ધો.12માં નાપાસને પાસ કરાવાની ગેરેન્ટી આપતા NIOSના એજન્ટો સુરતમાં સક્રીય : રવાડે ચઢતા પહેલા સો-વાર વિચારજો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)
- એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
- એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
- એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
- NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.
ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે

ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો
કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.
એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…
સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.
સનગ્રેસ સ્કુલ, ઉધના NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ટેલિફોનિક સંપર્ક હેલ્પલાઇન 98980-45955
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
