ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 3.50 લાખ કર્મચારીઓ ફરજ બજાવશે
ગુજરાતની 26 લોકસભાની ચૂંટણી આગામી તા. 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીની કામગીરી માટે 3.50 લાખ કર્મચારીઓ નિશ્ર્ચિત થતા જ પ્રથમ તબક્કાની તાલિમ ગુરૂવારે પૂર્ણ થતા હવે તા.14મી એપ્રિલ સુધીમાં બીજા તબક્કાની તાલિમ પૂરી થશે તથા ત્રીજી અને આખરી તાલીમ મતદાનના આગલા દિવસે અપાશે.

ચૂંટણી સાથે સાથે નોડેલ અધિકારીએ ફરજ દરમિયાન આરોપી અને લોકોની રોકડ જપ્ત કર્યા હતા. અને આચારસંહિતા ભંગની 68 જેટલી ફરિયાદ નોંધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓના કર્મચારીઓની ચૂંટણી કામગીરીમાં રોકાઈ જતા જિલ્લાભરની કચેરીઓમાં અન્ય કામગીરી પર માઠી અસરો વર્તાઈ રહી છે.
રાજ્યમાં 26 લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ 3.50 લાખ કર્મચારીઓની સેવાનો ઉપયોગ થશે અને તેમને વિવિધ તબક્કે તાલીમ આપવામાં આવશે. ચૂંટણી તંત્ર સાથે નોડલ ઑફિસરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રોહિબિશન, તડીપાડ અને પાસા હેઠળ કુલ 34.718 ઉપરાંત સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ કુલ 1,90,747 જેટલા અસામાજિક તત્ત્વોની અટકાયત કરવામાં આવી હતી. તેમ જ 56,925 પરવાનેદાર હથિયારો પૈકી 51,677 જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા હતા. તા.1લી એપ્રિલ સુધીમાં રૂ.3.37 કરોડની રોકડ જપ્ત કરી હતી. જે પૈકી આઈટી વિભાગે રૂ.3.28 કરોડની અને ચૂંટણી તંત્રની ફલાઈગ સ્કવોર્ડ સ્ટેટિક સર્વેલન્સ ટીમે માત્ર રૂ.9 લાખની રોકડ પકડી હતી. અમદાવાદમાં સૌથી વધુ 167.34 લાખની, સુરતમાંથી રૂ.44.70 લાખની તથા વલસાડમાંથી રૂ.93.31 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. મુખ્યચૂંટણી અધિકારી ડૉ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, આચારસંહિતા ભંગની કુલ 68 ફરિયાદો પૈકી 2 કેસોની તપાસ ચાલુ છે. જ્યારે બાકીની તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ કડક ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવા તમામ અધિકારીઓને સૂચન કર્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


