CIA ALERT
26. April 2024
March 9, 20191min7670

Related Articles



ચેમ્બર ઓફ કોમર્સમાં પરંપરા અને સત્તાભૂખ વચ્ચે નિર્ણાયક જંગ, આજે ફેંસલો

Share On :
Print Friendly, PDF & Email
  • 100 જેટલા લાઇફ મેમ્બર્સે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી નહીં થાય તે હેતુથી પોતાની ઉમેદવારીપત્ર પરત ખેંચવાના પત્ર પાઠવી દીધા છે
  • ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરેએ પોતાની ઉમેદવારીપત્રો પરત ખેંચવા અંગે ચેમ્બરને પત્રો પાઠવી દીધા છે
  • અનિલ સરાવગી, ભદ્રેશ શાહ અને બિલ્ડર્સ સાથે સંકળાયેલા કેટલાક સભ્યોએ હજુ સુધી ઉમેદવારીપત્રો પરત કર્યા નથી
  • આજે તા.9મી માર્ચ, શનિવારની સાંજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં મામલો નહીં ઉકેલાય તો ચેમ્બરમાં પહેલી વખત મેનેજિંગ કમિટીની ચૂંટણી કરવી પડેશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી એવી પરંપરા ચાલી આવી છે કે મેનેજિંગ કમિટીમાં સર્વસંમત નિર્ણય થકી પ્રતિનિધિઓ નિમાય છે. આ પરંપરા અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્શની એકતાની પ્રતીતિ કરાવતી હતી, પરંતુ, આ વખતે ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલની સત્તાભૂખને કારણે મેનેજિંગ કમિટીમાં પણ ચૂંટણી કરાવવી પડે તેવા સંજોગો ઉજળા થયા છે. મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આજે શનિવાર તા.9મી માર્ચ અંતિમ મુદત છે એવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં પરંપરાનો વિજય થાય છે કે સત્તાભૂખ હાવી થઇને ચૂંટણી કરાવવા તરફ ઢસડી જશે.

બી.એસ. અગ્રવાલની બધી જ ચાલબાજીઓનું બાળમરણ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે ધમપછાડા કરી રહેલા માજી પ્રમુખ બીએસ અગ્રવાલની ચાલબાજીને દરેક સ્તરેથી ધોબીપછાડ મળી રહી છે. દેવેશ પટેલ પાસેથી હિસાબો માંગવાના મુદ્દે બીએસ અગ્રવાલ પર સમગ્ર ચેમ્બરના સભ્યો દ્વારા પસ્તાળ પડ્યા બાદ હવે બીએસ અગ્રવાલે પોતાના બે-પાંચ મળતીયાઓને સાથે રાખીને ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે દરેક રીતે પેંતરા રચી જોયા પરંતુ, તા.6 માર્ચ 2019ની રાત સુધી બીએસ અગ્રવાલના એકેય પેંતરા સફળ થયા નથી.

દિનેશ નાવડીયા, વેલજી શેટા, ગીરધર ગોપાલ મુંદડા વગેરેએ ઉમેદવારીપત્રો પરત કરી દીધા

બીએસ અગ્રવાલ એન્ડ કંપની જે મોટા માથાઓના નામ લઇને દુષ્પ્રચાર કરી રહી હતી કે તેઓ અમારી સાથે છે અને આ વખતે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી થઇને જ રહેશે. સી.આઇ.એ.એ તપાસ કરતા જાણવા મળ્યું કે અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરે મળીને અંદાજે 100 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચેમ્બરમાં આપી દીધા છે, કે જેથી દાયકાઓથી ચાલી આવતી સર્વસંમતિની પરંપરા જળવાય રહે.

ઉલ્ટાનું ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની વિવિધ પોસ્ટ માટે ઉમેદવારીપત્રો ભરનારાઓ પૈકી લાઇફ મેમ્બર એવા 100 જેટલા ઉદ્યોગપતિઓએ ચૂંટણી નહીં થાય તેવા સંજોગોમાં પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો પાઠવી દીધા છે. જ્યારે બીએસ અગ્રવાલ એવી ડીંગ હાંકી રહ્યા હતા કે તેઓ સમગ્ર પેનલ બનાવીને મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. જોકે, સી.આઇ.એ.ની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે જે ઉદ્યોગપતિ સભ્યો પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો ચેમ્બરને આપી આવ્યા છે તેમને પણ બીએસ જૂથ તરફથી ફોન કરીને તેમની પેનલમાં નામ લખીને જાહેર કરવા માટે ઉકસાવી રહ્યા છે. બીએસ અગ્રવાલની એકેય કારી હજુ સુધી ચાલી શકી નથી.

માત્રને માત્ર પોતાના ઇગો પોષવા માટે સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સનું ડેકોરમ અને માહોલ બગાડી રહેલા બી.એસ. અગ્રવાલને આ વખતે બાંયો ચઢાવવાનું ભારી પડે તે રીતે ચેમ્બરમાં તમામ પાસ્ટ પ્રેસિડેન્ટસ તથા અગ્રણીઓ ભેગા થઇ રહ્યા છે.

તો આજે ચૂંટણી જાહેર કરવી પડશે

ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાનો હઠાગ્રહ લઇને ચાલી રહેલા બીએસ અગ્રવાલના સમર્થનમાં જો 12 પૈકીના સમર્થકો ઉમેદવારીપત્રો પરત નહીં કરે તો નિયમાનુસાર ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવી પડશે. આજે શનિવાર તા.9મી માર્ચે સાંજ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ છે. ચેમ્બર ઓફ કોમર્સના અનેક સિનિયર મેમ્બર્સ છેલ્લા ઘણાં દિવસથી સર્વસંમતિની પરંપરા જાળવી રાખવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :