સરકારની બીક બતાવીને ફી ભરાતી નથી : મરો શિક્ષકોનો : હવે ઓનલાઇન ટીચીંગનો અલગ (ઓછો) પગારનો ટ્રેન્ડ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
લૉકડાઉન પહેલાની ફી ચૂકવવામાં પણ વાલીઓ અખાડા કરી રહ્યા છે

કોવીડ-19નો વ્યાપ વિસ્તાર વધારવા માટે માર્ચ 2020ના છેલ્લા અઠવાડીયાથી ભારતમાં લૉકડાઉન શરૂ થયું, એ પછી ધંધા રોજગાર પડી ભાંગ્યા અને હવે ફરી શરૂ થયા છે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમયની ફી નહીં ભરી શક્તા વાલીઓ માટે એવી જાહેરાત કરી કે દાબદબાણથી કોઇ શાળા ફી વસુલ કરે તો તેની સામે પગલાં ભરવામાં આવશે, પણ હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે જે વાલીઓની લૉકડાઉન પીરીયડ પહેલાની ફી બાકી છે, એ લોકો પણ સરકારની બીક બતાવીને ફી નથી ભરી રહ્યા. શાળાઓની હાલત એટલી કફોડી થઇ છે કે હવે તેઓ શિક્ષકોને પૂરો પગાર આપી શકતી નથી, પરીણામે મરો શિક્ષકોનો થઇ રહ્યો છે.
જે વાલીઓની આર્થિક સ્થિતિ વાસ્તવિક રીતે કફોડી થઇ છે એમને તો શાળાઓ દ્વારા રાહત, માફી વગેરેની જાહેરાત કરી દેવામાં આવી છે પણ કેટલાક વાલીઓએ તો ફી ભરી શકવા માટે સમર્થ હોવા છતાં વાલી મંડળોના બની બેઠેલા નેતાઓના નામે સ્કુલોના સંચાલકો, ટ્રસ્ટીઓ બાકી ફી માગીને જાણે દેશદ્રોહનો ગુનો કરી રહ્યા હોય તેવી કાગારોળ સોશ્યલ મિડીયામાં મચાવી રહ્યા છે.
સુરતમાં શરૂ થયો અલગ પગારનો ટ્રેન્ડ ઓનલાઇન ટીચીંગ પગાર અલગ અને ઓછો
સુરતમાં કેટલીક શાળાઓએ ફી નહીં મળતી હોઇ, નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ ટ્રેન્ડ એવો છે જેમાં શિક્ષકોને ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ ભણાવવા માટે મળતો પગાર અલગ અને ઓનલાઇન ભણાવવાનો પગાર અલગ. હાલ કોવીડ-19ના વધતા વ્યાપ વિસ્તાર વચ્ચે અચોક્કસ મુદત માટે શાળાઓ બંધ રહેવાની હોઇ, આ પરિસ્થિતિમાં શાળાઓએ ઓનલાઇન ટીચીંગ કરાવ્યા વિના છુટકો નથી. ઓનલાઇન ટીંચીંગ નહીં કરાવતી શાળાઓની વિદ્યાર્થી સંખ્યા તૂટે તેવી પણ શક્યતા હોઇ, હવે સુરતમાં ઘણી બધી સ્કુલોએ પોતાના શિક્ષકોને ઓનલાઇન ટીચીંગનો અલગ પગાર આપવાનું શરુ કર્યું છે અને શિક્ષકોએ પણ જે મળ્યું એમાં રાજી રહીને ઓનલાઇન ક્લાસીસમાં ભણાવવાનું શરુ કર્યું છે. કેટલીક સ્કુલો પ્રતિ લેક્ચરના રૂ.100થી લઇને રૂ.300 સુધી ચૂકવી રહી છે. આ પગાર બિલકુલ હંગામી રીતે આપવામાં આવી રહ્યો છે.
ઓનલાઇન ટીચીંગ કરાવતા શિક્ષકોનો પગાર મૂળ ઓફલાઇન ટીંચીંગના પગાર કરતા ખૂબ ઓછો નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેટલીક સ્કુલોએ પ્રતિ લેક્ચર તો કેટલીક સ્કુલોએ સિલેબસ અનુસાર પગાર ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.
ગ્રાન્ટેડ સ્કુલોના શિક્ષકોને સરકાર પગાર ચૂકવે છે એટલે કોઇ વાંધો નહીં આવે પણ ખાનગી શાળાના શિક્ષકો તકલીફમાં
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી શાળાના શિક્ષકોને ઓનલાઇન ટીંચીંગ હોય કે ઓફલાઇન ટીચીંગ હોય, પગારમાં કોઇ ફરક પડતો નથી અને પડશે પણ નહીં, કેમકે તેમનો પગાર સરકાર ચૂકવે છે. ઉલ્ટાનું સ્થિતિ એ છે કે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં તો સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગ સ્લોટ જાહેર કર્યા છે. સરકારી સ્કુલોમાં મોટા ભાગે ગરીબ વર્ગના અને ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલમાં ઘણું ખરું લૉઅર મિડલ ક્લાસના પરીવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગની વ્યવસ્થા ગોઠવી છે. એટલે મોટા ભાગની ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોના શિક્ષકો તો ઓનલાઇન ક્લાસીસ પણ નથી લઇ રહ્યા, આમ છતાં એમને સરકાર તરફથી પૂરેપૂરો પગાર મળશે.
પરિસ્થિતિ ખાનગી શાળાઓના શિક્ષકોની બગડી રહી છે. તેમને હવે ઓફલાઇન ટીચીંગમાં જેટલો પગાર મળતો હતો તે હવે અનિશ્ચિત બન્યો છે. ધીરે ધીરે ખાનગી સ્કુલોના સંચાલકો પણ ઓનલાઇન ટીચીંગનો પગાર અલગ કરવાનું શરૂ કરી રહી છે.
આમેય સુરતથી શરૂ થતો ટ્રેન્ડ રાજ્ય-દેશમાં ફેલાય છે
સુરત શહેરમાં શરૂ થતા ટ્રેન્ડ તબક્કાવાર ગુજરાતના અન્ય શહેરો અને દેશમાં ફેલાતા જોવા મળે છે. હવે શિક્ષણ જગતમાં સુરતથી શરૂ થયેલો ઓફલાઇન ટીંચીંગનો અલગ પગારનો ટ્રેન્ડ ક્યાં ક્યાં પહોંચે છે એ જોવું રહ્યું
આ ન્યુઝ વેબ પર લેટેસ્ટ
- ગુજરાતના પત્રકારો નાગાલેન્ડના પ્રવાસે, નાગાલેન્ડ PIB ટીમે ઉષ્માભેર આવકાર આપ્યો
- ચારધામ યાત્રામાં હવે ‘REEL’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ
- Gujaratના Dy. CM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો Road Map રજૂ કરશે
- 18/01/26 ગાઢ ધુમ્મસને કારણે Surat Airport પર ડઝનથી વધુ ફ્લાયટો late
- BMC Election: BJPની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ: નાગપુરમાં BJP+ બહુમતીમાં
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


