M.P. C.M. કમલનાથ સાથે સંકળાયેલા અધિકારીઓને ત્યાં આઈટીના દરોડા
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના ભૂતપૂર્વ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) પ્રવીણ કક્કડના વિજયનગર સ્થિત નિવાસસ્થાન અને અન્ય સ્થળે આવકવેરાના અધિકારીએ દરોડા પાડ્યા હતા. જપ્ત થયેલ ડોક્યુમેન્ટની તપાસ ચાલુ થઈ છે.
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર ગત વર્ષે સ્થપાય હતી ત્યારે મુખ્ય પ્રધાન કમલનાથના ઓએસડી તરીકે પ્રવીણ કક્કડની નિમણૂક થઈ હતી. અગાઉ તેઓ યુપીએ સરકારના પ્રધાન કાંતિલાલ ભૂરિયાના ઓએસડી રહી ચૂક્યા હતા. આ પરિવાર હૉસ્પિટાલિટી સહિત વિભિન્ન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. કમલનાથ સાથે સંકળાયેલા અન્ય લોકોના મધ્ય પ્રદેશ, દિલ્હીના ૫૦ સ્થળે રવિવારે વહેલી સવારે આઈટી ખાતાએ તપાસ હાથ ધરી હતી. આ બધા સામે કરચોરીનો આક્ષેપ છે. આઈટીના ૨૦૦ અધિકારીઓએ મળસ્કે ૩ વાગ્યે તપાસ શરૂ કરી હતી. બિનહિસાબી રોકડ મળી આવી હતી.

ચૂંટણી દરમ્યાન હવાલા મનીની હેરફેરની શંકાથી દરોડા પડાયા હતા. ઈન્દોર, ભોપાલ અને દિલ્હીના સ્થળે દરોડા પડ્યા છે. પ્રવીણ કક્કડ ઉપરાંત ભૂતપૂર્વ સલાહકાર રાજેન્દ્ર મિગલાની, રાતુલ પુરીની કંપનીમાં તપાસ કરાઈ છે.
કક્કડ અને મિગલાનીએ લોકસભાની ચૂંટણી જાહેરાત પહેલાં રાજીનામું આપ્યું હતું. કોલકતા સ્થિત બિઝનેસમેન પારસમલ લોઢાને ત્યાં દરોડા પડાયા હતા. રૂ. ૩૬૦૦૦ કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદીમાં સંડોવણીની શંકાથી ઈડીએ ગત અઠવાડિયે રાતુલ પુરીની પૂછપરછ કરી હતી.
કમલનાથના ખાનગી સચિવના ઘરેથી કરોડો રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે તે વિશે ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીએ કહ્યું હતું કે આ વાતથી સ્પષ્ટ થાય છે કે જેઓ ચોરો છે તે વોચમેન સામે ફરિયાદ કરી રહ્યા છે.
કૉંગ્રેસે આઈટી દરોડાને રાજકીય બદલાની ભાવના હોવાનું જણાવ્યું હતું. જોકે બિનહિસાબી નાણું મળી આવ્યું છે તે નકારી શકાય નહીં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


