CIA ALERT
16. May 2024

સાઇકલિંગથી ફાયદા જ ફાયદા છે

Share On :
Print Friendly, PDF & Email

સાઇક્લિંગને ઍરોબિક એક્સરસાઇઝ પણ કહે છે. રિસર્ચ કહે છે કે સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે, જેના કારણે સ્ટૅમિના વધે છે. માત્ર શારીરિક ક્ષમતા માટે જ નહીં, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ સાઇક્લિંગ સહાયરૂપ થાય છે. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિ જો સાઇકલ ચલાવે તો વજન ઝડપથી ઘટે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ સાઇક્લિંગ જ બેસ્ટ વિકલ્પ છે એવો મત ફિટનેસ-એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે.  બીજી બાજુ અમેરિકા અને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મïળ્યું છે કે સાઇકલ ચલાવતા પુરુષોમાં સેક્સ્યુઅલ અને યુરિનરી સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસમાં ૪૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા; જેમાં ઝડપથી સાઇકલ ચલાવતા ૨૩ ટકા, મધ્યમ ઝડપે સાઇકલ ચલાવતા ૪૭ ટકા અને ૩૦ ટકા નૉન-સાઇક્લિસ્ટ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરના કારણે પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે.

પૃથ્વી પર વધી રહેલાં ધ્વનિ-પ્રદૂષણ અને ગ્લોબલ-વૉર્મિંગ વિશે લોકોમાં જોવા મળતી જાગ્રતતા તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવાની ભલામણના કારણે વર્તમાન સમયમાં વધુ ને વધુ લોકો સાઇકલ વાપરતા થયા છે. છેલ્લા દસકામાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટી તરફ લોકોનો ઝુકાવ વધતાં સાઇકલ વાપરવાનું ચલણ વધ્યું છે. ફિટનેસના સંદર્ભમાં જોઈએ તો સાઇક્લિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે ખાસ ટ્રૅક બનાવવામાં આવ્યા છે. વિદેશમાં તો કંપનીના સામાન્ય કર્મચારીઓ જ નહીં; મોટા-મોટા બિઝનેસમેન, રાજકારણીઓ અને મહાનુભાવો કામના સ્થળે સાઇકલ લઈને જાય છે. તેઓ સાઇકલને ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. અગાઉ આપણા દેશમાં સાઇકલનો વપરાશ માત્ર સ્કૂલમાં જતાં બાળકો સુધી સીમિત હતો. હવે ભારતમાં પણ સાઇકલને પ્રમોટ કરવાની પહેલ શરૂ થઈ છે. આજે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, દરિયાકિનારે અને બગીચાની આસપાસ સાઇકલ ચલાવતા લોકો નવાઈની વાત નથી રહી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :