CIA ALERT

સુરતની શિક્ષણ સમિતિના 3800 શિક્ષકો કરશે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર

Share On :

રાજ્યની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં કાર્યરત શિક્ષકોના નોલેજ અપગ્રેડેશન અંગે આગામી તા.24મી ઓગસ્ટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરનું શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યોજવામાં આવ્યું છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 3800થી વધુ શિક્ષકોમાં પૈકી મોટા ભાગના શિક્ષકો આ સર્વેક્ષણનો બહિષ્કાર કરશે એમ પ્રાથમિક શૈક્ષિક સંઘ, સુરતના પ્રમુખ મહેશ પટેલે www.cialive.in (98253 44944) સુરતને જણાવ્યું હતું. અગાઉ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવા માટે એલાન આપી દીધું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણના પ્રશ્ર્ને હવે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પણ મેદાનમાં આવ્યું છે. એક તરફ જ્યારે પરીક્ષા યોજવાને લઇને સરકાર દ્વારા તૈયારી કરાઇ છે ત્યારે રાજ્યના બે શિક્ષક સંઘો આમને-સામને આ મુદ્દે આવી ગયા છે.

Hall Ticket -Shikshak Sajjata Survey 2021 All Details STUDY MATERIALS -  શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021

સર્વેક્ષણના પરીણામોને પગાર સાથે જોડવાનો ભય

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલે કહ્યું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો એક એવો પણ ભય શિક્ષકોમાં પ્રવર્તી રહ્યો છે કે સરકાર સર્વેક્ષણના તારણો કે પરીણામને પગાર, ઇન્ક્રીમેન્ટ વગેરે સાથે જોડી દેશે તો શિક્ષકોએ સમગ્ર નોકરી દરમિયાન એ વેઠવાનું આવશે. અગાઉ ત્રિપલ સીની પરીક્ષા બાબતે પણ આવું જ થયું હતું પરીણામે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ નહીં બલ્કે રાજ્યની દરેકે દરેક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે.

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના, પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે સુરતના 3800 પૈકી મોટા ભાગના શિક્ષકો રાજ્ય સરકારના તા.24મીના શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે લાખો રૂપિયાના ખોટા ખર્ચે આ સર્વેક્ષણ યોજાઇ રહ્યું છે. હકીકતમાં 8થી 9 એજન્સીઓ નિયમિત રીતે શિક્ષણ સમિતિના શિક્ષકોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા જ હોય છે. એથી વિશેષ નિયમિત રીતે શિક્ષકોની ટ્રેનિંગ થાય છે, ટ્રેનિંગ પૂરી થયા પછી એ શિક્ષક કેટલું શીખ્યા તેની પણ ટેસ્ટ આપે છે, આ રીતે વર્ષે 40 જેટલી પરીક્ષાઓ તો શિક્ષક આપતા જ હોય છે, પછી હવે વધારાના શિક્ષક સજ્જતા સર્વેક્ષણની કોઇ જરુરીયાત જણાતી નથી અને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આ સર્વેક્ષણની આડમાં લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કરશે.

બીજી તરફ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ પરીક્ષાથી અળગા રહેવાનો નિર્ણય કરાયાનું રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલે જાહેર કર્યુ છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી તા.24 ઓગસ્ટના રોજ યોજાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માં રાજ્યભરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતીઓના પ્રાથમિક શિક્ષકો અળગા રહેવાની ચીમકી રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ આપી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :