13/12/20 SMCમાં કોર્પોરેટરોનો છેલ્લો દિવસ : પેજ પ્રમુખ મિશન છેડીને કાર્યકરોને સતત એંગેજ રાખવામાં BJP સફળ

Share On :

CiA Live એ 18 જુને લખ્યું હતું કે ‘ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત’

Jayesh Brahmbhatt 98253 44944

ભાજપાના 80 અને કોંગ્રેસના 36 મળીને કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરોનું સંખ્યાબળ ધરાવતી સુરત મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખના છેલ્લા દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા.14મી ડિસેમ્બર 2015ના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી હતી જેની પાંચ વર્ષની અવધિ આગામી તા.13મી ડિસેમ્બર 2020ના રોજ પૂરી થઇ રહી છે. આ વખતે કોરોનાકાળના અસામાન્ય સંજોગોને કારણે હજુ સુધી ચૂંટણીઓ યોજી શકાઇ નથી. આ અંગે CiA Live એ ગઇ તા.18મી જુન 2020ના રોજ સ્પષ્ટ લખ્યું હતું કે ચૂંટણીઓમાં વિલંબ નિશ્ચિત છે.

સુરત મહાનગરપાલિકાની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ જ સ્થિતિ સર્જાયેલી છે. હવે પછીના 8 દિવસમાં રાજ્ય સરકાર બેમાંથી એક નિર્ણય જાહેર કરશે

  • તા.14મી ડિસેમ્બરથી સુરત મહાનગરપાલિકા સમેત તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું નિમણૂંક કરીને જ્યાં સુધી ચૂંટણીઓ નહીં યોજાય ત્યાં સુધી વહીવટ વહીવટદારોને હવાલે કરશે અથવા
  • વર્તમાન ચૂંટાયેલી પાંખને બે મહિના જેટલું એક્ષટેન્શન આપી શકે

29 વોર્ડ 116 કોર્પોરેટર્સની બનેલી ચૂંટાયેલી પાંખનું વિસર્જન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ થશે

વર્તમાન ચૂંટાયેલી પાંખમાં ભાજપાના કુલ 80 કોર્પોરેટરો અને કોંગ્રેસના કુલ 36 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે

નવા વોર્ડ સીમાંકન પ્રમાણે જો સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે તો 30 વોર્ડ અને 120 કોર્પોરેટરો પાંચ વર્ષ માટે પાલિકાના વહીવટ કરશે

મહાનગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે બે મેટર સબજ્યુડીશ છે, જેનો અંતિમ નિર્ણય સામાન્ય ચૂટણીઓને અસરકર્તા બની રહેશે

  • એક વોર્ડ અને એક કોર્પોરેટર હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી છે
  • જો ધારાસભાની પેટા ચૂંટણીઓ યોજી શકાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ ન યોજી શકાય એ સંદર્ભે હાલમાં બે પીટીશન ચાલી રહી છે

નવી ટીમની રચનાઓ અને પેજ પ્રમુખ અભિયાનને કારણે ભાજપા એક્ટિવ મોડ પર છે

ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે ગઇ તા.27મી નવેમ્બર 2020ના રોજ પોતે પ્રદેશ પ્રમુખ હોવા છતાં પોતાનું નામ મતદાર યાદીના જે પેજ પર છે તે પેજના પ્રમુખ બન્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ જોગ જણાવ્યું હતું કે મારા બુથ નંબર 94નાં પેજ નંબર 36નાં પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના સંપૂર્ણ કરી, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને સુપરત કરી છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપની પેજ કમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરશો.

હાલમાં ચાલી રહેલી બિનઆધારભૂત ચર્ચાઓ મુજબ આગામી ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓની સામાન્યૂ ચંટણીઓ યોજાઇ શકે એમ છે. તૈયારીની વાત કરીએ તો સુરત ભાજપા નહીં બલ્કે સમગ્ર રાજ્યમાં ભાજપા એક્ટિવ મોડ પર છે. ભાજપામાં દિવાળી પૂર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો કરીને ભાજપાને એક્ટિવ મોડમાં લાવી દીધી છે. હાલમાં મતદાર યાદી પેજ પ્રમુખ અભિયાનને કારણે ગમે ત્યારે ચૂંટણીઓ યોજાય ભાજપાના કાર્યકરો એક્ટીવ મોડમાં જણાય રહ્યા છે.

કોંગ્રેસમાં સંગઠનાત્મક પ્રવૃતિ નહીંવત્

કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે ભાજપા જે રીતે સંગઠનની નવરચના અને પેજ પ્રમુખ જેવા અભિયાનો કરીને કાર્યકરોને સતત પાર્ટી માટે એંગેજ રાખી શકે છે તેવી કોઇ જ સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી નથી. કોંગ્રેસમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરો સ્વયંના જોરે એક્ટીવ રહ્યા છે, એ સિવાય સંગઠનાત્મક સક્રિયતામાં ભાજપા સામે કોંગ્રેસનો કોઇ કાળે મેળ પડે તેમ જણાતો નથી.

120/120 થી ઓછું કંઇ નહીં ખપે ભાજપાને

ગમે ત્યારે ચૂંટણી લડી શકે એવા મોડ પર હાલ એક્ટીવ સુરત ભાજપના પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને નાનપુરા ટીમલિયાવાડના ભાજપાના આગેવાન શ્રી અશોકભાઇ રાંદેરીયાએ મતદાર યાદીના પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું પત્રક સુપરત કર્યું હતું. આ રીતે ભાજપા માઇક્રોલેવલ પર કાર્યકરોને મતદાન માટે તૈયારી કરાવી રહી છે.

સુરત શહેર ભાજપાના પ્રમુખ પદે નિયુક્તિ બાદ પહેલી પ્રતિક્રિયા નિરંજનભાઇ ઝાંઝમેરાએ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે નવા વોર્ડ સીમાંકનના આધારે 20 વોર્ડમાં 120 કોર્પોરેટરો માટે ચૂંટણી યોજાશે તો ભાજપનો તમામ 120 બેઠકો પર વિજય થશે, આનાથી ઓછું કંઇ ખપે નહીંં. ભાજપાનું સંગઠન ચૂંટણીમાં ક્લીન સ્વીપ માટે તૈયાર છે.

CiA Live એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત

ગુજરાતમાં એક માત્ર મિડીયા CiA Live ન્યુઝ વેબ એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત છે, અને એ પ્રમાણે જ થઇ રહ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :