Banks એ ગ્રાહકો પાસેથી Minimum Balance ન રાખતા 26,170.37 કરોડ વસૂલ્યા

દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી.
આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી કે બેંકોએ છેલ્લા ચાર નાણાકીય વર્ષ 23 થી નાણાકીય વર્ષ 26 દરમિયાન ગ્રાહકો પાસેથી જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં બદલ દંડ વસૂલ્યો છે.
આ ડેટા મુજબ દંડમાં વધારો થઈ રહ્યો છે. સંસદીય માહિતી અનુસાર, બેંકોએ 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂપિયા 7,086.63 કરોડ, વર્ષ 2024-25 નાણાકીય વર્ષમાં રૂપિયા 6,974.79 કરોડ દંડ વસૂલ્યો હતો. વર્ષ 2022-23 અને 2025-26 નાણાકીય વર્ષો વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં બદલ રૂપિયા 26,100 કરોડથી વધુ દંડ વસૂલ્યો હતો.
વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષના ડેટા દર્શાવે છે કે દંડ વસૂલવામાં ખાનગી બેંકોએ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. જેમાં ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 4948.71 કરોડ દંડ વસૂલ્યા હતા. એચડીએફસી બેંકે રૂપિયા 1798. 14 કરોડ અને એક્સિસ બેંકે રૂપિયા 1081.33 કરોડ વસૂલ્યા હતા.
જેમાં સામૂહિક રીતે 12 જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા 2137.92 કરોડ વસૂલ કર્યા. તેમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂપિયા 477.27 કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ બેંક ઓફ બરોડા રૂપિયા 394.1 કરોડ વસૂલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એસબીઆઇએ માર્ચ 2020 થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ દંડ અગાઉ ફક્ત ચાલુ ખાતાઓ અથવા અન્ય ચોક્કસ પ્રકારના ખાતાઓ પર લાગુ પડતો હતો. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માર્ગદર્શિકા હેઠળ, બેંકોને તેમની વ્યવસાયિક નીતિઓના આધારે દંડ નક્કી કરવાની પરવાનગી છે. જો કે આ નીતિઓ પારદર્શક હોય.
જોકે, ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 10 બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.જ્યારે બાકીની બે બેંકોએ તેમને વધુ વાજબી બનાવવા માટે તેમના ચાર્જ ઘટાડ્યા છે. જો કોઈ ગ્રાહકનું બેલેન્સ ન્યૂનતમ મર્યાદાથી નીચે જાય તો બેંકે કોઈપણ દંડ કાપતા પૂર્વે ગ્રાહકને એસએમએસ , ઇમેઇલ અથવા પત્ર દ્વારા જાણ કરવી જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

