CIA ALERT

કર્ણાટકમાં 1,650, તમિલનાડુમાં 1,250, બિહારમાં 1,240 અને UPમાં 1,200 MBBS સીટ વધી, ગુજરાતને રોકડી 250ની જ ફાળવણી

Share On :

NMCની મંજૂરીથી દેશમાં 13,186 MBBS બેઠકોનો વધારો, કુલ બેઠકો 1.40 લાખને પાર; ગુજરાતમાં કુલ MBBS સીટ 7,800 થઈ

નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા 2026 માટે દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં MBBSની 13,186 નવી બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. આ વધારા બાદ દેશમાં MBBSની કુલ બેઠકો વધીને 1,40,214 થઈ ગઈ છે. મેડિકલ શિક્ષણમાં બેઠકો વધારવાનો આ નિર્ણય NEET-UG પછી મેડિકલ પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ વધારામાં ગુજરાતને 250 નવી MBBS બેઠકો મળી છે. પરિણામે ગુજરાતમાં MBBSની કુલ બેઠકો વધીને 7,800 થઈ ગઈ છે. ગુજરાતમાં થયેલો વધારો કર્ણાટક, તમિલનાડુ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોની સરખામણીએ ઓછો છે, પરંતુ રાજ્યના મેડિકલ એજ્યુકેશન ક્ષેત્ર માટે આ વધારો મહત્વપૂર્ણ છે.

રાજ્યવાર આંકડા પ્રમાણે કર્ણાટકમાં સૌથી વધુ 1,650 MBBS બેઠકો વધારવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ MBBS બેઠકોની સંખ્યા 15,745 થઈ છે. કર્ણાટક બાદ તમિલનાડુમાં 1,250, બિહારમાં 1,240 અને ઉત્તર પ્રદેશમાં 1,200 બેઠકોનો વધારો થયો છે.

રાજસ્થાનમાં 1,100 અને તેલંગાણામાં 1,010 MBBS બેઠકો ઉમેરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 975, છત્તીસગઢમાં 645 અને મહારાષ્ટ્રમાં 550 બેઠકોનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં NMCની મંજૂરી બાદ 250 MBBS બેઠકોનો વધારો થયો છે. હવે રાજ્યમાં કુલ 7,800 MBBS બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકોમાં વધારો થવાથી NEET-UGમાં મેડિકલ પ્રવેશ મેળવવા ઇચ્છતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરકારી તેમજ અન્ય મેડિકલ કોલેજોમાં પ્રવેશની તકોમાં વધારો થવાની શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :