અમિત શાહના રોડ શો પર પથ્થરમારો, આગ
શહેરમાં મંગળવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપના ટેકેદારો અને વિદ્યાર્થી કાર્યકરોની ડાબેરી અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના કાર્યકરોની સાથે અથડામણ થઇ હતી. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડી પડાયું હતું, સામસામો પથ્થરમારો કરાયો હતો અને સાઇકલો તેમ જ મૉટરબાઇક્સ સળગાવાઇ હતી.
અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. (પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન) મમતા બેનરજીએ હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી, પરંતુ હું સલામત છું.
શાહે આક્ષેપ કર્યો હતો કે હિંસા ફાટી નીકળી ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરતી હતી. પોલીસ મને ગેરમાર્ગે લઇ ગઇ હતી અને જ્યાં ખૂબ જ વાહનવ્યવહાર હતો તે રસ્તે મારા કાફલાને વાળવામાં આવ્યો હતો.
શહેરના મધ્યમાં આવેલા એસ્પ્લેનેડથી અંદાજે ૩.૫ કિલોમીટરના અંતરે આવેલા બિધાન સરાની અને કૉલેજ સ્ટ્રીટ થઇને અમિત શાહનો કાફલો ઉત્તર કોલકાતામાં આવેલા સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને જતો હતો ત્યારે તેના પર પથ્થરમારો શરૂ થતાં હિંસા વણસી હતી. કલકત્તા યુનિવર્સિટી કેમ્પસની બહાર કૉલેજ સ્ટ્રીટ ખાતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો ત્યારે અથડામણ થઇ હતી.
ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ ‘અમિત શાહ પાછા જાઓ’ લખાયેલા પૉસ્ટર અને કાળા વાવટા દેખાડ્યા હતા. પોલીસે વધુ હિંસા ફેલાતી રોકી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાસાગર કૉલેજ અને યુનિવર્સિટી હૉસ્ટેલની બહાર અથડામણ થઇ હતી. અગાઉ, ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
ભાજપના ટેકેદારોએ આ હૉસ્ટેલના દરવાજા બંધ કરી દીધા હતા અને બહાર ઊભી રખાયેલી સાઇકલો અને મૉટરબાઇક્સ સળગાવી હતી. તેઓએ આ ઇમારત પર પથ્થરમારો કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે આ કૉલેજનું નામ જેના પરથી પડ્યું છે એ ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના હૉસ્ટેલની ઇમારતની બહાર રખાયેલા પૂતળાને ભાજપના ટેકેદારોએ આ અથડામણ દરમિયાન તોડી નાખ્યું હતું. પોલીસના મોટા કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now