CIA ALERT
04. May 2024
June 9, 20181min6480

મુંબઇને વરસાદે પાણી-પાણી કરી દીધું, જનજીવનને ઘેરી અસર

Share On :
Print Friendly, PDF & Email
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇથી કોલાબામાં 38.2 અને સાંતાક્રુઝમાં 37 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઇમાં હિંદમાતા, માહિમ સહિતના અનેક વિસ્તારોમાં શનિવારે સવારથી પડેલા મૂશળધાર વરસાદને પગલે ઘુટણસમાણા પાણીનો ભરાવો જાહેર માર્ગો પર થવા પામ્યો હતો. અંધેરી, દાદર, પરેલ, કફ પરેડ અને બોરીવલીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સામાન્ય જનજીવનને આ વરસાદે ઘેરી અસર પહોંચાડી હતી. મુંબઇમાં ભારે વરસાદના કારણે 30 ફ્લાઇટ અને શહેરમાં લોકલ ટ્રેન નિર્ધારિત સમય કરતા 15 મિનિટ મોડી ચાલી રહી છે.
પ્રસ્તુત છે મુંબઇના વરસાદની તસ્વીરી ઝલક
સવારે ચાલુ વરસાદે આગાહી થઇ, સાંજે વધુ વરસાદ પડશે
વીકએન્ડ મુંબઇગરાઓ માટે પાણીપાણી બની રહેશે એવી આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતે દ્વારા પહેલા વરસાદથી જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. મુંબઈમાં 20 સેન્ટિમીટર સુધી ભારે વરસાદ પડી શકે છે. મુંબઈ અને તેના ઉપનગરીય શહેરોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના કિનારે આવેલા વિસ્તારો ઉપરાંત કેરળ અને લક્ષ્વદીપમાં પણ આગામી 24 કલાકમાં વાતાવરણ ભયાનક બનશે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી) દ્વારા રાજ્યના દક્ષિણ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ વરસાદ આવવાની જાહેરાત કરી હતી. તેની અસર ભારે વરસાદના રૂપમાં જોવા મળી શકે છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :