ-નોનવેજ માટેના વાસણો, જગ્યા, ટુલ્સ વગેરે અલગ છે કે કેમ, અલગ કઇ રીતે તારવવામાં આવે છે તેની નિશાનીઓ વગેરે સુવિધા વિકસાવવામાં આવી છે કે કેમ તે અંગે જોવામાં આવે છે.

ઉપરોક્ત અનેક બાબતો પરથી ટુરીઝમ મંત્રાલય દ્વારા નિયુક્ત કમિટી જે તે હોટેલને સ્ટાર રેટિંગ્સ આપે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :