09/03/26 SENSEX – નિફ્ટી ધરાશાયી
યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ,
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે 09/03/2026 ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે 09/03/2026 ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


