તહેવારોમાં વેચાણ વધારવા માટે રૂ.25 હજાર કરોડની જાહેરાતોનો મારો ચાલશે
આ વખતની તહેવારોની સીઝન ભારે ધૂમધડાકાભરી બની રહે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તહેવારોના મૂડમાં ભારતીયો અનેક ગણું શોપિંગ કરી લેતા હોય છે, ફક્ત જરૂર હોય છે તેમના સુધી પ્રોડક્ટને યેનકેન પ્રકારે પહોંચાડવાની અને એ પણ આકર્ષક ઓફર સાથે. તહેવારોમાં રીતસરનું એડવર્ટાઇઝમેન્ટ વોર જોવા મળશે કેમકે દેશભરમાં તહેવારો દરમિયાન જુદી જુદી કંપનીઓ દ્વારા અંદાજે રૂ.25 હજાર કરોડનો ખર્ચ ફક્ત જાહેરાતો પાછળ કરવાનું પ્લાનિંગ હાથ ધરી દીધું છે. ભારતીય કંપનીઓ દ્વારા એડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને પ્રમોશન્સ પાછળ ₹25,000 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત 2017 કરતાં આ વખતે 10 ટકા વધુ ખર્ચ કરશે એમ દેશના મુખ્ય મીડિયા પ્લાનર્સે જણાવ્યું હતું.

નિષ્ણાંતોના મત મુજબ આ વખતની તહેવારોની સીઝન સારી જશે અને બે આંકડાના તંદુરસ્ત વૃદ્ધિદરની અપેક્ષા છે. એકંદરે 10-12 ટકા વૃદ્ધિનો મારો અંદાજ છે. ગ્રાહકો દ્વારા ખર્ચમાં વધારો થયો છે, પરિણામે હું માનું છું કે, આગામી મહિનાઓમાં સેન્ટિમેન્ટ તેજીમય બનશે.
નવેમ્બર 2016માં સરકારે નોટબંધી લાગુ કરી હતી અને ત્યાર પછીના વર્ષે જુલાઈમાં GST અમલી બન્યો હતો, જેથી છેલ્લાં બંને વર્ષની તહેવારોની સીઝન નરમ રહી હતી પરંતુ આ વખતે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ તેજીમય રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું છે એટલે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે, પરિણામે ગ્રાહક-આધારિત ઉદ્યોગોમાં આશાવાદ વધ્યો છે. ગ્રામ્ય માર્કેટમાંથી માંગ વધી રહી છે, એટલે તેની સાથે સંકળાયેલાં સેક્ટર્સમાં વૃદ્ધિ જોવા મળશે. ગ્રામ્ય માંગ અને સારા વરસાદને કારણે જે સેક્ટર્સને મહત્તમ ફાયદો થવાની અપેક્ષા છે તેમાં FMCG, ઓટોમોબાઇલ અને ટુ-વ્હીલર તથા હેન્ડસેટ સેક્ટરનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઇ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા આ વખતના તહેવારોમાં તગડાં ડિસ્કાઉન્ટ્સની ઓફર થવાથી વેચાણ વધશે.
પ્રબળ આશાવાદને કારણે નવી કંપનીઓ પણ એડ્વર્ટાઇઝિંગ કરે તેવી શક્યતા છે. “આ વર્ષે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી કેટલીક નવી ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓ જોવા મળશે. આ કંપનીઓ તહેવારોની સીઝનમાં ખર્ચ કરે તેવી ધારણા છે.” એમ ભસિને ઉમેર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


