પત્ની પ્રમુખ અને પતિ ચેરમેન : રાજકોટ જિલ્લા પંચાયતનો વહીવટ ખાટરિયા દંપતિના હાથમાં
તા.20 જૂન, 2018
ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.
પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


