CIA ALERT

10/5/21, India Covid Update : પાંચમા દિવસે ભારતમાં 4 લાખથી વધુ કેસ

Share On :

દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.

સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે.

દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.

દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે.
દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશના દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરતાં લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.

દેશનાં માત્ર 12 રાજ્યમાં આજની તારીખે 80.68 ટકા સક્રિય કેસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 6.28 લાખ દર્દી સારવાર હેઠળ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :