ગુજરાતમાં MBBSની કુલ 40 ટકા બેઠકો પર NEET રિપીટર્સનો કબજો : આ જોઇને ચાલુ વર્ષે ડ્રોપ લેનારાની સંખ્યા વધશે
ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.
પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.


આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


